Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદમાં સેવ હ્યુમિનિટી ઓર્ગનાઈજેશન દ્વારા સેલ્ફ ડિફેન્સનો કાર્યક્રમ યોજાયો,
9 થી 27 વર્ષની દીકરીઓને સ્વરક્ષણની તાલીમ અપાઈ,હવે પછી કોઈ દીકરી સાથે ગ્રીષ્મા વેકરીયા કે નિર્ભયા જેવું કૃત્ય ના થાય તેના માટે દીકરીઓને મજબૂત બનાવીશુ : પૂનમ પાંચાણી

અમદાવાદમાં સેવ હ્યુમિનિટી ઓર્ગનાઈજેશન દ્વારા સેલ્ફ ડિફેન્સનો કાર્યક્રમ યોજાયો,9 થી 27 વર્ષની દીકરીઓને સ્વરક્ષણની તાલીમ અપાઈ,હવે પછી કોઈ દીકરી સાથે ગ્રીષ્મા વેકરીયા કે નિર્ભયા જેવું કૃત્ય ના થાય તેના માટે દીકરીઓને મજબૂત બનાવીશુ : પૂનમ પાંચાણી

Our Visitor

003001
Total Users : 3001
Total views : 3678
Who's Online : 1

અમદાવાદમાં સેવ હ્યુમિનિટી ઓર્ગનાઈજેશન દ્વારા સેલ્ફ ડિફેન્સનો કાર્યક્રમ યોજાયો,9 થી 27 વર્ષની દીકરીઓને સ્વરક્ષણની તાલીમ અપાઈ,હવે પછી કોઈ દીકરી સાથે ગ્રીષ્મા વેકરીયા કે નિર્ભયા જેવું કૃત્ય ના થાય તેના માટે દીકરીઓને મજબૂત બનાવીશુ : પૂનમ પાંચાણી

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તાર ખાતેના મંગલ પાંડે હોલમાં સેવ હ્યુમિનિટી સંસ્થા તેમજ સરસ્વતી સ્કૂલ અને યાત્રા ઇંગ્લિશ સ્કૂલના સૌ જન્યમાં દીકરીઓ તેમજ મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે 9 થી 27 વર્ષીય દીકરીઓ તેમજ મહિલાઓ માટે ફ્રી સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પાછળનો હેતુ હાલના સમયમાં મહિલાઓ અને નાની દીકરીઓ સાથે બની રહેલી, છેડતી, દુષ્કર્મ, બળાત્કાર, હત્યાઓ, પોક્સો જેવી ગંભીર ઘટનાઓને ધ્યાનમાં રાખી સ્વરક્ષણ માટે તાલીમ આપવા ખાતર આયોજન કરવામાં આવ્યું હતું.

સેવ હ્યુમિનિટ સંસ્થાના સ્થાપક પૂનમબેન પાંચાણી એક સમાજ સેવિકા છે. તેમનું માનવું છે કે જે રીતે દિલ્હીની નિર્ભયા સાથે અધમ કૃત્ય આચારવામાં આવ્યું અને તેની હત્યાં નીપજાવવમાં આવી હતી તે ખુબજ દુઃખદ અને ઘૃણાસ્પદ ઘટના હતી. આ ઘટના થી આખા ભારત દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. તો બીજીતરફ મહિલાઓ અને સ્કૂલ કોલેજમાં ભણતી દીકરીઓની માનસિકતા ઉપર પણ ભારે અસર પડી હતી. દિલ્હીમાં બનેલ આ દુષ્કર્મ હત્યાંના બનાવથી દરેક માતાપિતા પોતાની દીકરીઓની સુરક્ષાને લઈ ચિંતિત જોવા મળ્યા હતા. ત્યારે આવીજ એક ચકચારી ઘટના ગુજરાતનાં સુરત શહેરમાં બની હતી. જ્યાં દિન દહાડે એક તરફી પ્રેમમાં પાગલ નરાધમ યુવકે ગ્રીષ્મા વેકરીયા નામની દીકરીનું ગળુ કાપીને હત્યાં નીપજાવી હતી. આ ઘટના બાદ અમદાવાદમાં રહેતી પૂનમ પાંચાણી આઘાતમાં સરી પડ્યા હતા. અને ઘટના થી પ્રેરિત થઈ નાની મોટી દીકરીઓ, યુવતીઓ, અને મહિલાઓને આત્મરક્ષણની તાલીમ આપવા માટે સેવ હ્યુમિનિટી નામ થી સંસ્થા શરુ કરી હતી. જેના ઉપલક્ષમા નિકોલ ખાતે મોટી સંખ્યામાં આ સેલ્ફ ડિફેન્સનો કાર્યક્રમ યોજાયો હતો.

