Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત / સાયણ ડી.આર.જી.ડી વિદ્યાલયના શિક્ષકોનો નિવૃત્ત-વિદાય સન્માન સમારોહ યોજાયો, સામાજિક આગેવાનો અને શિક્ષણ જગતના મહાનુભાવો હાજર રહ્યા

સુરત / સાયણ ડી.આર.જી.ડી વિદ્યાલયના શિક્ષકોનો નિવૃત્ત-વિદાય સન્માન સમારોહ યોજાયો, સામાજિક આગેવાનો અને શિક્ષણ જગતના મહાનુભાવો હાજર રહ્યા

Our Visitor

012989
Total Users : 12989
Total views : 15213
Who's Online : 0

સુરત / સાયણ ડી.આર.જી.ડી વિદ્યાલયના શિક્ષકોનો નિવૃત્ત-વિદાય સન્માન સમારોહ યોજાયો, સામાજિક આગેવાનો અને શિક્ષણ જગતના મહાનુભાવો હાજર રહ્યા

: શ્રી સાયણ વિભાગ કેળવણી મંડળ સંચાલિત ડી.આર.જી.ડી સાર્વજનિક વિધાલય તથા એમ.એલ મહેતા પ્રાથમિક વિભાગના શિક્ષકોની વર્ષોની દીર્ધ સેવાયાત્રા પછી વયમર્યાદા થી નિવૃત્ત થનાર ઉચ્ચતર માધ્યમિક વિભાગના અંગ્રેજી વિષયના શિક્ષક સુભાષચંદ્ર ડી. સોલંકી,અર્થશાસ્ત્રના શિક્ષિકા સોનલબેન જોષી, તથા પ્રાથમિક વિભાગના શિક્ષિકા તરૂણાબેન એચ.મહેતા અને સ્વૈચ્છીક નિવૃત થનાર ગુજરાતી અને તત્વજ્ઞાનના શિક્ષિકા વિણાબેન પટેલ તથા ફાલ્ગુનીબેન એચ.મહેતાનો નિવૃત્ત વિદાય સન્માન સમારંભ તારીખ ૬/૫/૨૦૨૨ ના રોજ સાયણ સુગરના માજી પ્રમુખ કેતનભાઇ પટેલ ના અધ્યક્ષ સ્થાને શાળાના પટાંગણમાં યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે સમારંભના ઉદ્ઘાટક દિપેશ પટેલ,સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ જી.પટેલ,સાયણ સુગર ફેકટરીના ડિરેકટર નિખિલભાઇ પટેલ, સાધિએર ગૃપ કો-ઓ કોટન ગ્રોઅર્સ એસોસિયેશનના ઉપ-પ્રમુખ હનિતસિંહ દેસાઈ,મંડળના પ્રમુખ હરીશભાઈ માળી,ડો.ગૌરવ પટેલ, સામાજિક કાર્યકર જયેન્દ્રભાઈ દેસાઈ,શાળાના આચાર્યશ્રીઓ,શિક્ષકો તથા મોટી સંખ્યામાં મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી મંડળના ઉપ-પ્રમુખ દર્શન નાયકે સ્વાગત પ્રવચન તેમજ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. ઉપસ્થિત મહેમાનો તથા શિક્ષકો દ્વારા નિવૃત થનાર શિક્ષકોને શાલ ઓઢાડી સ્મૃતિભેટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું અને તેમનું શ્રેષ્ઠજીવન ખૂબ નીરોગી રહે દીર્ધાયુ બને અને સતત પ્રવૃતિમય રહે એવી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે નિવૃત્ત થનાર શિક્ષકોએ પોતાના પ્રતિભાવમાં તેમના કાર્યકારને વાગોળ્યો હતો. તેઓ પોતાના ફરજકાર દરમિયાન શાળાના આચાર્યો,શિક્ષકો તથા પરિવારજનો ઋણ સ્વીકાર કરતા ગદગદીત થઈ ગયા હતા.અને આવનાર દિવસોમાં પણ શાળાને સાથ સહકાર આપવાની ખાત્રી આપી હતી અંતે આભાર વિધિ મંડળના પ્રમુખ હરીશભાઈ માળીએ આટોપી હતી.


સુરત / સાયણ ડી.આર.જી.ડી વિદ્યાલયના શિક્ષકોનો નિવૃત્ત-વિદાય સન્માન સમારોહ યોજાયો, સામાજિક આગેવાનો અને શિક્ષણ જગતના મહાનુભાવો હાજર રહ્યા

Related posts

અરે.. આરોપીથી આવું તો શુ પૂછી લીધું કે પોલીસકર્મીનું માથું ફોડી નાખ્યું! હુમલો કરનાર આરોપી કોણ, SP મયુર ચાવડા હોસ્પિટલ દોડી આવ્યા, જાણો સમગ્ર મામલો….

Ritesh Parmar

સુરતની આસપાસ ધમધમતા ઉદ્યોગો ફેલાવી રહ્યા છે ઝેરી પ્રદૂષણ, લોકોના આરોગ્યને ખતરો : દર્શન નાયક

Ritesh Parmar

BIG NEWS: અમદાવાદ શહેરના સરદારનગરમાંથી ઝડપાઈ હતી દારૂની ફેકટરી, DGPએ સરદારનગર પોલીસ સ્ટેશનના PI અને PSIને કર્યા સસ્પેન્ડ, પોલીસ બેડામાં હડકંપ

Ritesh Parmar

Leave a Comment