Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતના APMC શાકભાજી બજારમાં ચાલતી ગેરરીતિ સામે બોર્ડના ડિરેક્ટરોએ જ વાંધો ઉપાડ્યો! APMC ના ચેરમેન સામે અવિશ્વાસની દરખાસ્ત, અગાઉ અનેક વખત કરાઈ હતી રજૂઆતો તેમ છતાં કાર્યવાહી કેમ ના કરાઈ: દર્શન નાયક

સુરતના APMC શાકભાજી બજારમાં ચાલતી ગેરરીતિ સામે બોર્ડના ડિરેક્ટરોએ જ વાંધો ઉપાડ્યો! APMC ના ચેરમેન સામે અવિશ્વાસની દરખાસ્ત, અગાઉ અનેક વખત કરાઈ હતી રજૂઆતો તેમ છતાં કાર્યવાહી કેમ ના કરાઈ: દર્શન નાયક

Our Visitor

013169
Total Users : 13169
Total views : 15416
Who's Online : 2

સુરતના APMC શાકભાજી બજારમાં ચાલતી ગેરરીતિ સામે બોર્ડના ડિરેક્ટરોએ જ વાંધો ઉપાડ્યો! APMC ના ચેરમેન સામે અવિશ્વાસની દરખાસ્ત, અગાઉ અનેક વખત કરાઈ હતી રજૂઆતો તેમ છતાં કાર્યવાહી કેમ ના કરાઈ: દર્શન નાયક
સુરત એપીએમસી એ શાકભાજી માટે ગુજરાતની સૌથી મોટી બજારો પૈકી એક શાકભાજી બજાર છે. જે ૧,૩૦,૫૧૧ ચોરસ કી.મી ક્ષેત્રફળમાં વિસ્તરેલ સમગ્ર સુરત શહેર સહિત ચોર્યાસી તાલુકા અને ૧૧૦ ગામ ને સેવા પૂરી પાડે છે અને રોજિંદી ચીજવસ્તુ સહિત લીલા પાંદડાવાળા શાકભાજી તેમજ તમામ પ્રકારના ફૂલો, ફળો નું ખરીદ-વેચાણ થાય છે. ગુજરાત સિવાય ના રાજ્યો માંથી પણ અહીંયા શાકભાજી આવે છે.
દર્શન નાયક : સહકારી અને ખેડૂત આગેવાન

