Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત / સાયણ વિસ્તારને સુવિધાઓના મુદ્દે રાજકીય કિન્નાખોરી ક્યાં સુધી?
ધારાસભ્ય અને સાંસદ બંને સરકારમાં મંત્રીપદ શોભાવતા હોવા છતાં નાગરિકોને હાડમારી વેઠવાનો વારો.
સુવિધાઓ નહીં અપાય તો સરકારી કચેરીએ ઢોલ વગાડી તંત્રને ઢંઢોળવા નો કોંગ્રેસ દ્વારા આપવામાં આવશે કાર્યક્રમ: દર્શન નાયક: નેતા કોંગ્રેસ

સુરત / સાયણ વિસ્તારને સુવિધાઓના મુદ્દે રાજકીય કિન્નાખોરી ક્યાં સુધી?ધારાસભ્ય અને સાંસદ બંને સરકારમાં મંત્રીપદ શોભાવતા હોવા છતાં નાગરિકોને હાડમારી વેઠવાનો વારો.સુવિધાઓ નહીં અપાય તો સરકારી કચેરીએ ઢોલ વગાડી તંત્રને ઢંઢોળવા નો કોંગ્રેસ દ્વારા આપવામાં આવશે કાર્યક્રમ: દર્શન નાયક: નેતા કોંગ્રેસ

Our Visitor

003001
Total Users : 3001
Total views : 3678
Who's Online : 1

સુરત / સાયણ વિસ્તારને સુવિધાઓના મુદ્દે રાજકીય કિન્નાખોરી ક્યાં સુધી?ધારાસભ્ય અને સાંસદ બંને સરકારમાં મંત્રીપદ શોભાવતા હોવા છતાં નાગરિકોને હાડમારી વેઠવાનો વારો.સુવિધાઓ નહીં અપાય તો સરકારી કચેરીએ ઢોલ વગાડી તંત્રને ઢંઢોળવા નો કોંગ્રેસ દ્વારા આપવામાં આવશે કાર્યક્રમ: દર્શન નાયક: નેતા કોંગ્રેસ

ઓલપાડ તાલુકાના સાયણ વિસ્તારમાં માર્ગમાં રેલવે સ્ટેશન પર ગુજરાત-ભીલાડ સુપરફાસ્ટ,ફિરોજપુર જનતા ,દાહોદ ઈન્ટરસીટી સુપરફાસ્ટ ટ્રેનના સ્ટોપેજ,ફૂટ ઓવર બ્રીજ ની અગવડતા તેમજ ખેતીવિષયક વીજળી ની સમસ્યાઓ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે, પરંતુ તાલુકાના સૌથી વધુ વસ્તી ધરાવતા સાયણ ને રાજકીય કિન્નાખોરીથી વિકાસના કામોના મુદ્દે ઓરમાયું વર્તન દાખવવામાં આવતા સ્થાનિક લોકોની સમસ્યાઓમાં ઘટાડો થવાને બદલે વધારો થઈ રહ્યો છે.

સાયણ રેલ્વે ઓવરબ્રીજ બનતા સાયણ મેઈન માર્કેટ ઓવરબ્રીજ નીચે આવી ગયું હતું. જનતા માટે અવરજવર માટે બ્રીજ ને અડીને ફુટબ્રિજ બનાવવામાં આવ્યો છે પરંતું ફુટબ્રિજ ઘણો ઉંચો હોવાથી ગ્રામજનો ઉપયોગ કરતા નથીં માર્કેટ મા ખરીદી માટે ત્રણ કિલોમીટર ચકરાવો કરવો પડે છે. જેથી ગ્રામજનોએ વારંવાર પગદંડી અને અન્ડરગ્રાઉન્ડ પાસ માટે રજુઆત કરતા આવ્યા છે પરંતુ તંત્ર આખ આડા કાન કરી રહ્યુ છે. ફુટબ્રિજ નો ઉપયોગ નહીં થતાં ફુટબ્રિજ પણ સોભાના ગાંઠીયા સમાન બની ગયો છે.

સાયણ ગામ ૨૦ હજાર આસપાસ વસ્તી ધરાવતું ગામ હોય અને વિસ્તારોમાં ઈન્ડસ્ટ્રીયલ,સુગર ફેકટરી,સહકારી મંડળી આવેલી હોવાથી સાયણ ગામમા સુરત,તાપી,ભરુચ જિલ્લા માંથી રોજ હજારો લોકો રોજગારી માટે આવતા હોય છે.મોટાભાગના નોકરીયાત વર્ગના લોકો અવરજવર માટે સાયણ રેલ્વેનો ઉપયોગ કરતા આવ્યા છે જેથી સાયણ રેલ્વે લાખોની કમાણી કરે છે.

સાયણ રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ 1,2 તથાં 3,4 ઉપર શેડ નાનો હોવાથી મુસાફરોને ઉનાળા અને ચોમાસાની ઋતુમાં ભારે મુશ્કેલી પડે છે સ્ટેશન પર મુસાફરી કરી રહેલા લોકો માટે બેસવા માટે મુકેલા બાકડા પર પણ દારુડીયા પડેલા હોય છે અને ગાળાગાળી કરતાં હોય છે આવા દારુડીયાને લીધે મુસાફરો હેરાનપરેશાન થતાં હોય છે.મુસાફરોએ ટીકીટ ઘરે જવા માટે રેલ્વે સ્ટેશન પર ફુટબ્રિજ બનાવવામાં આવ્યો છે ,પરંતું ફુટબ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી મુસાફરો જીવના જોખમે ટીકીટ લેવા માટે રેલ્વે ટ્રેક ક્રોસિંગ કરીને જતા હોય છે.સાયણ સ્ટેશન પર જોઈતી સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.

