Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વૃદ્ધ રીક્ષા ચાલકની માનવતા અને અમદાવાદની ” સખી વન સ્ટોપ સેન્ટર ટીમની સતર્કતા અને કાઉન્સલિંગના કારણે પુણે મહારાષ્ટ્રની એક સગીર વયની દીકરીને હેમખેમ તેના માતા પિતા સુધી સુરક્ષિત પહોંચાડી

વૃદ્ધ રીક્ષા ચાલકની માનવતા અને અમદાવાદની ” સખી વન સ્ટોપ સેન્ટર ટીમની સતર્કતા અને કાઉન્સલિંગના કારણે પુણે મહારાષ્ટ્રની એક સગીર વયની દીકરીને હેમખેમ તેના માતા પિતા સુધી સુરક્ષિત પહોંચાડી

Our Visitor

003001
Total Users : 3001
Total views : 3678
Who's Online : 0

વૃદ્ધ રીક્ષા ચાલકની માનવતા અને અમદાવાદની ” સખી વન સ્ટોપ સેન્ટર ટીમની સતર્કતા અને કાઉન્સલિંગના કારણે પુણે મહારાષ્ટ્રની એક સગીર વયની દીકરીને હેમખેમ તેના માતા પિતા સુધી સુરક્ષિત પહોંચાડી
સખી વન સ્ટોપ સેન્ટર ટીમ અમદાવાદ

આજના સમયમાં જયારે સમગ્ર દેશમાં સગીર દીકરીઓ, યુવતીઓ અને મહિલાઓ સાથે થતી દુષ્કર્મ, છેડતી અને શારીરિક શોષણની વધતી ઘટનાઓ ના લીધે દેશની સરકાર હોય કે રાજ્યની સરકાર હોય તેની સામે ભોગ બનનાર પીડિતાના માતા-પિતા કે વાલી વારસોમાં સરકાર અને પોલીસ સામે રોષની લાગણી ફેલાઈ રહી છે.
તો બીજીતરફ સરકાર પણ આવા બનતા બનાવોના સામે કડક કાયદાઓ અને ઝડપી ન્યાયિક પ્રક્રિયાઓને હાથ ધરી બળાત્કાર, છેડતી, અને હત્યાઓના બનાવોને અંજામ આપતાં નારાધમોને કડક થી કડક સજા જેમાં આજીવન જેલ કારાવાસ અથવા ફાંસીની સજા આપવા મક્કમ નિર્ધાર કર્યો છે. જેથી મહિલાઓ સાથે થતાં અત્યાચારને ડામી શકાય.

તો વાત કરીયે એક એવા બનાવની કે જ્યાં પુણે મહારાષ્ટ્રની એક 17 વર્ષીય સગીર વયની દીકરીની તો તે, 11 માં ધોરણમાં અભ્યાસ કરે છે. અને હાલમાં સ્કૂલમાં તેણે પરીક્ષા આપી હતી, જેમાં આ સગીર દીકરી બે વિષયોમાં ફેલ થઈ જતા તેના માતા પિતાએ અભ્યાસને લઇ ઠપકો આપ્યો હતો. એટલુંજ નહિ પણ માતા-પિતાએ પોતાની દીકરીના મોબાઈલ ઉપર વાંધો ઉઠાવ્યો હતો. અને દીકરી પાસેથી મોબાઈલ લઈ લીધો હતો. મોબાઈલ લઈ લેતા દીકરીને આઘાત લાગ્યો હતો અને ત્યારબાદ સગીર વયની દીકરી પોતાના માતા-પિતાની જાણ વગર પુણે થી ટ્રેન મારફતે અમદાવાદ પહોંચી ગઈ હતી. તો બીજીતરફ સવારથી દીકરી ઘરેથી પોતાની સહેલી ત્યાં મળવા જવાનુ બહાનો કરી નીકળી હતી અને સાંજ સુધી ઘરે પરત ના ફરતા તેના માતા-પિતાની ચિંતામાં વધારો થયો અને ત્યારબાદ તેઓએ પોતાના સગા સબંધીઓ અને આસ-પાડોશમાં પૂછ-પરછ શરુ કરી હતી. તેમ છતાં તેમની દીકરીનો કોઈ પત્તો ના લાગતા માતા-પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ ને આભાષ થયું કે આખરે દીકરી ક્યાં ગઈ કઈ અજુગતું તો નથી બન્યું હોય, કોઈએ અપહરણ તો નથી કર્યું હોયને. આવા અનેક સવાલો બાદ તેઓએ છેલ્લે પોલીસમાં પોતાની સગીર દીકરીની ગુમ થયાની ફરીયાદ પોલીસ સ્ટેશનમાં આપી હતી.

