Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ / અખબારનગરમાં મોટી લૂંટ, આંગડિયા કર્મચારી પાસેથી 25 લાખ છીનવીને લૂંટારાઓ ફરાર, પોલીસમાં દોડધામ

અમદાવાદ / અખબારનગરમાં મોટી લૂંટ, આંગડિયા કર્મચારી પાસેથી 25 લાખ છીનવીને લૂંટારાઓ ફરાર, પોલીસમાં દોડધામ

Our Visitor

013079
Total Users : 13079
Total views : 15316
Who's Online : 0

અમદાવાદ / અખબારનગરમાં મોટી લૂંટ, આંગડિયા કર્મચારી પાસેથી 25 લાખ છીનવીને લૂંટારાઓ ફરાર, પોલીસમાં દોડધામ
પ્રતિકાત્મક તસ્વીર

અમદાવાદ: શહેરમાં દિન-પ્રતિદિન લૂંટ અને ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે ફરી એકવાર આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી લેવાનો બનાવ બન્યો છે. શહેરના અખબારનગર વિસ્તારમાં રાત્રે રૂ.27 લાખના સોનાના દાગીના ભરેલી બેગ લઈને જતા આંગડિયા પેઢીના કર્મચારીને બાઈક પર આવેલા કેટલાક લૂંટારૂઓએ લઈને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ વાડજ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.મસાલો ખાવા ગલ્લે ઊભા હતા કર્મચારીઓ
વિગતો મુજબ, શહેરના અખબાર નગર પાસેથી રાતના સમયે પટેલ અમૃત કાંતિલાલ આંગડિયા પેઢીના બે કર્મચારી રૂ.27 લાખના દાગીના ભરેલી બેગ લઈને માણેકચોક ખાતેની પેઢીએ જઈ રહ્યા હતા. દરમિયાન તેઓ ચાર રસ્તા પાસે મસાલો ખાવા માટે ઊભા રહ્યા હતા. આ સમયે બાઈક પર આવેલા બે લૂંટારૂ એક્ટિવાનો આગળનો થેલો ઉતારીને ફરાર થઈ ગયા હતા. બાઈક પર આવેલા કેટલાક શખ્સોએ કર્મચારીના હાથમાં બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. લૂંટનો બનાવ બનતા જ વાડજ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી

લૂંટનો બનાવ બનતા જ પોલીસે અખબાર નગરથી મેઈન રોડ તેમજ લૂંટારૂઓ જે રસ્તેથી ભાગ્યા તે તમામ રસ્તાઓ પર ચેકિંગ હાથ ધર્યું છે. તેમજ રસ્તામાં આવતી દુકાનોના સીસીટીવીના આધારે લૂંટારૂઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ દ્વારા શકમંદો વ્યક્તિઓની ઓખળ કરવામાં આવી રહી છે. ત્યારે લોકોની ચહલ-પહલથી ભરેલા રોડ પર આ રીતે લૂંટનો બનાવ બનતા ભારે ચકચાર મચી જવા પામી હતી.


અમદાવાદ / અખબારનગરમાં મોટી લૂંટ, આંગડિયા કર્મચારી પાસેથી 25 લાખ છીનવીને લૂંટારાઓ ફરાર, પોલીસમાં દોડધામ

Related posts

ભરૂચ / પોલીસકર્મીઓ દ્વારા મુદ્દામાલ તરીકે જપ્ત કરેલા 25 લાખ ચોરી કરવાનાં મામલે સજાનો હુકમ! બે પોલીસકર્મીઓને થઈ 13 વર્ષની સજા

Ritesh Parmar

સુરત/ ગ્રીષ્મા હત્યાંના વિરોધમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના ગૃહમંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહાર, કહ્યું થોડી શરમ હોય તો રાજીનામુ આપો, રાજીનામુ નહી આપો તો અમે ગુજરાતમાં તમને શોધવા નીકળીશુ

Ritesh Parmar

મહેસાણા / રસ્તાનો કાંટો હટાવવા 17 વર્ષની નિર્દોષ કિશોરી ભૂમિના માથામા હથોડો મારી તેને સળગાવી નાખી, પોલીસ તપાસમાં હત્યારો ભૂમિની માતાનો પ્રેમી નીકળ્યો

Ritesh Parmar

Leave a Comment