Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

મહેસાણા / રસ્તાનો કાંટો હટાવવા 17 વર્ષની નિર્દોષ કિશોરી ભૂમિના માથામા હથોડો મારી તેને સળગાવી નાખી, પોલીસ તપાસમાં હત્યારો ભૂમિની માતાનો પ્રેમી નીકળ્યો

મહેસાણા / રસ્તાનો કાંટો હટાવવા 17 વર્ષની નિર્દોષ કિશોરી ભૂમિના માથામા હથોડો મારી તેને સળગાવી નાખી, પોલીસ તપાસમાં હત્યારો ભૂમિની માતાનો પ્રેમી નીકળ્યો

Our Visitor

012989
Total Users : 12989
Total views : 15213
Who's Online : 0

મહેસાણા / રસ્તાનો કાંટો હટાવવા 17 વર્ષની નિર્દોષ કિશોરી ભૂમિના માથામા હથોડો મારી તેને સળગાવી નાખી, પોલીસ તપાસમાં હત્યારો ભૂમિની માતાનો પ્રેમી નીકળ્યો

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

રાજ્યમાં ક્રાઈમની ઘટનાઓ અવાર નવાર સામે આવે છે. ત્યારે બે દિવસ પહેલા મહેસાણા બાયપાસ નજીક ખારી નદી નીચેથી એક યુવતીની સળગાવેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બાબતે મહેસાણા પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે તપાસ કરીને હત્યાનો ભેદ ઉકેલી કાઢયો હતો અને પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે યુવતીની હત્યા તેની માતાના પ્રેમીએ કરી હતી.

રિપોર્ટ અનુસાર 30 નવેમ્બરના રોજ ખારી નદીની નીચેથી એક યુવતીની સળગેલી હાલતમાં મહેસાણા પોલીસને લાશ મળી આવી હતી. તેથી પોલીસે લાશનો કબજો લઇ યુવતીની ઓળખ કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે મૃતકનું નામ ભૂમિ છે અને તેની ઉંમર 17 વર્ષની છે. ત્યારબાદ પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે 17 વર્ષની ભૂમિની માતા કામિનીને ચાણસ્મામાં રહેતા પરેશ જોષી નામના એક યુવક સાથે પ્રેમસંબંધ હતો અને છેલ્લે ભૂમિ માતાના પ્રેમી સાથે જોવા મળી હતી. ત્યારબાદ પોલીસે પરેશ જોષીની પૂછપરછ કરી અને પરેશ જોષી પોલીસની પૂછપરછમાં પડી ભાંગ્યો અને હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો.

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે ભૂમિ તેના પરિવારની સાથે જ્યારે ચાણસ્મામાં રહેતી હતી ત્યારે તેની બાજુમાં પરેશ જોષી નામના યુવક રહેતો હતો. તે દરમિયાન પરેશ અને કિશોરીની માતા કામિનીને પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારબાદ પરેશ અને કામિની બંને પરિવારથી દૂર સિદ્ધપુર રહેવા ચાલ્યા ગયા હતા અને માતાની પાછળ-પાછળ ભૂમિ પણ તેની સાથે રહેવા ગઇ હતી. ભૂમિને માતા પરેશ સાથે રહે તે પસંદ ન હતું. તેથી તે આ બાબતનો વિરોધ કરતી હતી. આ કારણે ભૂમિને રસ્તા પરથી હટાવવા માટે પરેશે ભૂમિની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો. 29 નવેમ્બરના રોજ પરેશ ભૂમિને મહેસાણા ફરવા લઈ ગયો અને ત્યાં નુગર ગામ નજીક ભૂમિના માથામાં હથોડા જેથી તેની હત્યા કરી હતી અને ત્યારબાદ લાશને સળગાવી દીધી હતી. આ ઘટના બાદ પરેશ સિદ્ધપુર આવી ગયો. જ્યારે કામિનીએ ભૂમિ બાબતે પરેશને પૂછ્યું ત્યારે પરેશે એક વાર્તા ઘડીને કહ્યું કે ભૂમિ સિદ્ધપુર ચોકડી નજીકથી રીક્ષામાં બેસી ગઈ હતી. તે ઘરે કેમ નથી આવી તે નથી ખબર પરંતુ પોલીસ પૂછપરછમાં પરેશ પડી ભાંગ્યો અને હત્યાની કબૂલાત કરી.


મહેસાણા / રસ્તાનો કાંટો હટાવવા 17 વર્ષની નિર્દોષ કિશોરી ભૂમિના માથામા હથોડો મારી તેને સળગાવી નાખી, પોલીસ તપાસમાં હત્યારો ભૂમિની માતાનો પ્રેમી નીકળ્યો

Related posts

ભાવનગરમાં માતાજીના માંડવામાં ધૂણી રહેલા ભુવાજીને આવ્યો હાર્ટ એટેક, રમતા રમતા ભુવાજી ઢળી પડ્યા, કેમેરામાં કેદ થયો રૂંવાડા ઉભા કરી દેનારો વિડીયો

Ritesh Parmar

ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે
કુબેરનગર વિસ્તારમાં આપ ના કાર્યકારોએ સફાઈ અને માસ્ક વિતરણ કર્યું

Ritesh Parmar

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયક દ્વારા કરાયેલ RTI માં ચોકાવનારી માહિતી સામે આવી!સુરત જિલ્લા અને તાલુકા પંચાયતની કચેરીઓમાં અ..ધ્ધ..ધ ૧૬૫૦ જગ્યાઓ ખાલી,વિકાસના કામોને પડી રહી છે પ્રતિકૂળ અસરો

Ritesh Parmar

Leave a Comment