Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ઓમિક્રોન ના દહેશતના કારણે સુરત ફફડ્યું, જો હવે પછી કોઈ સ્કુલ કે કોલેજમાં ઓમિક્રોનનો કેસ આવશે તો 14 દિવસ સુધી કરી દેવાશે બંધ!

ઓમિક્રોન ના દહેશતના કારણે સુરત ફફડ્યું, જો હવે પછી કોઈ સ્કુલ કે કોલેજમાં ઓમિક્રોનનો કેસ આવશે તો 14 દિવસ સુધી કરી દેવાશે બંધ!

Our Visitor

013130
Total Users : 13130
Total views : 15369
Who's Online : 3

ઓમિક્રોન ના દહેશતના કારણે સુરત ફફડ્યું, જો હવે પછી કોઈ સ્કુલ કે કોલેજમાં ઓમિક્રોનનો કેસ આવશે તો 14 દિવસ સુધી કરી દેવાશે બંધ!

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

કોરોનાના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોને ભારતમાં પગ પેસારો કરી દીધો છે. ઓમિક્રોનનો ટ્રાન્સમિશન રેટ ભારતમાં બીજી લહેર માટે જવાબદાર ડેલ્ટા વેરિએન્ટ કરતાં 3 ગણો વધારે છે.

ગુજરાતમાં પણ કોરોનાના નવા વેરિયન્ટનું સંક્રમણ ફેલાવાની દહેશત વ્યક્ત કરાઈ રહી છે. હાલ રાજ્યમાં સ્કૂલ-કોલેજો પણ રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે. ત્યારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય બાબતે સુરત મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે.

જે મુજબ કોઈપણ સ્કૂલમાં કે કોલેજમાં કોરોનાનો કેસ નોંધાશે તો તે સ્કૂલ-કોલેજને 14 દિવસ બંધ રાખવામાં આવશે.

મળતી માહિતી મુજબ, સુરતની શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોઝીટીવ આવવાની ઘટના બાદ સ્કુલ અને કોલેજમાં હવે કોઈ કોરોના પોઝીટીવ કેસ આવે તો 14 દિવસ સુધી બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સુરત મ્યુનિસિપલ કમિશનર બન્છાનિધી પાનીએ જણાવ્યું હતું કે, જે સ્કુલ કે કોલેજમાં કોઈપણ પોઝીટીવ આવશે તેને 14 દિવસ સુધી બંધ કરાવી દેવામાં આવશે. તેમજ કોલેજોમાં બીજો ડોઝ લીધો ન હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ નહી મળે અને સ્કૂલોના વિદ્યાર્થીઓ પાસે તેમના વાલીઓનું વેક્સિન સર્ટિફિકેટ મંગાવાશે.

મહત્વનું છે કે, સુરત મ્યુનિ. સંચાલિત સ્કુલમાં એક શિક્ષકા પોઝીટીવ આવતાં તેનો આખો પરિવાર પોઝીટીવ આવ્યો છે આ ઉપરાંત થોડા દિવસ પહેલાં અડાજણ વિસ્તારની એક સ્કુલના વિદ્યાર્થીનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. જેને લઈ તંત્ર હવે વધુ સતર્ક થયું છે.

ઓમિક્રોન ના દહેશતના કારણે સુરત ફફડ્યું, જો હવે પછી કોઈ સ્કુલ કે કોલેજમાં ઓમિક્રોનનો કેસ આવશે તો 14 દિવસ સુધી કરી દેવાશે બંધ!

Related posts

રાજકોટમાં ફરી એક વખત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ વિવાદમાં!કોન્સ્ટેબલ અને તેના મિત્રો પાસેથી નાસ્તાના પૈસા માંગતા લારી વાળાના 12 વર્ષના દીકરાને માર માર્યો! પોલીસ કોન્સ્ટેબલ અને તેના મિત્રોએ ઈંડાની લારીમાં તોડ-ફોડ કરી

Ritesh Parmar

અમદાવાદ /એરપોર્ટ પાસેના હાંસોલ વિસ્તારમાં પૂરપાટે આવી રહેલી કારે મહિલાને હવામાં ફંગોળી, ઘટના સ્થળેજ થયું મોત, જુઓ લાઈવ વિડીયો

Ritesh Parmar

અમદાવાદ /ભાજપના ગઢમાં જ ભાજપનો વિરોધ! રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના કાર્યકરો કે આગેવાનોએ ગામમાં આવવું નહીં એવા પોસ્ટર લાગ્યા

Ritesh Parmar

Leave a Comment