Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પ્રાથમિક સુવિધાથી વંચિત તથા સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામોમાં સર્વે કરી ઝડપભેર પ્રાથમિક સુવિધા પૂરી પાડવા સુરત મ્યુનિસિપલ કમિશ્નરને રજુઆત કરતા દર્શન નાયક:

પ્રાથમિક સુવિધાથી વંચિત તથા સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામોમાં સર્વે કરી ઝડપભેર પ્રાથમિક સુવિધા પૂરી પાડવા સુરત મ્યુનિસિપલ કમિશ્નરને રજુઆત કરતા દર્શન નાયક:

Our Visitor

013143
Total Users : 13143
Total views : 15383
Who's Online : 3

પ્રાથમિક સુવિધાથી વંચિત તથા સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામોમાં સર્વે કરી ઝડપભેર પ્રાથમિક સુવિધા પૂરી પાડવા સુરત મ્યુનિસિપલ કમિશ્નરને રજુઆત કરતા દર્શન નાયક:

સુરત મહાનગરના હદ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો ને ઘણો સમય થઇ ગયો છે તેમ છતાં સુરત મહાનગરની હદ વિસ્તારમાં સમાવેશ કરાયેલા આ વિસ્તારના નાગરિકો પાસે વેરો તો વસુલ કરવામાં આવી રહ્યો છે પરંતુ વિકાસના કામો માટે વારંવાર સ્થાનિક કક્ષાએ રજૂઆત કરવા છતાં પણ કોઈ જ ઉકેલ આવતો નથી .આજે પણ આ વિસ્તારના લોકો પ્રાથમિક સુવિધા જેવી કે પાણીની સુવિધા, ડ્રેનેજની સુવિધા થી વંચિત છે તેમજ આ ગામોના અંતરિયાળ વિસ્તારના રસ્તાઓ પણ બનાવવામાં આવતા નથી.સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કંટારા ,વરીયાવ ,સેગવા વસવારી ,ગોથાણ ,કોસાડ ભરથાણા ,કઠોર સહિતના ગામોના વિસ્તારમાં અંદરના રસ્તાઓ ખુબજ બિસ્માર હાલતમાં આવી ગયેલ છે તેમજ અનેક જગ્યાએ સ્પીડ બ્રેકરની જરૂર છે તથા પ્રાથમિક સુવિધાનો પણ અભાવ હોવાની રજૂઆતો મને મળી રહી છે.ખાસ કરીને આ ગામોમાં સ્ટ્રીટ લાઈટ અનેક જગ્યાએ બંધ હાલત માં જ છે તથા હળપતિ વાસ વિસ્તારોમાં ગંદકીની સમસ્યા ઠેરની ઠેર રહેવા પામે છે અને સાફ સફાઈ તો થતી જ નથી,સાથે સાથે ઘરનો કચરો લેવા માટેની પણ ગાડીઓ આવતી નથી.ગંદકી અને પાણી ભરાવો થવાના કારણે આ વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ ફેલાઈ રહ્યો છે. તથા મહાનગર પાલિકા દ્વારા મચ્છરો માટેના સ્પ્રે કરવામાં આવી રહ્યો નથી.આ વિસ્તારના લોકોને નાગરિક સુવિધા કેન્દ્ર ઉપર ઉપલબ્ધ જેવી પ્રાથમિક જરૂરિયાતના કામો માટે દૂર દૂર સુધી જવું પડી રહ્યું છે.

આ વિસ્તારના હળપતિ અને આદિવાસી સમાજના અનેક નાગરિકોના સરકારી આવાસ જર્જરિત હાલતમાં આવી ગયેલ છે.આ તમામ જર્જરિત આવાસનો સર્વે કરાવી જરૂરિયાત જણાય તેવા તમામ લાભાર્થીઓને સરકારી આવાસની યોજનામાં સમાવેશ કરી લાભ અપવવામાં આવે એવી લોકોની રજૂઆત છે.

આપ શ્રી દ્વારા શહેરી વિસ્તારોમાં સ્થળ મુલાકાત કરવામાં આવે છે,તો આપશ્રી દ્વારા ઉપરોક્ત વિષયમાં જણાવેલ ગામોમાં પણ રૂબરૂમાં સ્થળ મુલાકાત કરવામાં આવે જેથી કરીને આ વિસ્તારમાં નાગરિકોની સમસ્યાઓ જાણી આપ શ્રી દ્વારા સુરત મહાનગર પાલિકાના વિસ્તારમાં સમાવિસ્ત ઉપરોક્ત ગામોના વિસ્તારના નાગરિકોના લોકોહિતમાં તત્કાલ કાર્યવાહી કરવામાં આવે એવી લોકોવતી મારી રજૂઆત છે.

પ્રાથમિક સુવિધાથી વંચિત તથા સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામોમાં સર્વે કરી ઝડપભેર પ્રાથમિક સુવિધા પૂરી પાડવા સુરત મ્યુનિસિપલ કમિશ્નરને રજુઆત કરતા દર્શન નાયક:

Related posts

EXCLUSIVE: અમદાવાદમાં PCBનું મોટું ઓપરેશન: ₹35 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, સ્થાનિક નારોલ પોલીસ ઊંઘતી ઝડપાઇ!

Ritesh Parmar

હવે વધારે રાહ ના જોતા / તૈયાર છે અત્યાધુનિક વાઈબ્રન્ટ ગુજરાત એસી ટ્રેન, 8 દિવસની મુસાફરીમાં પ્રથમ સ્ટોપેજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ખર્ચ કરવી પડશે આટલી ટિકિટ

Ritesh Parmar

ખાખી શરમથી લાલચોળ: બોપલના મહિલા PSI એ કાયદાની આબરૂ હરાજી પર મૂકી, ૧૦ લાખનો તોડ કરવા નીકળેલી મેડમ સ્પીકર ફોનના એક જ કૉલમાં બરબાદ!

Ritesh Parmar

Leave a Comment