Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગૌરવ ગુજરાતનું / ગુજરાત રાજ્યના પોલીસ બેડામાં ખુશીનો માહોલ: 2 અધિકારીઓને વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ મેડલ, 12 અધિકારીઓને પણ મળ્યા રાષ્ટ્રપતિ પોલીસ મેડલ

Our Visitor

012985
Total Users : 12985
Total views : 15204
Who's Online : 0

રાજ્યના પોલીસ બેડામાં આજે ખુશીની લહેર પ્રસરી છે. આજે વિશિષ્ટ સેવા અંગે રાજ્યના એક સાથે 2 પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અપાયા છે.
ત્યારે અન્ય 12 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પોલીસ મેડલ માટે પસંદગી કરવામાં આવી હતી. આમ કુલ 14 પોલીસ અધિકારીઓ અને જવાનોને મહામહીમ રાષ્ટ્રપતિ મેડલ આપવામાં આવ્યા હતા.

પ્રજાસત્તાક દિવસ, 2023ના અવસરે કુલ 901 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા છે. 140ને પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી, 93ને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (PPM) એનાયત કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના 12 પોલીસ કર્મીને ને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (PPM) એનાયત કરવામાં આવ્યા અને 02 પોલીસ કર્મીને મેરિટોરિયસ સેવા માટે પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા છે.

દેશભરમાં 74માં પ્રજાસત્તાક પર્વેની ઉજવણી થઈ રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પ્રજાસત્તાક દિવસ 2023ના અવસર પર ગુજરાતના બે પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 12 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પોલીસ મેડલ માટે નામ જાહેર કરાયા હતા. જે સંદર્ભમાં આજરોજ જાહેર થયેલ પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ ને મેડલ આપી સન્માનિત કરાયા હતા.

રાષ્ટ્રપતિ મેડલ માટે ADGP અનુપમસિંહ ગેહલોત અને ATSના DSP કે.કે. પટેલની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે અન્ય 12 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પોલીસ મેડલ માટે પસંદગી કરવામાં આવી હતી.

વિશિષ્ટ સેવા અંગે પોલીસ
મેડલ(PPM)
ADGP અનુપમસિંહ ગેહલોત
ATSના DSP કે.કે. પટેલ

પ્રશંસનીય સેવા માટે પોલીસ મેડલ(PM)
ગૌતમ પરમાર
પરીક્ષિતા રાઠોડ
ભાવેશ રોજીયા
જિતેન્દ્રસિંહ વાઘેલા
પ્રદ્યયુમનસિંહ વાઘેલા
કિરીટસિંહ રાજપુત
ભગવાનભાઈ રંજા
ઝુલ્ફીકાર ચૌહાણ
હિતેશકુમાર પટેલ
અજયકુમાર સ્વામી
બાલકૃષ્ણત્રિવેદી
યુવરાજસિંહ રાઠોડ

પોલીસ વડાએ પાઠવ્યા અભિનંદન

રાજ્યના એક સાથે 14 પોલીસ અધિકારીઓ અને જવાનોને મહામહીમ રાષ્ટ્રપતિ મેડલ જાહેર થયા છે. ત્યારે આ ગણતંત્ર દિવસે તમામને મેડલ એનાયત કરવામાં આવ્યા છે . આ તકે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ તમામને અભિનંદન પાઠવ્યા હતા.


ગૌરવ ગુજરાતનું / ગુજરાત રાજ્યના પોલીસ બેડામાં ખુશીનો માહોલ: 2 અધિકારીઓને વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ મેડલ, 12 અધિકારીઓને પણ મળ્યા રાષ્ટ્રપતિ પોલીસ મેડલ

Related posts

લાંચ / રાજકોટના માલવિયા નગર પોલીસ સ્ટેશનના મહિલા ASI રૂ. 10,000ની લાંચ લેતા એસીબીનાં હાથે ઝડપાયા, લોકઅપમાં નહી રાખવા તેમજ માર નહી મારવાના માંગ્યા હતા 20 હજાર

Ritesh Parmar

પાટણમાં સગા મામાના છોકરાએ ફોઈના છોકરાનું ઢીમ ઢાળી દીધું! સરાજાહેર બજારની વચ્ચે તીક્ષ્ણ હથિયારના ઉપરા છાપરી ઘા મારી હત્યાં નીપજાવી, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરુ કરી

Ritesh Parmar

હેપ્પી બર્થડે અમદાવાદ, આજે અમદાવાદનું 611મું સ્થાપના દિવસ, અમદાવાદ આખરે ઐતિહાસિક કેમ છે તેની સંપૂર્ણ વિગત જાણો

Ritesh Parmar

Leave a Comment