વધુમાં આ કાર્યક્રમ અંતર્ગત સેવ હ્યુમિનિટીના સંસ્થાપક પૂનમ પાંચાણીએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, દીકરીઓને પાપા કી પરી માંથી અમે પાપાકી શેરની બનાવવાનું અભિયાન અમે શરુ કર્યું છે. આજના સમયમાં માતા પોતાની દીકરીને રોટલી વણતા સીખવાડે છે પરંતુ અમારી સંસ્થા દ્વારા દીકરીઓની કે મહિલાઓની છેડતી કરનારા દુષ્ટ લોકો, જાહેર રોડ કે અવાવરી જગ્યાઓ ઉપર મહિલાઓ દીકરીઓની એકલતાનો લાભ ઉઠાવી પજવણી કરતા ટપોરીઓનો સામનો કેવી રીતે કરવો તેમજ જરૂર પડવા સમયે તેમના હાથ પગ ઉપર ઈજા પહોંચાડવાની તાલીમ આપવાનું અમારી સંસ્થા દ્વારા પુરી પાડવાનું કામ અમે શરુ કર્યો છે.

તમને જણાવી દઈએ કે હાલના સમયમાં મહિલાઓ, યુવતીઓ, અથવા સ્કૂલ કોલેજમાં ભણતી દીકરીઓ સાથે છેડતી, અને અન્ય ઘણા પ્રકારના બનાવો બનતા હોય છે. જેને ધ્યાનમાં રાખી અમદાવાદની એક નીડર અને બાહોશ મહિલા પૂનમ પાંચાણીએ એક અનોખો પ્રયાસ કર્યો હતો. પૂનમ પાંચાણી અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહે છે. અને છેલ્લા ઘણા સમયથી સામાજિક કાર્યકર્તા તરીકે ફરજ બજાવે છે. તો બીજીતરફ મહિલાઓ સાથે દેશ અને ગુજરાતમાં બનતી ઘટનાઓથી પ્રેરિત થઈ તેમણે મહિલાઓ, નાની બાળકીઓ, અને કોલેજ સ્કૂલમાં અભ્યાસ કરતી યુવતીઓને પોતાના રક્ષણ માટે સેવ હ્યુમિનિટી સંસ્થાની સ્થાપના કરી હતી.

