Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વડોદરા જિલ્લાના જરોદમાં વરસાદમાં ફસાયેલાં શ્રમજીવી પરિવારને PI બારોટ અને NDRF ની ટીમે ડૂબતા બચાવી લીધો

વડોદરા જિલ્લાના જરોદમાં વરસાદમાં ફસાયેલાં શ્રમજીવી પરિવારને PI બારોટ અને NDRF ની ટીમે ડૂબતા બચાવી લીધો

Our Visitor

013130
Total Users : 13130
Total views : 15369
Who's Online : 3

વડોદરા જિલ્લાના જરોદમાં વરસાદમાં ફસાયેલાં શ્રમજીવી પરિવારને PI બારોટ અને NDRF ની ટીમે ડૂબતા બચાવી લીધો

અહેવાલ – રીતેશ પરમાર

વડોદરામાં જાણે આભ ફાટ્યો હોય તેવી રીતે 13 ઇંચ થી વધુ મુશળધાર વરસાદ ખાબકતા શહેર અને જિલ્લામાં પૂર જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ હતી. ઠેર ઠેર સોસાયટી, ઘરો અને રોડ રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા. જેના લીધે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.ત્યારે આવી પરિસ્થિતિમાં એક શ્રમજીવી પરિવારના સાત સભ્યો 6 ફૂટ થી વધારે પાણીમાં ફસાઈ જતા તેમનો જીવ તાળવે ચોંટ્યો હતો. ફસાયેલાં પરિવારે તાત્કાલિક 100 નંબર ઉપર ફોન કરી જરોદ પોલીસની મદદ માંગી હતી.

જરોદના પીઆઈ બારોટે માનવતા મહેકાવી સાર્થક કર્યું કે પોલીસ પ્રજાની રક્ષક છે

વાઘોડિયા તાલુકાના જરોદ પોલીસને કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે ભાલીયાવગા ખાતેના ભાથીજી મહારાજના મંદિરનું સમારકામ કરી રહેલો રાજસ્થાની શ્રમજીવી પરિવાર કે જેમાં મહિલાઓ, નાના બાળકો સહીત કુલ સાત લોકો મંદિરે સુઈ રહ્યા હતા તે દરમ્યાન આસમાન થી આફત બની ખાબકેલા મુશળધાર વરસાદનો પાણી મંદિરમાં ઘુસી જતા મજુર પરિવાર મંદિર ઉપર ચઢી જઈ પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. અને પોલીસની સહાય મેળવવા કંટ્રોલ મેસેજ કરેલ છે. જેથી જરોદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે. એ બારોટે થોડુંક પણ વિલંબ કર્યા વગર તાત્કાલિક પોતાના પોલીસ સ્ટાફ સહીત રેસ્ક્યુ કરવાની સાધન સામગ્રી લઈ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યાં પીઆઇ બારોટે બહાદુરી પૂર્વક નિસહાય બનેલા શ્રમજીવી પરિવારને ડૂબતા બચાવી લેવા પોતાના જીવના જોખમની પરવાહ કર્યા વગર બચાવ કામગીરી હાથ ધરી હતી.

જરોદ પીઆઈ બારોટ અને તેમની સાથે પોલીસ સ્ટાફ 6 ફૂટ થી વધુ ઊંડા પાણીમાં ઉતરી બચાવ કામગીરી હાથ ધરી હતી

જરોદના પીઆઇ શ્રી જે એ બારોટે 6 ફૂટ થી પણ વધુ પાણીમાં ઉતરી જઈ દોરડા ફેંકી પાણીમાં ફસાયેલાં પરિવારનો રેસ્ક્યુ હાથ ધર્યું હતું. પરંતુ પાણીનો પ્રવાહ વધારે હોવાના લીધે આ યુક્તિમાં સફળતા ના મળી શકી હતી. હવે પરિસ્થિતિ વધુ વિકટ બનતી જોઈ પીઆઈ બારોટે સુજ બુજ વાપરી તાત્કાલિક NDRF ની ટીમનો સંપર્ક કર્યો હતો. અને ત્યારબાદ NDRF અને જરોદ પોલીસે સયુંકત રીતે બચાવ કામગીરી હાથ ધરીને પાણીમાં ડૂબતા ગરીબ અને મજુર પરિવારને સફળ રીતે બચાવી લીધો હતો.