સુરત
એપીએમસી ની સ્થાપના થઇ ત્યારે ખેડૂતોને તેઓની ઉત્પાદિત ચીજ વસ્તુઓનું યોગ્ય આર્થિક ઉપાર્જન મળી રહે તેમજ સહકારી મૂલ્યોની જાળવણી માટેનો હેતુ હતો. જોકે, છેલ્લા ઘણા વર્ષોથી સુરત એપીએમસી ના વહીવટકર્તાઓ દ્વારા થઈ રહેલ ગેરવહીવટ અંગે વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. ખેડૂતોને શાકભાજીના પોષણક્ષમ ભાવો ન મળવાની વાત હોય કે વહીવટમાં ખામી ની બાબત હોય અમો દ્વારા અગાઉ જિલ્લા રજિસ્ટ્રાર અને રાજ્ય સરકારમાં અનેક વખત રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ પગલાં લેવાયા નથી. ઉલ્ટાનું વહીવટકર્તાઓને ક્લીનચીટ આપી દેવામાં આવતી હતી.
જયારે હાલમાં સુરત એપીએમસી ના ચેરમેન રમણ જાની સામે અવિશ્વાસની દરખાસ્ત બોર્ડના જ ડિરેક્ટરોએ રજૂ કરી છે ત્યારે સવાલ એ થાય કે છેલ્લા ત્રણ વર્ષથી ડિરેક્ટરોએ બોર્ડની મિટિંગોમાં વહીવટી બાબતોમાં કોઈ પણ વાંધો કેમ ન લીધો ? એવું તો શું થયું કે ચાલુ ચેરમેન વિરુદ્ધ જ અવિશ્વાસ ની દરખાસ્ત લાવવી પડી ? છેલ્લા ઘણા સમયથી સુરત એપીએમસી ને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ રાજકીય પ્લેટફોર્મ બનાવી દીધું હોય તેમ અવારનવાર મુખ્યમંત્રીશ્રી, રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના કાર્યક્રમો યોજી મોટા ઉપાડે ખેડૂતોના હિતની વાતો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક ઓર જ છે..!
હાલની બોર્ડર્ની મુદત હવે આગામી 5 મહિનામાં પૂર્ણ થાય છે ત્યારે તેવા સમયે ચેરમેન રમણ જાની સામે અવિશ્વાસની દરખાસ્ત સામે પણ અનેક પ્રશ્નો અને શંકા ઉભી થાય છે ? શું પડદા પાછળ કોઈ જમીનના સોદા ના વહીવટની લેવડદેવડ કે તકરાર કારણભૂત છે ? ક્યાંક ને ક્યાંક દાળમાં કંઈક કાળું હોવાની શંકા જઈ રહી છે કે પછી આખી દાળ જ કાળી છે ? એ પણ એક તપાસનો અને વિચાર માંગી લેતો કોયડો છે. આ બાબતે ખેડૂતો અને સહકારી સંસ્થાના આગેવાનો અને રાજકીય આગેવાનો એ વિચારવું જોઈએ. સહકારી મૂલ્યો અને ખેડૂતોના ઉત્થાન ની વાત કરવા વાળા ની જ જો આવી નીતિ અને શંકાસ્પદ ભૂમિકા સામે આવશે તો જગતનો તાત બિચારો કોને ફરિયાદ કરશે ? આજની સહકારની ભાવના વિના સહકાર નહીં ઉદ્ધાર ના બદલે ‘વિના લાભ નહીં સહકાર’ ની નીતિ અમલમાં આવી રહી છે. હાલના રાજકારણમાં સત્તા, પૈસા અને ખુરશીની રમતનો ખેલ બાદ સહકારી ક્ષેત્રમાં આવા ખેલ ની શરૂઆત..? હવે પછી કઇ સહકારી સંસ્થા અને પ્રમુખનો વારો…?

સુરતના APMC શાકભાજી બજારમાં ચાલતી ગેરરીતિ સામે બોર્ડના ડિરેક્ટરોએ જ વાંધો ઉપાડ્યો! APMC ના ચેરમેન સામે અવિશ્વાસની દરખાસ્ત, અગાઉ અનેક વખત કરાઈ હતી રજૂઆતો તેમ છતાં કાર્યવાહી કેમ ના કરાઈ: દર્શન નાયક

Related posts

આખરે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને આસામ કોર્ટમાંથી મળ્યા જામીન, વડા પ્રધાન મોદી વિરૃદ્ધ ટ્વિટ મામલે થઈ હતી ધરપકડ! ત્યારબાદ આસામના મહિલા પોલીસ સાથે હાથાપાઈના આરોપમાં થઈ હતી જેલ

Ritesh Parmar

ગુજરાતમાં વધુ એક લંપટ ભુવાનું કારસ્તાન સામે આવ્યું! તાપીમાં યુવતી સાથે વિધિ કરવાનાં બહાને જંગલમાં લઈ જઈ શારીરિક અડપલા કર્યા, યુવતીએ સમયસર પોલીસને જાણ કરી દેતા હવસખોર ભુવાની ધરપકડ

Ritesh Parmar

અમદાવાદ / મનોજ ફાઉન્ડેશન ડે નિમિતે કુબેરનગર પ્રાથમિક ઇંગ્લિશ સરકારી શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું! 500 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાની કલા કોશલ્યનું સુંદર પ્રદર્શન કર્યુ, ફાઉન્ડેશન દ્વારા બાળકોને પુરષ્કાર આપી સન્માનિત કરાયા

Ritesh Parmar

Leave a Comment