Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ ના નાગરિકો ને ઇઝ ઓફ લિવિંગ સર્વેમાં ભાગ લેવા મનપાની અપીલ

અમદાવાદ ના નાગરિકો ને ઇઝ ઓફ લિવિંગ સર્વેમાં ભાગ લેવા મનપાની અપીલ

Our Visitor

012981
Total Users : 12981
Total views : 15200
Who's Online : 0

અમદાવાદ ના નાગરિકો ને ઇઝ ઓફ લિવિંગ સર્વેમાં ભાગ લેવા મનપાની અપીલ

અમદાવાદ:
મિનિસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ ભારત સરકાર દ્વારા ઈઝ ઓફ લીવીંગ ઈન્ડેક્ષ (Fol)અને મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઇન્ડેક્ષ [MP] એસેસમેન્ટ માટે માળખું તૈયાર કરવામાં આવ્યુ છે.. જે અંતર્ગત જુદા-જુદા શહેરો માટે જરૂરિયાત મુજબ અને પરિણામ આધારિત આયોજન અને શહેરી વિકાસ તરફ આગળ વધવામાં મદદરૂપ થાય તે મુજબની વાર્ષિક પ્રક્રિયા તરીકે નક્કી કરવામાં આવેલ. જેમાં ભાગ લેનાર ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરી પૈકી અમદાવાદ શહેર દ્વારા પણ ભાગ લેવામાં આવેલ છે.

ઇઝ ઓફ લીવીંગ ઇન્ડેક્ષ, ૨૦૨૨ એ મૂળભૂત ભૌતિક સુવિધાઓ જેવી કે ડેમોગ્રાફી, અર્થતંત્ર, શિક્ષણ, ઉર્જા, ફાઇનાન્સ, ગવર્નન્સ અને લોકજાગૃતિ હાઉસિંગ પર્યાવરણ, પાણી અને સ્વચ્છતા, સલામતી અને સુરક્ષા, સ્વાસ્થ્ય, પરિવહન, આયોજન, ધન કચરાનો નિકાલ વગેરે ક્ષેત્રો સાથે જોડાયેલ સ્વમૂલ્યાંકન પદ્ધતિ છે. જેમાં શહેરીજનોને ગુણવત્તાભરી જીવન શૈલી માટે જરૂરી એવા ૩ (ત્રણ) આધારસ્તંભો જેવા કે Quality of Life, Economic Ability, તેમજ કustainability છે. તેમજ Citizen Perception Survey 2022 દ્વારા મૂલ્યાંકન કરવામાં આવી રહેલ છે. આ ત્રણ આધારસ્તંભોને વધુ ૧૪ સેક્ટર્સમાં વિભાજિત કરવામાં આવ્યા છે, જેનું મૂલ્યાંકન ૪૪ર જેટલા ઈન્ડીકેટર્સ પર કરવામાં આવેલ છે. જેના આધારે મહાનગરપાલિકા કે નગરપાલિકાના ક્ષેત્રીય પ્રદાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહેલ છે,

ઈઝ ઓફ લીવીંગ ઇન્ડેક્ષ વિષે નાગરીકોને જાગૃત કરવા તેમજ નાગરિકોને આ સર્વેક્ષણમાં સામેલ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્તમાનપત્રોની જાહેરાતો, સોશીયલ મીડિયા, હોર્ડીંગ્સ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈ- ગવર્નન્સ વિભાગ દ્વારા સંચાલિત ૬૦ જેટલા સિવિક સેન્ટર્સ, શેઠ એમ. જે. લાયબ્રેરી, જીમ્નેશીયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, કાંકરિયા લેકફ્રન્ટ, રીવરફ્રન્ટ વિગેરે સ્થળો પર સ્ટેન્ડી મુકાવીને વગેરે માધ્યમથી વિવિધ ઇન્ફર્મેશન એજ્યુકેશન અને કોમ્યુનિકેશન (EC) પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ છે, અને અમદાવાદ શહેરનાં ઇઝ ઑફ લીવીંગ ઇન્ડેક્ષના વિવિધ પરિબળો માટે પોતાનાં પ્રતિભાવો આપવામાં આવી રહયા છે.

ઇઝ ઓફ લિવિંગ સીટીઝન પરસેપ્શન સર્વે 2022 અંતર્ગત વિવિધ રીતે એટલેકે સોશિયલ મીડિયાના માધ્યમો જેવા કે ફેસબુક, ટવીટર, લીંકડ ઈન, ઇન્સ્ટગ્રામ વિગેરે સહીત પ્રિન્ટ મીડિયા, વોલ ગ્રેફિટી, ઇનોવેટિવ ઇનિશિયેટિવ, રેફેરલ પ્રમોશન, કેમપેઇન, વિગેરે જેવા અલગ અલગ આયામો પર અમદાવાદ સ્માર્ટ સીટી વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીના ભાગરૂપે કુલ ૬૫,૦૦૦ થી વધુ નાગરીકો દ્વારા સદર સર્વેક્ષણમાં ભાગ લેવામાં આવેલ છે જે સ્માર્ટ સિટી અમદાવાદ લી. અ.મ્યુ.કો. તેમજ અમદાવાદ શહેરનાં નાગરીકો માટે ગૌરવપૂર્ણ વાત છે.

ઇઝ ઓફ લિવિંગ સીટીઝન પરસેપ્શન સર્વે 2022 તા. ૩૧-૦૩-૨૦૧૩ સુધી ચાલુ રહેનાર છે. સદરહું ઇઝ ઓફ લિવિંગ સીટીઝન પરસેપ્શન સર્વે 2022માં ભાગ લઇ આપણા અમદાવાદ શહેરને ઇઝ ઓફ લિવિંગ સીટીઝન પરસેપ્શન સર્વેમાં પ્રથમ ક્રમે પહોંચાડવા અંગે પોતાનું યોગદાન આપવા સ્માર્ટ સિટી અમદાવાદ લી., અ.મ્યુ.કો. દ્વારા તમામ શહેરીજનોને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અપીલ કરવામાં આવી છે.


અમદાવાદ ના નાગરિકો ને ઇઝ ઓફ લિવિંગ સર્વેમાં ભાગ લેવા મનપાની અપીલ

Related posts

સળગતો સવાલ: સરદારનગરની એ ચીસ… ક્યાં સુધી હોમાતી રહેશે આપણી દીકરીઓ? વિધર્મીના ત્રાસના કારણે ૧૬ વર્ષની સગીરાએ આત્મહત્યા કરી!

Ritesh Parmar

સરદારનગર પોલીસ વિરૃદ્ધ બુટલેગરનો ગંભીર આક્ષેપ? બળજબરી પૂર્વક દારૂનો ધંધો કરવા કરે છે દબાણ, બુટલેગરે પીધું ફિનાઈલ, પોલીસે કહ્યું આક્ષેપ ખોટા, જુઓ વિડીયો

Ritesh Parmar

સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિજે બ્યુરોક્રેસી પર ઉઠાવ્યા ગંભીર સવાલ, કહ્યું સત્તા બદલતા જ પાટલી બદલી નાખે છે પોલીસ

Ritesh Parmar

Leave a Comment