ઓલપાડ તાલુકાનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય અને સાંસદ બંને સરકારમાં મંત્રી તરીકે નું સ્થાન ધરાવે છે છતાં આ વિસ્તારના વર્ષો જુના વણ ઉકેલાયેલા પ્રશ્નોનો હલ થયો નથી .સ્થાનિક આગેવાનો દ્વારા અનેકવાર તંત્રને ઢંઢોળવા લેખિત તથા મૌખિક રજૂઆતો કરી છે પરંતુ પ્રશ્નો હલ ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ અંગે સ્થાનિક સહકારી અને ખેડૂત આગેવાન તથા પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે તંત્રને આડે હાથ લેતા માંગ કરી છે કે સાયણ દેલાડ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝ, બબ્બે હાઇસ્કુલ,સાયણ સુગર ફેક્ટરી તથા અન્ય નાના ઉદ્યોગ ગૃહો આવેલા છે, જેમાં રોજગારી મેળવવા હજારો લોકો આવતા હોવા છતાં સાયણ રેલવે સ્ટેશન ઉપર સુવિધાઓની હાડમારી તથા ખેડૂતોને ખેતીવિષયક પૂરતી વીજળી નો અભાવ જોવા મળી રહ્યો છે .


સરકાર દ્વારા દાંડી માર્ગને હેરિટેઈઝ માર્ગ જાહેર કરવામાં આવ્યો છે છતાં દેલાડ થી અમરોલી નો માર્ગ નથી પહોળો કરવામાં આવતો કે નથી રિપેરિંગ કરવામાં આવતો .

વોટરજેટ એકમો થી મોટા પ્રમાણમાં પાણી પ્રદુષણ થઈ રહ્યું છે અને ભૂગર્ભ જળનું સ્તર નીચે જઈ રહ્યું છે.

સરકાર દ્વારા ઉદ્યોગો ને અપાતાં વધુ પડતાં પ્રોત્સાહન ને પગલે ખેડૂતો ને માથે ભવિષ્યમાં મોટું જળ સંકટ ની સમસ્યા ઉભી થવાની શક્યતા રહેલી છે.સાયણ,દેલાડ,કારેલી અને સીવાણ જેવા ગામોના1 વિસ્તારમાં વોટરજેટ એકમો ને લઈને પાણી પ્રદુષણ નો ગંભીર ખતરો તોળાઇ રહ્યો છે અને વોટરજેટ એકમો ને લઈને ભૂગર્ભ જળ ઉંડા જવાથી ધરતી પૂત્ર ની સમસ્યાઓ વધુ ને વધુ જટિલ બનતી જાય છે.ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ(GPCB) સમયસર જાગે નહીં તો લોકોને આગામી સમયમાં કેમિકલ્સ યુક્ત પાણી વપરાશમાં લેવું પડશે અથવા તો આ વિસ્તારમાં થી હિજરત કરવાની નોબત આવશે.

દર્શન નાયકે માંગને દોહરાવતા જણાવ્યું કે સંબંધિત સરકારી તંત્ર વિસ્તારના લોકો તેમજ આજુબાજુના જિલ્લામાંથી રોજગારી માટે આવતા લોકોના પ્રશ્નો હલ કરે અને સમસ્યાઓનો તાકીદે ઉકેલ લાવે , નહી તો જનતાના પ્રશ્નો નો હલ માટે આખરે ઢોલ વગાડી નીંદર માં પોઢેલા તંત્રને જગાડવા કોંગ્રેસ ની આગેવાનીમાં સ્થાનિક વિસ્તારના લોકો દ્વારા કાર્યક્રમ આપવામાં આવશે જે અંગેની સમગ્ર જવાબદારી તંત્રની રહેશે ની લાગણી તેમજ માંગણી સાથે ચિમકી ઉચ્ચારી છે.


સુરત / સાયણ વિસ્તારને સુવિધાઓના મુદ્દે રાજકીય કિન્નાખોરી ક્યાં સુધી?<br>ધારાસભ્ય અને સાંસદ બંને સરકારમાં મંત્રીપદ શોભાવતા હોવા છતાં નાગરિકોને હાડમારી વેઠવાનો વારો.<br>સુવિધાઓ નહીં અપાય તો સરકારી કચેરીએ ઢોલ વગાડી તંત્રને ઢંઢોળવા નો કોંગ્રેસ દ્વારા આપવામાં આવશે કાર્યક્રમ: દર્શન નાયક: નેતા કોંગ્રેસ

Related posts

ચોરી કરવાનો નવો કીમિયો, પલમ્બરની આડમાં ઘરની રેકી કરી ચોરીને આપતો અંજામ, પુણા પોલીસે ઝડપી પાડ્યો

Phone: 9998685264.

રાજકોટ /જેતપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા થયેલ દેશી દારૂની રેડના મામલે સિટી પોલીસ સ્ટેશનના 3 કર્મચારી સસ્પેન્ડ

Phone: 9998685264.

અમદાવાદના રખિયાલમાં જુગારધામ પર દરોડો: 32 ઝડપાયા, સ્થાનિક પોલીસના રહેમ નજર હેઠળ ચાલતું હતું જુગારધામ

Phone: 9998685264.

Leave a Comment