Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વડોદરા / મહિલા ધારાસભ્ય વિરૃદ્ધ ગુમ થયાના પોસ્ટર લાગ્યા! મનીષા વકીલ સામે સ્થાનિક નાગરીકનો વિરોધ! ચૂંટણી આવી રહી છે, ગુમ થયાં છો તો ગુમ રહેજો! બે હાથ જોડવા ના આવતા : યોગેન્દ્ર પરમાર

વડોદરા / મહિલા ધારાસભ્ય વિરૃદ્ધ ગુમ થયાના પોસ્ટર લાગ્યા! મનીષા વકીલ સામે સ્થાનિક નાગરીકનો વિરોધ! ચૂંટણી આવી રહી છે, ગુમ થયાં છો તો ગુમ રહેજો! બે હાથ જોડવા ના આવતા : યોગેન્દ્ર પરમાર

Our Visitor

012985
Total Users : 12985
Total views : 15204
Who's Online : 0

વડોદરા / મહિલા ધારાસભ્ય વિરૃદ્ધ ગુમ થયાના પોસ્ટર લાગ્યા! મનીષા વકીલ સામે સ્થાનિક નાગરીકનો વિરોધ! ચૂંટણી આવી રહી છે, ગુમ થયાં છો તો ગુમ રહેજો! બે હાથ જોડવા ના આવતા : યોગેન્દ્ર પરમાર
વડોદરાના મહિલા ધારાસભ્ય વિરુદ્ધ ગુમ થયાના પોસ્ટર લાગ્યા

રાજ્ય કક્ષાના મંત્રી અને વડોદરા શહેરવાડી-141ના ધારાસભ્ય ગુમના પોસ્ટર લાગ્યા
મેકઅપ કરીને ફોટા પડાવામાં વ્યસ્ત છે મનિષાબેન વકીલ : યોગેન્દ્ર પરમાર
હવે તો એસીમાંથી બહાર નિકળીને મોઢું બતાવો

રાજ્ય કક્ષાના મંત્રી અને વડોદરા શહેરવાડી-141ના ધારાસભ્ય ગુમ થયા છે તેવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે..હા વડોદરા શહેરના ખોડિયારનગરમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. મનીષા વકીલ ગુમ છે તેવા પોસ્ટર દિવાલ પર લગાવ્યા છે.

મળતી માહિતી મુજબ યોગેન્દ્ર પરમાર દ્વારા ખોડિયાનગરમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા કારણ કે તેણીએ આપેલા વચનો પૂરા કર્યા નથી. ત્રણ ટર્મ હોવા છતાં તેઓએ લોકોના હિત માટે કામ કર્યું નથી. આથી આજે યોગેન્દ્ર પરમારે રસ્તાની દિવાલ પર મનીષા વકીલ ગુમ છે તેવા પોસ્ટરો લગાવ્યા હતા.

મિડીયા સાથે વાત કરતા વિરોધ કરનાર યોગેન્દ્ર પરમારે જણાવ્યું હતુ કે આ વિસ્તારની પ્રજાએ ત્રણ ટર્મથી તેમને હજારો વોટ આપીને જીતાડી લાવ્યા છે પરંતુ હજુ સુધી એક પણ વખત આ વિસ્તારમાં દેખાયા નથી. આ વિસ્તારમાં પાણી ગંદુ આવે છે, પાણી સમસ્યા છે. આ વિસ્તારમાં આવેલી કૃષ્ણાનગર સોસાયટીમાં એક મહિનાથી બિલકુલ પાણી આવતુ જ નથી. તે સોસાયટીના રહીશો ખોડિયારનગરમાં પાણી ભરાવા માટે આવે છે. ત્યારે મનિષા બેન વકીલ તમે હવે તો આ વિસ્તારમાં એક વખત તો મોઢું બતાવો. કારણ કે પ્રજા તમને શોધી રહી છે ક્યાં ગુમ થયેલા છો ? અહીંની પ્રજાએ તમને હજારો વોટ આપીને જીતાડ્યા છે. તમારા પર એક આશા રાખી છે કે કંઇકને કંઇક અમારા વિસ્તારમાં થશે.

શહેરવાડી-141 વિધાનસભા વિસ્તારમાં ટીપી ટાઉન પ્લાનિંગ કરવામાં આવ્યુ છે. ટાઉન પ્લાનિંગની અંદર 12 સુવિધા આપવામાં આવે છે. આમાંથી આજે ગાર્ડન સિવાય એક પણ સુવિધા આપવામાં આવી નથી. પ્રજાના નામે માત્ર વાતો થાય છે.મેકઅપ કરીને ફોટા પડાવામાં વ્યસ્ત છે મનિષાબેન વકીલ તેમ યોગેન્દ્ર પરમારે જણાવ્યું હતુ.

વધુમાં કહ્યુ હતુ કે ક્યાં છુપાયા છો હવે તો એસીમાંથી બહાર નિકળીને મોઢું બતાવો. પ્રજા શોધી રહી છે. ચૂંટણી આવી રહી છે માટે બે હાથ જોડવા ન આવતા. હવે ગુમ થયા છો તો ગુમના ગુમ જ રહેજો.

વડોદરા / મહિલા ધારાસભ્ય વિરૃદ્ધ ગુમ થયાના પોસ્ટર લાગ્યા! મનીષા વકીલ સામે સ્થાનિક નાગરીકનો વિરોધ! ચૂંટણી આવી રહી છે, ગુમ થયાં છો તો ગુમ રહેજો! બે હાથ જોડવા ના આવતા : યોગેન્દ્ર પરમાર

Related posts

IPL 2022: હાર્દિક પંડયાને ખરીદી અમદાવાદની ટીમે રમ્યો મોટો દાવ, કેપ્ટન બનાવવાથી ટીમને થશે નુકશાન આકાશ ચોપડા
જુઓ હાર્દિકનો વિડીયો

Ritesh Parmar

અમદાવાદ / મણિનગરની એલજી હોસ્પિટલમાં સિક્યુરિટી કંપનીમાં નોકરી કરતી પરિણીત યુવતી પર સુપરવાઈઝરની દાનત બગડી! કહ્યું તું મારી સાથે હોટલમાં ચાલ 10 હજાર આપીશ, યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી

Ritesh Parmar

અમદાવાદ પોલીસનો વધુ એક વિવાદ, ચાંદખેડા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીની શરમજનક કરતૂત, વૃદ્ધને ઢસડી ધક્કા ધક્કી કરી બહાર કાઢી કર્યો અભદ્ર વર્તન, હાઇકોર્ટમાં ફરીયાદ

Ritesh Parmar

Leave a Comment