તમને જણાવી દઈએ કે આજના યુગમાં નવી પેઢીના બાળકોમાં ઈન્ટરનેટનું માધ્યમ મોબાઈલ ફોનનો કેટલો મહત્વ છે એ આપ સૌ કોઈ જાણો છો. બે વિષયમાં ફેલ થયેલી દીકરી પહેલાથી જ ટેન્શનમાં હતી અને મોબાઈલ પણ લઈ લીધો હોવાથી વધારે આઘાત લાગી આવતા કોઈને જાણ કર્યા વગર અને પોતાના અંજામની પરવાહ કર્યા વગર પુણે મહારાષ્ટ્રથી સીધી અમદાવાદ રેલ્વે સ્ટેશન પહોંચી ગઈ હતી.

અમદાવાદ પહોંચ્યા બાદ આ દીકરીને ક્યાં જવું છે કોના ત્યાં જવું છે તેને કઈ ખબર ના હતી. સ્ટેશનથી બહાર નીકળતા રીક્ષા ચાલકો પેસેન્જર ને પોતાની રિક્ષામાં બેસાડવા પ્લેટફોર્મની બહાર લાઈન લગાવીને ઉભા રહેતા હોય છે. જયારે આ સગીર વયની દીકરી સ્ટેશનથી બહાર રીક્ષા સ્ટેન્ડ પાસે આવીને ઉભી રહી ત્યારે તેના ચહેરા ઉપર ડર અને ઘબરાહટ સ્પષ્ટ રીતે દેખાઈ આવતી હતી. અને એકલી નાની છોકરી અને રાતના 9 વાગ્યાનો સમય એટલે ડર હોવો એ સ્વાભાવિક છે. એકલી ઉભી રહેલી છોકરીને જોઈને ઘણા બધા રીક્ષા ચાલકો તેમની પાસે જઈને પૂછવા લાગ્યા કે કહા જાના હે બોલો હમ આપકો છોડ દે. પરંતુ એ સગીરના મોઢેથી કઈપણ આવાજ કે રીએકશન જોવા ના મળતા એક વૃદ્ધ રીક્ષા ચાલકને કઈ અજુગતું લાગ્યું. આટલી રાત્રે કોઈ નાની દીકરી અને એ પણ એકલી અમદાવાદ સ્ટેશન ઉપર શુ કરવા આવી હશે. આવા અનેક સવાલો એ વૃદ્ધ રીક્ષા ડ્રાઈવરના મનમાં ચાલી રહ્યા હતા. ત્યારબાદ ધીરેથી એ છોકરી પાસે જઈને રીક્ષા ચાલકે વાત કરવાનો પ્રયત્ન કર્યો તેમ છતાં છોકરીએ કોઈ જવાબ ના આપ્યો. એટલે આ વૃદ્ધને જાણ થઈ ગઈ હતી કે આ નાની છોકરી અજાણ છે અને ત્યારબાદ તેણે પોલીસને ફોન કરવાનું વિચાર્યું પણ અચાનક તેના મનમાં થયું કે જો તે પોલીસને જાણ કરશે તો પોલીસ એમનાથી 100 સવાલ કરી તેની ઉલટ તપાસ કરશે અને ભલું કરવા જતા ઉલટાના લેવાના દેવા પડી જશે.

થોડીવાર એ રીક્ષા ચાલકે વિચાર્યું કે કેવી રીતે આ એકલી છોકરીની મદદ કરું કે જેથી હેમખેમ એ પોતાના માતા પિતા પાસે પહોંચી શકે. અને જો તે છોકરીની મદદ ના કરે તો આજનો સમય બહુજ ખરાબ છે આવી એકલી અને અજાણ ઘબરાઈ ગયેલી દીકરી સાથે કોઈ અજુગતી ઘટના બની જશે તો બહુજ ખરાબ થશે. ભગવાન મને માફ નહી કરશે, આવા અનેક વિચારો વૃદ્ધ રીક્ષા ચાલકના મનમાં ભ્રમણ કરી રહ્યા હતા. અને અચાનક તેને યાદ આયુ કે અરે રેલ્વે સ્ટેશનની અંદર અથવા તો બહાર સખી વન સ્ટોપ સેન્ટર ટીમ વર્કના બોર્ડ લગાવેલા હોય છે અને તેમાં આ સંસ્થા દ્વવારા મહિલાઓ અને યુવતીઓની મદદ માટે હેલ્પલાઈન નંબર આપેલા હોય છે. જેથી રીક્ષા ચાલકે તાત્કાલિક સખી વન સ્ટોપ સેન્ટર ટીમનો સંપર્ક કરવાનો નિર્ણયકર્યો હતો.

