Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ / 1993 મુંબઈ બૉમ્બ બ્લાસ્ટના 4 આરોપીઓને ગુજરાત ATS એ દબોચ્યાં! ચારેય આરોપીઓ દાઉદ ઈબ્રાહીમ ગેંગના, અમદાવાદ થી ધરપકડ કરાઈ

અમદાવાદ / 1993 મુંબઈ બૉમ્બ બ્લાસ્ટના 4 આરોપીઓને ગુજરાત ATS એ દબોચ્યાં! ચારેય આરોપીઓ દાઉદ ઈબ્રાહીમ ગેંગના, અમદાવાદ થી ધરપકડ કરાઈ

Our Visitor

012989
Total Users : 12989
Total views : 15213
Who's Online : 0

અમદાવાદ / 1993 મુંબઈ બૉમ્બ બ્લાસ્ટના 4 આરોપીઓને ગુજરાત ATS એ દબોચ્યાં! ચારેય આરોપીઓ દાઉદ ઈબ્રાહીમ ગેંગના, અમદાવાદ થી ધરપકડ કરાઈ

દેશની અનેક અગ્રણી તપાસ એજન્સીઓ 1993 મુંબઇ બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા વોન્ટેડ 4 આરોપીઓનો શોધી રહી હતી
અગાઉ આ આરોપીઓની ફેબ્રુઆરીમાં દુબઇમાં ડીટેઇન કરવામાં આવ્યા હતા
આજે ગુજરાત એટીએસએ અબુ બકર, યુસુફ ભટકા, સોએબ બાબા, અને સૈયદ કુરેશીની અમદાવાદથી ધરપકડ કરી છે

1993 મુંબઇ બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા અને તપાસ એજન્સીથી દુર દાઉદ ગેંગના 4 આરોપીઓની ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદથી ધરપકડ કરી લેવામાં આવી છે. આ કાર્યવાહીને ગુજરાત એટીએસની સૌથી મોટી કાર્યવાહી ગણવામાં આવી રહી છે.

ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. દેશની અનેક અગ્રણી તપાસ એજન્સીઓ 1993 મુંબઇ બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા વોન્ટેડ 4 આરોપીઓનો શોધી રહી હતી. પરંતું કંઇ હાથ લાગ્યું ન હતું. સુત્રોના જણાવ્યા અનુસાર અગાઉ આ આરોપીઓની ફેબ્રુઆરીમાં દુબઇમાં ડીટેઇન કરવામાં આવ્યા હતા. પરંતુ ટેકનીકલ કારણોસર તેઓનો કબ્જો મેળવવો શક્ય બન્યો ન હતો.

જુઓ વિડીયો

અમદાવાદના સરદાર નગરમાં રહેતા હોવાની માહિતી સામે આવી હતી. તમામે પોતાના નામ, સરનામા અને ઓળખ છુપાવી હતી. પાસપોર્ટ પણ બનાવટી હતો. એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું હતું. પરંતુ એજન્સીઓ ખરાઇ કરીને તેમને શોધી કાઢ્યા હતા. આજે ગુજરાત એટીએસએ અબુ બકર, યુસુફ ભટકા, સોએબ બાબા, અને સૈયદ કુરેશીની અમદાવાદથી ધરપકડ કરી છે.પકડાયેલા પૈકી તમામ દાઉદના અત્યંત નિકટના વર્તુળમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.

1993 મુંબઇ બ્લાસ્ટમાં સંડોવાયેલો અબુ બકર દાઉદ ઇબ્રાહિમનો ખાસ ગણાય છે. મુંબઇ બ્લાસ્ટ બાદ તેણે મીડલ ઇસ્ટ, સાઉદી, પાકિસ્તાન અને દુબઇમાં છુપાયેલ રહેતો હતો. દરમિયાન એજન્સીઓએ પણ તમામ પાછળ વોચ રાખવાનું ચાલુ રાખ્યું હતું. આખરે ગુજરાત એટીએસએ તમામને અમદાવાદના સરદાર નગરથી પકડી પાડ્યા હોવાનું સામે આવ્યું છે.


અમદાવાદ / 1993 મુંબઈ બૉમ્બ બ્લાસ્ટના 4 આરોપીઓને ગુજરાત ATS એ દબોચ્યાં! ચારેય આરોપીઓ દાઉદ ઈબ્રાહીમ ગેંગના, અમદાવાદ થી ધરપકડ કરાઈ

Related posts

પીઆઈ ચેતન જાદવ એવોર્ડથી સન્માનિત-મેડલ જીતનાર ગુજરાતના પ્રથમ પોલીસ ઇન્સ્પેક્ટર,કેવી રીતે હાંસલ કરી આ સિદ્ધિ વાંચો સંપૂર્ણ અહેવાલ

Ritesh Parmar

બેદરકારી બાદ દાદાગીરી / રાજકોટમાં ટ્રાફિક પોલીસે મૂળ માલીકના દસ્તાવેજ અન્ય વાહન ચાલકને પધરાવી દીધા! જયારે વાહન ચાલકે પોતાના ડોકયુમેન્ટ પાછા માંગ્યા ત્યારે પોલીસે ઓનલાઈન કઢાવી લેવા શિખામણ આપી, જુઓ વિડીયો

Ritesh Parmar

સરદારનગર વિસ્તારમાં SMC નો ઓચિંતો દરોડો, ઇંગ્લિશ તેમજ દેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, સ્થાનિક પોલીસની આંખ ઉઘડે તે પહેલા SMC એ સપાટો બોલાવ્યો, 14 આરોપીઓ સહીત 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Ritesh Parmar

Leave a Comment