Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદમાં ‘નાઈટ હાફ મેરેથોન’ને મુખ્યમંત્રીએ કરાવ્યું ફ્લેગ ઑફ, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, નશામુક્તિના સંદેશા માટે શહેરના માર્ગો પર અમદાવાદીઓ દોડ્યા, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસત્વ અને પોલીસની મહેનતથી સફળ થયો કાર્યક્રમ

Our Visitor

012985
Total Users : 12985
Total views : 15204
Who's Online : 0

અમદાવાદમાં ‘નાઈટ હાફ મેરેથોન’ને મુખ્યમંત્રીએ કરાવ્યું ફ્લેગ ઑફ, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, નશામુક્તિના સંદેશા માટે શહેરના માર્ગો પર અમદાવાદીઓ દોડ્યા, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસત્વ અને પોલીસની મહેનતથી સફળ થયો કાર્યક્રમ

અમદાવાદમાં આયોજિત નાઈટ હાફ મેરેથોનને (Ahmedabad Night Half Marathon) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે દોડવીરોનો ઉત્સાહ વધારતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સૌપ્રથમ તો પોલીસ વિભાગને અભિનંદન છે. કારણ કે તેમના દ્વારા ‘SAY NO TO DRUGS, YES TO LIFE’ જે થીમ પસંદ કરાઈ છે તે ખરા અર્થમાં યુવાનો અને તેમના દ્વારા સમગ્ર સમાજમાં પ્રસરશે.વડાપ્રધાન મોદીના સંકલ્પ અનુસાર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત બનાવવા માટેનો આ પ્રશંસનીય પ્રયાસ છે. મુખ્યમંત્રી શ્રીએ હાફ મેરેથોનના આયોજન બદલ અમદાવાદ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.

પોલીસ બેન્ડ

યુવાનો ડ્રગ્સના વ્યસનની ચુંગાલમાંથી બહાર આવે તે માટે ‘Youth against Drugs’ના સ્લોગન સાથે અમદાવાદ સિટી પોલીસ દ્વારા અમદાવાદ રિવરફ્રન્ટ પર નાઈટ હાફ મેરેથોનનું આયોજન કરાયું. જેમાં ૨૧, ૧૦ અને ૫ કિમી.ની કેટેગરીમાં ૭૫,૦૦૦થી વધુ નાગરિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

મેરેથોનના મંચ પરથી સંબોધન કરતા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજિત આ મેરેથોનમાં દોડવીરોના ઉત્સાહને કારણે ડ્રગ્સ સામેની લડાઈ માટે અમારો ઉત્સાહ વધી ગયો છે. તેમણે આહવાન કર્યું કે, આપણે ડ્રગ્સ નહિ પણ સ્પોર્ટ્સનું વલણ અપનાવીએ. ડ્રગ્સ સામેની લડાઈમાં આપણે એક થઈને લડવાનું છે. હાફ મેરેથોનના ભવ્ય આયોજન બદલ તેમણે અમદાવાદ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.હાફ નાઈટ મેરેથોનમાં હજારો દોડવીરોને જોમ ચડાવવા માટે કિંજલ દવે, ભૂમિ ત્રિવેદી, યશ સોની સહિત મનોરંજન જગતના કલાકારોએ પર્ફોમન્સ અને હાજરી દ્વારા ઉપસ્થિત લોકોમાં જુસ્સો ભરી દીધો હતો.

નેવીના જવાનોએ લીધો ભાગઃખાસ તો આ મેરેથોનમાં BSF, નેવી, SRP સહિતના જવાનો અને સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા અનેક યુવાનોએ ભાગ લીધો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરથી આ મેરેથોનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.મેરેથોનનું આયોજનઃ5, 10 તેમજ 21 કિલોમીટરની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 કિલોમીટરની ફનરેસ, 10 કિલોમીટર અને 21 કિલોમીટરની મેરેથોનમાં પ્રથમ 5 ક્રમે આવનારા રનર્સને ઈનામ આપવામાં આવશે. પોલીસ દ્વારા કુલ 10,00,000 રૂપિયાના રોકડ રકમના ઈનામો રાખવામાં આવ્યા હતા. તો આ મેરેથોનમાં ભાગ લેનારા તમામ દોડવીરો માટે મેડિકલ ફેસિલિટી, ફિઝિયોથેરાપી તેમ જ હાઈડ્રેશન પોઇન્ટ પણ રાખવામાં આવ્યા હતા.

અમદાવાદ શહેરમાં નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. નશાની લતને જાકારો આપવા માટે શહેરના માર્ગો પર અમદાવાદીઓ દોડ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ હાજર રહ્યા હતા. અલગ અલગ જગ્યાએથી આવેલા દોડવીર પોતાના ઉત્સાહથી સમગ્ર વાતાવરણમાં ઉર્જા ફેલાવી હતી.

અમદાવાદમાં ‘નાઈટ હાફ મેરેથોન’ને મુખ્યમંત્રીએ કરાવ્યું ફ્લેગ ઑફ, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, નશામુક્તિના સંદેશા માટે શહેરના માર્ગો પર અમદાવાદીઓ દોડ્યા, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસત્વ અને પોલીસની મહેનતથી સફળ થયો કાર્યક્રમ

Related posts

વટવામાં સ્થાનિક પોલીસ રહેમ નજર હેઠળ ધમધતી દારૂની ભઠ્ઠીઓ પર વિજિલન્સ ત્રાટકીઃ પાંચ ઝડપાયા, દેશી દારૂનો મોટો જથ્થો તેમજ દારૂ બનાવવાની સમગ્ર સાધન સામગ્રી જપ્ત કરાઈ, સ્થાનિક પોલીસની પોલ ખુલી

Ritesh Parmar

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસકર્મી જ બન્યા વહીવટદાર? સૂત્રો

Ritesh Parmar

કર્ણાટક સંઘ,અમદાવાદ-ગુજરાતની 75મી વર્ષગાંઠ નિમિત્તે હીરક જયંતિ સમારોહના ભાગરૂપે કર્ણાટક દર્શન- 2022 કાર્યક્રમ યોજાયો! મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રહ્યા હાજર

Ritesh Parmar

Leave a Comment