
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
અરવલ્લી પંથકમાં બે ટ્રક સામ સામે અથડાતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બે ટ્રક સામસામે અથડાતા ટ્રકમાં વિકરાળ આગ લાગવા માડી હતી અને વટેમાર્ગુઓનાં પણ શ્વાસ અદ્ધર થઇ જવા પામ્યા હતા. અથડાયેલા ટ્રકમાં આગ લાગવાના કારણે રસ્તા પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી.આ સડક દુર્ઘટનામાં બે લોકોના મોત નિપજ્યાં હતા
મોડાસાના ગઢડા કંપા નજીક સામ-સામે આવતા બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા અરેરાટી પ્રસરી ગઈ છે ગઢડા કંપા નજીક બે ટ્રક સામસામેથી પસાર થઇ રહી હતી એવામાં અચાનક જ બંને ટ્રક અથડાઈ હતી.
જોરદાર ધડાકા સાથે બંને ટ્રક અથડાતા અચાનક જ બંને ટ્રકમાં આગ ફાટી નીકળી હતી. આગના ગોટે-ગોટાથી આકાશ કાળું ડીબાંગ થઇ જવા પામ્યું હતું.અને રસ્તા પર ટ્રાફિક જામ જેવા દૃશ્યો સર્જાયા હતા
આ ગમખ્વાર દુર્ઘટનામાં બે વ્યક્તિઓના મોત થયા હતા. દુર્ઘટનામાં માર્યા ગયેલા બંને રાજસ્થાનના ઉદેપૂરના વતની હતા અને એક ડ્રાઈવર અને એક ક્લીનર હતો. દુર્ઘટનાની જાણ થતા જ મોડાસાની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને આગ પર જહેમત બાદ કાબૂ મેળવાયો હતો.






Total Users : 13123
Total views : 15361
Who's Online : 1