Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

EXCLUSIVE: અમદાવાદમાં PCBનું મોટું ઓપરેશન: ₹35 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, સ્થાનિક નારોલ પોલીસ ઊંઘતી ઝડપાઇ!

EXCLUSIVE: અમદાવાદમાં PCBનું મોટું ઓપરેશન: ₹35 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, સ્થાનિક નારોલ પોલીસ ઊંઘતી ઝડપાઇ!

Our Visitor

011980
Total Users : 11980
Total views : 14007
Who's Online : 0

EXCLUSIVE: અમદાવાદમાં PCBનું મોટું ઓપરેશન: ₹35 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, સ્થાનિક નારોલ પોલીસ ઊંઘતી ઝડપાઇ!

અહેવાલ-રીતેશ પરમાર(સિનિયર જર્નાલિસ્ટ)

અમદાવાદ, ૨૧ જુલાઈ:અમદાવાદ શહેરમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત એક્શન મોડમાં આવી ગયા છે. સીપી ગેહલોતની કડક સૂચના બાદ પી.સી.બી. (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ) એ સ્થાનિક પોલીસની નાક નીચેથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડીને સપાટો બોલાવ્યો છે. આ ઓપરેશનથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે, તો બીજી તરફ સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે.

નારોલ હાઇવે પર PCBની રેડ, ₹35.15 લાખનો મુદ્દામાલ જપ્ત:-

મળતી માહિતી મુજબ, પી.સી.બી.ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે નારોલ એસ.પી. રિંગરોડ પર કમોડ ચાર રસ્તા પાસે રામદેવ હોટલ અને આઈ માતા હોટલ વચ્ચે વોચ ગોઠવવામાં આવી હતી. અહીંથી પસાર થઈ રહેલા એક શંકાસ્પદ અશોક લેલેન્ડ ‘બડા દોસ્ત’ બંધ બોડીના ડાલા (નંબર: RJ-35-GA-3314) ને ઘેરી લેવામાં આવ્યો હતો.પોલીસે તપાસ કરતા ડાલામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરના ટીનનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો.

પી.સી.બી.એ સ્થળ પરથી:૨૪૧૧ નંગ વિદેશી દારૂની બોટલો (૧૪૧ પેટી) – કિંમત ₹૨૫,૧૫,૫૫૨/-અશોક લેલેન્ડ ડાલુ – કિંમત ₹૧૦,૦૦,૦૦૦/-કુલ મુદ્દામાલ: ₹૩૫,૧૫,૫૫૨/- જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, પોલીસને જોઈને ડાલાનો ચાલક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો, જેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.

PCBની પ્રશંસનીય કામગીરી, સ્થાનિક નારોલ પોલીસ કેમ નિષ્ક્રિય?

આ આખા ઓપરેશનમાં પી.સી.બી.ની ટીમે જે રીતે સચોટ બાતમી મેળવીને રેડ કરી, તેની ઉચ્ચ અધિકારીઓ દ્વારા ભારે પ્રશંસા થઈ રહી છે. પરંતુ, આ સફળતાની સાથે જ સ્થાનિક નારોલ પોલીસ સ્ટેશનની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે. જે હાઈવે પર ચોવીસ કલાક પેટ્રોલીંગના દાવા કરવામાં આવે છે, તે જ રોડ પર મુખ્ય હોટલોની વચ્ચે આટલો મોટો દારૂનો જથ્થો પહોંચી ગયો અને સ્થાનિક પોલીસને ગંધ સુદ્ધાં ન આવી!

ચર્ચા છે કે કાં તો સ્થાનિક પોલીસ સાવ નિષ્ક્રિય છે અથવા તો બુટલેગરો સાથેની કોઈ છૂપી ગોઠવણના કારણે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હતા.

દારૂબંધી માટે કમિશનર અનુપમસિંહ ગેહલોત કટિબદ્ધ:-

અમદાવાદના નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળતા જ સ્પષ્ટ કરી દીધું હતું કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાથે કોઈ સમાધાન નહીં થાય. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ માટે તેઓ સંપૂર્ણ કટિબદ્ધ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, કમિશનર ગેહલોતે તમામ એજન્સીઓને મુક્ત દોર આપ્યો છે કે દારૂ કે ડ્રગ્સનું દૂષણ ફેલાવનારા ગમે તેટલા મોટા માથાઓ હોય, તેમને છોડવામાં ન આવે.નારોલની આ રેડ બાદ હવે એ જોવાનું રહેશે કે નિષ્ક્રિય સાબિત થયેલી સ્થાનિક પોલીસ સામે કમિશનર ગેહલોત કેવા કડક પગલાં ભરે છે.


EXCLUSIVE: અમદાવાદમાં PCBનું મોટું ઓપરેશન: ₹35 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, સ્થાનિક નારોલ પોલીસ ઊંઘતી ઝડપાઇ!

Related posts

ઓલપાડ કોંગ્રેસના બાહુબલી ઉમેદવાર દર્શન નાયકનો
પ્રચાર કરવા શંકરસિંહ વાઘેલાએ જંગી સભા સંબોધી,
છેલ્લા ૨૭ વર્ષથી ભારતીય જનતા પાર્ટી પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે, ગુજરાતમાં ૫૦ લાખ લોકો બેકાર છે : બાપુ

Ritesh Parmar

વડોદરામાં સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો, હરણીમાં 400 થી વધુ પેટી ઇંગ્લિશ દારૂ ઝડપાયો! ટ્રક ડ્રાઈવરની ધરપકડ, લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો, વડોદરા પોલીસ ઊંઘતી ઝડપાઈ

Ritesh Parmar

રક્ષાબંધન સાતમ-આઠમના તહેવાર નિમિતે દારૂ પ્યાસીઓમાં રેલમછેલ થાય તે પહેલા અમદાવાદ PCB એ સપાટો બોલાવ્યો, 2.27 લાખના ઈંગ્લીશ દારૂ સાથે એક ઇસમની કરી ધરપકડ

Ritesh Parmar

Leave a Comment