રાત્રિના 9:00 કલાકે કાલુપુર રેલવે સ્ટેશન પરથી અજાણ્યા રિક્ષાચાલક ભાઈનો ફોન આવ્યો સખી વન સ્ટોપ સેન્ટર” ના એડમિનિસ્ટ્રેટર મિત્તલ પટેલ પર રિક્ષાચાલક ભાઈએ જણાવ્યું કાલુપુર રેલવે સ્ટેશન પાસે એક બાળકી ગભરાયેલી હાલતમાં ઊભી છે. મિત્તલ પટેલ એ સતર્કતા દાખવીને કાલુપુર રેલવે સ્ટેશનના પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને રિક્ષાચાલક ભાઈને 181 મહિલા અભયમ હેલ્પલાઈને ફોન કરવા માટે પણ જણાવેલ. થોડા જ કલાકોમાં બાળકીને રિક્ષાચાલક ભાઈ ની મદદથી “સખી વન સ્ટોપ સેન્ટર”( જૂની સિવિલ હોસ્પિટલ અસારવા) મુકવામાં આવેલ. આવેલ બાળકી ભય મુક્ત થાય તે માટે અનુકૂળ વાતાવરણ રાખીને બાળકીનું કાઉન્સિલીંગ કરવામાં આવેલી બાળકીએ જણાવેલ કે તેઓ ૧૭ વર્ષના છે અને 11 ધોરણમાં અભ્યાસ કરે છે બે વિષયમાં નાપાસ થતા પિતાએ બાળકી નો મોબાઇલ લઈ લેતા બાળકી પુનાથી ઘરેથી નીકળી ગયેલ અને ટ્રેનમાં બેસી અમદાવાદ આવેલ” સખી વન સ્ટોપ સેન્ટર એડમિનિસ્ટ્રેટર મિત્તલ પટેલ” દ્વારા પુના પોલીસ સ્ટેશન અને બાળકીના માતા-પિતા નો સંપર્ક કરી વિસ્તૃત માહિતી આપેલ પુના પોલીસ સ્ટેશન દ્વારા તત્કાલ બાળકીને અમદાવાદ થી લઇ જવા માટે ટીમ તૈયાર કરી બાળકીના માતા-પિતા સાથે અમદાવાદ આવેલ.OSC Ahmedabad દ્વારા બાળકીના માતા-પિતા નું કાઉન્સિલિંગ કરી બાળકીને પુના પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સખી વન સ્ટોપ સેન્ટર ટીમ વર્ક અમદાવાદ સંસ્થા 24 કલાક કાર્યરત હોય છે અને આ સંસ્થામાં એડમિનિસ્ટ્રેટર, કેસ વર્કર, પોલીસ કોન્સ્ટેબલ મહિલાઓ, આઈ. ટી. સ્ટાફ, મલ્ટીપલ વર્કર તેમજ હોમગાર્ડની બહેનો સંસ્થામાં 24 કલાક હાજર રહી પીડિત મહિલાઓ, ગુમ થયેલી યુવતીઓ, સગીર દીકરીઓ, કે અન્ય કોઈપણ રીતે ત્રસ્ત અને લાચાર મહિલાઓને મદદ રૂપ થાય છે.


વૃદ્ધ રીક્ષા ચાલકની માનવતા અને અમદાવાદની ” સખી વન સ્ટોપ સેન્ટર ટીમની સતર્કતા અને કાઉન્સલિંગના કારણે પુણે મહારાષ્ટ્રની એક સગીર વયની દીકરીને હેમખેમ તેના માતા પિતા સુધી સુરક્ષિત પહોંચાડી

Related posts

પોતાના હક અને પ્રજાના હિત માટે આંદોલન કરતા આંદોલનકારીઓ સામે કાર્યવાહી થાય છે તો પછી બજરંગ દળના લોકો સામે કેમ નહી! સરકારના બેવડા વલણ સામે કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીના આકરા પ્રહારો

Phone: 9998685264.

સંત આસારામ બાપુના 450 આશ્રમમાં શ્રાધ્ધ તર્પણ વિધીનો કાર્યક્રમ યોજાયો! 8 લાખથી વધારે લોકોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે કર્યું તર્પણ

Phone: 9998685264.

આમ આદમી પાર્ટી અને ભાજપના પોસ્ટર વોર વચ્ચે ઓલપાડમાં કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના આઠ વચનોની પત્રિકાનો વિતરણ! જનતા જનાર્દન કોંગ્રેસને આપી રહી છે સમર્થન : દર્શન નાયક

Phone: 9998685264.

Leave a Comment