
News:કરજણના કંબોલા ગામમાં વીજ કરન્ટ લાગવાથી એક ખેડૂતનું મોત નીપજ્યાંની ઘટના બની છે. ખેતરમાં એરંડાના પાકને પાણી વાળવા માટે ગયેલા ખેડૂતને વીજ શોક લાગ્યો હતો. બનાવની જાણ થતાં અન્ય ખેડૂતો અને ગ્રામજનો પહોંચ્યા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કરજણના કંબોલામાં રહેતા રાહુલ પટેલ ગામમાંજ ખેતર ધરાવે છે. એરંડાનો પાક લીધો હોવાથી રાહુલભાઈ ખેતરમાં પાણી વાળવા માટે ગયા હતા. એ સમયે તેમની બાજુમાંજ આવેલા ખેતર ધરાવતા મોતીભાઈ ગામીએ શેરડીના ખેતરની આસપાસ તારની વાડ પર કુવાની ઓરડીમાંથી વીજ કરન્ટ છોડ્યો હતો. એ સમયે ખેતરમાં પાણી વાળતા રાહુલાભાઈ તારની વાડને અડી જતાં તેમને કરન્ટ લાગ્યો હતો.

વીજ કરન્ટ લાગતાં જ રાહુલ પટેલનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ખેતરમાં પાણી વાળવા ગયેલા રાહુલભાઈ ઘરે જમવા માટે ન આવતા પત્નીએ મોબાઈલ પર ફોન કર્યો હતો, પરંતુ ફોન રિસિવ ન થતાં તેમણે રાહુલભાઈના મિત્રને જાણ કરી હતી. રાહુલભાઈના મિત્ર ખતરે તપાસ કરવા આવ્યા ત્યારે રાહુલભાઈ ખેતરની તારની વાડને અડીને મૃત હાલતમાં જોવા મળ્યા હતા. બનવાની જાણ વીજ કંપની અને પોલીસને કરવામાં આવી હતી.
બનાવની જાણ થતાં જ વીજ કંપનીના અધિકારીઓ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. વીજ કંપનીના અધિકારીઓએ બાજુના ખેતરના માલિક દ્વારા તારની વાડમાં છોડવામાં આવેલા વીજ કરન્ટનું કનેક્સન કાપી નાંખ્યું હતું અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.







Total Users : 12981
Total views : 15200
Who's Online : 0