Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુમ થયેલા જોડિયા બાળકોને ભેટી રડી પડ્યા પરિવારજનો! ACP પ્રદીપસિંહ જાડેજા અને ઈસનપુર પોલીસે માનવતા મહેકાવી, વાંચો સંપૂર્ણ વિગત….

ગુમ થયેલા જોડિયા બાળકોને ભેટી રડી પડ્યા પરિવારજનો! ACP પ્રદીપસિંહ જાડેજા અને ઈસનપુર પોલીસે માનવતા મહેકાવી, વાંચો સંપૂર્ણ વિગત….

Our Visitor

012989
Total Users : 12989
Total views : 15213
Who's Online : 0

ગુમ થયેલા જોડિયા બાળકોને ભેટી રડી પડ્યા પરિવારજનો! ACP પ્રદીપસિંહ જાડેજા અને ઈસનપુર પોલીસે માનવતા મહેકાવી, વાંચો સંપૂર્ણ વિગત….

અહેવાલ – રીતેશ પરમાર

અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારના મિલ્લત નગર ચાર મિનાર મસ્જિદ પાસે રહેતા 8 વર્ષના બે જોડિયા બાળકો ઘરે કોઈને જાણ કર્યા વિના નીકળી જતાં ચિંતિત પરિવારે તાત્કાલિક ઈસનપુર પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ત્યારબાદ પોલીસે ગણતરીના કલાકોમાં ગુમ બાળકોને શાહઆલમ વિસ્તારમાંથી શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
તારીખ 31 જુલાઈના રોજ ફરિયાદીના જોડિયા બાળકો ઘરે કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા,જે અંગે પરિવારજનોએ ભારે શોધખોળ છતાં દીકરાની ભાળ ન મળતા અંતે ઇસનપુર પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો.

“જે” ડિવિઝનના ACP પ્રદીપસિંહ જાડેજાએ જરૂરી માર્ગદર્શન આપી ગુમ થયેલ જોડિયા બાળકોને શોધી કાઢવા મહત્વની ફરજ નિભાવી

“જે” ડિવિઝનના ACP શ્રી પ્રદીપ જાડેજા સાહેબે સમગ્ર બનાવની વિગત જાણી તેની ગંભીરતા સમજીને ઇસનપુર પોલીસના સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી. એસ. જાડેજાને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. અને ગુમ થયેલા બાળકોને શોધી કાઢવા જણાવ્યું હતું. આ બાબતે ઈસનપુર પીઆઈ જાડેજાએ જુદી જુદી ટીમો બનાવી તપાસ આરંભી હતી. અને વહેલી તકે ગુમ બાળકને શોધી કાઢવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી સીસીટીવી અને હ્યુમન સોર્સિશના આધારે માહિતી મેળવવા સાથે વોટ્સએપ ગ્રુપમાં મેસેજો કરી, પોલીસ સ્ટેશનના આજુબાજુના રહીશોની મદદ મેળવી, મસ્જિદોમાં બાળકો ગુમ થયા બાબતનું એલાન કરાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.

ફરીયાદીને સાથે રાખી પોલીસે જાહેર સ્થળ જેવા કે, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, સીટી બસ સ્ટેશન, બગીચા, મોલ, ખાણીપીણીની જગ્યા વિગેરે ખાતે પણ તપાસ ચલાવી હતી. આ દરમ્યાન ગુમ બાળકો શાહઆલમ ખાતે હોવાની માહિતી સાપડતા પોલીસે બાળકને શોધી કાઢી પરિવારને સોંપવામાં આવ્યા હતા. ઇસનપુર પોલીસની સમય સૂચકતા અને તાત્કાલિક હાથ ધરેલ કાર્યવાહીના લીધે ગુમ થયેલ બે જોડિયા બાળકો રહેબર અને મહેકશને શોધી કાઢી તેમના પરિવારને હેમખેમ સુપ્રત કરવામાં આવ્યા હતા.

બાળકોના પરિવારજનોએ પોલીસનો આભાર પ્રકટ કર્યો..

અંતે 💫 _ઈસનપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા પરિવારજનોને બોલાવી, બાળકોનો કબ્જો સોંપવામાં આવતા, પરિવારજનો બાળકોને ભેટીને રડવા લાગેલ અને ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે ભાવવાહી દૃશ્યો સર્જાયેલ હતા. ઈસનપુર પોલીસ દ્વારા સમયસૂચકતા વાપરી, ત્વરિત કાર્યવાહી કરી, બાળકોને શોધી, તેના પરિવારજનો સાથે મિલન કરાવી આપતા, બાળકોના નપરિવારજનો દ્વારા અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યકત કરવામાં આવેલ હતો. ઈસનપુર પોલીસ દ્વારા પણ પોતાના બાળકોનું ધ્યાન રાખવા, પરિવારજનોને સમજણ આપી હતી.


ગુમ થયેલા જોડિયા બાળકોને ભેટી રડી પડ્યા પરિવારજનો! ACP પ્રદીપસિંહ જાડેજા અને ઈસનપુર પોલીસે માનવતા મહેકાવી, વાંચો સંપૂર્ણ વિગત….

Related posts

સુરત જિલ્લામાં ધમધમતા ગેરકાયદે ઝીંગા તળાવોના દબાણ દુર કરવા મુખ્યમંત્રીના દરબારમાં રાવ!
દર્શન નાયક દ્વારા કરાઈ રજુઆત, દબાણ કરનાર ઝીંગા માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ,
ઝીંગા તળાવને કારણે સમગ્ર વિસ્તારના પર્યાવરણ અને લોકોની આજીવિકાને અસર

Ritesh Parmar

આણંદ / લંપટ શિક્ષક બન્યો ભક્ષક, 10 માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ને કહ્યું પરીક્ષામાં પાસ થવું હોય તો મારી સાથે સેક્સ કરવું પડશે! અવારનવાર દુષ્કર્મ આચરી ગુરૂ-શિષ્યના પવિત્ર સંબંધને લાંછન લગાડ્યો

Ritesh Parmar

ગ્રેડ પે મામલે અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલે આંદોલન શરુ કર્યું, કર્યું અન્નજળનું ત્યાગ

Ritesh Parmar

Leave a Comment