સફળ રેસ્ક્યુના લીધે પરિવારનો જીવ બચી જતા શ્રમજીવી પરિવારે જરોદ પોલીસ અને NDRF ટીમનો આભાર માન્યો જુઓ વિડીયો

આપને જણાવી દઈએ કે રાજસ્થાનના ડુંગરપુરથી વડોદરા મજૂરી કરવા આવેલા રાજસ્થાની શ્રમજીવી પરિવાર જરોદના ભાલીયાવગા ખાતેના ભાથીજી મહારાજના મંદિરના સમારકામ માટે મંદિરમાં કામ કરતા દરમ્યાન આફત બનીને આવેલા વરસાદી પાણીના લીધે સંકટમાં ફસાઈ ગયો હતો.પાણીના વહાવમાં ડૂબવાથી બચવાં પરિવારના સાત સભ્યો જેમાં બે મહિલા, બે બાળકો અને ત્રણ પુરુષો સહીત તમામ મંદિરની ચોટી ઉપર ચઢી ગયા હતા. જેમાંથી એક મજદૂરે સમજદારી દાખવી તાત્કાલિક જરોદ પોલીસનો સંપર્ક કરી સમગ્ર વિગત જણાવી હતી. અને ત્યારબાદ જરોદના બહાદુર અને નીડર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એ બારોટે સમય સૂચકતા દાખવી અને પોતાના જીવની પરવાહ કર્યા વગર પોતાના પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી જઈ NDRF ના ટીમની મદદ લઈ સાત લોકોના જીવ બચાવી માનવતા મહેકાવી હતી. તેથી જ કહેવાય છે કે પોલીસ પ્રજાની રક્ષક છે. આ ઘટનામાં પોતાના પરિવારનો જીવ બચી જતા શ્રમજીવી પરિવારે જરોદના પીઆઈ બારોટ સાહેબનો ખુબ ખુબ આભાર પ્રકટ કર્યો હતો. અને સાથે સાથે NDRF ની સફળ કામગીરીને પણ બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે જરોદ પોલીસ અને પોલીસ ઇન્સ્પેક્ટર બારોટની પ્રસંશનીય કામગીરીને વડોદરાની જનતાએ વધાવી લઈ ચારે બાજુ પ્રશંસા કરી હતી. તો બીજીતરફ વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસના વડાએ વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસના ટ્વિટર હેન્ડલ ઉપર સમગ્ર ઘટનાના ફોટો મૂકી જરોદના પીઆઈ જે એ બારોટ સહીત સમગ્ર પોલીસ સ્ટાફ તેમજ NDRF ટીમની કામગીરીને અભિનંદન પાઠવ્યા હતા.


વડોદરા જિલ્લાના જરોદમાં વરસાદમાં ફસાયેલાં શ્રમજીવી પરિવારને PI બારોટ અને NDRF ની ટીમે ડૂબતા બચાવી લીધો

Related posts

ગુજરાત રાજ્યના પોલીસ બેડામાં મોટા પાયે PI ઓની બદલી! જાણો કોની ક્યાં બદલી કરાઈ તેનું સંપૂર્ણ લિસ્ટ

Ritesh Parmar

અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે હિન્દી મહાસંઘ દ્વારા નવા પદાધિકારીઓની નિયુક્તિ કરાઈ

Ritesh Parmar

અમદાવાદમાં જગતના નાથ ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા કોમી એકતા અને હર્ષો ઉલ્લાહસ સાથે શાંતિમય રીતે સંપૂર્ણ! અમદાવાદની જનતા અને હરિભક્તોએ ગુજરાત પોલીસનો આભાર પ્રકટ કર્યો, લાખો ભક્તોની જનમેદની ઉમટી પડી

Ritesh Parmar

Leave a Comment