
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
એક તરફ આજે આખો દેશ શિક્ષક દિવસની ઉજવણી કરી રહ્યો છે, ઠેર-ઠેર શિક્ષકોનું સન્માન કરવામાં આવી રહ્યું છે તો બીજી બાજુ ગીર સોમનાથ જિલ્લામાં એક શિક્ષકે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના થોરડી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક ઘનશ્યામભાઈ અમરેલીયાએ શાળાના જ ઓરડામાં પંખા પર લટકી ગળેફાંસો ખાઈ લીધો હતો.
આ દરમિયાન શાળાના સ્ટાફનું ધ્યાન પડતા તાત્કાલિક જ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ થોરડી ગામે દોડી આવી છે.

પોલીસને શિક્ષકના મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી છે. સુસાઈડ નોટમાં મૃતક શિક્ષકે બે ટીપીઓ અને એક આચાર્ય દ્વારા તેમની પાસેથી મોટી રકમની માંગણી કરી ત્રાસ આપતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
હાલ પોલીસે શિક્ષકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે અને સુસાઇડ નોટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.







Total Users : 12989
Total views : 15213
Who's Online : 0