પૂનમ પાંચાણીનું સેવ હ્યુમિનિટી સંસ્થા શરૂ કરવા પાછળનો મુખ્ય હેતુ મહિલાઓ પોતાનું રક્ષણ કરી કોઈપણ અનિચ્છનીય ઘટનાઓનું શિકાર ના બને. તેમજ આજના સમયમાં છેડતી, બળાત્કાર, દુષ્કર્મ, ઘરેલુ હિંસા, તેમજ અન્ય વિવિધ પ્રકારના ક્રાઇમ સામે મહિલા કે દીકરીઓ કમજોર ના બને અને નીડરતા થી કોઈપણ ઘડીયે મુશ્કેલીઓનો સામનો કરી શકે તેના માટે અમદાવાદ ખાતે અવાર-નવાર સેલ્ફ ડિફેન્સના સેમિનારનું આયોજન કરે છે. સેમિનારમાં નાની બાળકીઓ, મહિલાઓ, અને યુવતીઓને પ્રક્ષિક્ષિત ટ્રેનરો દ્વારા સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવે છે. જેના થકી મહિલાઓ પોતાની સુરક્ષા આપમેળે પણ કરી શકે. તેના અનુસંધાનમાં અમદાવાદ ખાતેના નિકોલ વિસ્તારના મંગલ પાંડે હોલ ખાતે કોલેજ -સ્કૂલમાં અભ્યાસ કરતી દીકરીઓ તેમજ મહિલાઓને સાયબર સેફ્ટી અને સેલ્ફ ડિફેન્સને મદદરૂપ થાય અને બનતા ગુનાઓને રોકી શકાય તેના માટે સેવ હ્યુમિનિટી દ્વારા 9 થી લઈને 27 વર્ષની દીકરીઓ અને યુવતીઓને સંકટના સમયમાં કેવી રીતે સ્વરક્ષણ કરવું તેની યોગ્ય તાલીમ આપવામાં આવી હતી.પોતાની સુરક્ષા કેવી રીતે કરવી, અને નીતિ-નિયમો, કાયદાઓ અને સુરક્ષાના તમામ મુદ્દાઓ ઉપર સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત સેવ હ્યુમિનિટીના સંસ્થાપક અને સામાજિક કાર્યકર્તા મહિલા પૂનમ પાંચાણી અને તેમની સાથે સેવ હ્યુમિનિટીની મહિલા વિંગની ટીમ તથા સરસ્વતી સ્કૂલ તેમજ યાત્રા ઇંગ્લિશ સ્કૂલના તમામ શિક્ષકો, પ્રિન્સિપાલ, ટ્રસ્ટીઓ અને મહાનુભાવોએ ઉત્સાહિત રીતે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સમગ્ર કાર્યક્રમ દરમ્યાન મોટિવેશનલ ટ્રેનર તરીકે પ્રોફેસર ડો. સ્મિતા જોશીએ મહિલાઓમાં સાયબર ક્રાઇમના બનતા ગુનાઓને અટકાવવા તેમજ જાગૃતિ ફેલાવવા માટે પ્રસંશનીય રીતે સમજણ આપી હતી. તેમની સાથે સાયબર સેલના જાણકાર તેમજ ટ્રેનર અશ્વિનભાઈ અહલગામાં હાજર રહી તમામ મહિલા તેમજ દીકરીઓને સંભોધિત કરી સાયબર સેલ અને કાયદા વિશે માહિતગાર કર્યા હતા. સેલ્ફ ડિફેન્સની સમગ્ર તાલીમ ફિજિકલ ટ્રેનર ઋષિરાજ જયસ્વાલ દ્વારા આપવામાં આવી હતી.

સ્વરક્ષણ માટે દીકરીઓ તેમજ મહિલાઓને પોતાની સેફટી માટે કઈ કઈ વસ્તુઓ સાથે રાખવી જોઈએ

હેર પિન

ફ્રૂઈટ ફોર્ક

શેફ રાઉન્ડર

બેલ્ટ

સ્પ્રે

એક હાથમા મોટા નખ

ટાઈગર બામ

સેફટી પિન

દુપટ્ટા

સાયબર ક્રાઇમ શુ છે? તેના વિશે પણ જાણકારી આપવામાં આવી,જાણો સમગ્ર માહિતી

આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ. મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ હવે સજ્જ થયુ છે. ગુજરાત રાજ્યના પ્રત્યેક નાગરિકને “સાયબર ક્રાઇમ સુરક્ષા” આપવા માટે દેશમાં સૌ પ્રથમ ગુજરાત પોલીસ સાયબર સુરક્ષાના અત્યાધુનિક કંટ્રોલરૂમના માધ્યમથી આપ સૌને મદદરૂપ બનશે.
મોબાઇલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ દ્વારા ઇન્ટરનેટના માધ્યમ વડે કોઇપણ પ્રકારની લાલચ, છેતરપીંડી, ધાક-ધમકી, નાણાકીય ફ્રોડ, અપમાનજનક ભાષાનો પ્રયોગ, પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કરવી જેવા ગુના એટલે સાયબર ક્રાઇમ.

સમગ્ર વિશ્વ આજે ગુજરાતને એક રોલ મોડલ તરીકે ઓળખે છે. માન. પ્રધાનમંત્રીશ્રી એ ગુજરાતની જે સાખ આંતરાષ્ટ્રીય કક્ષાએ ઉભી કરી છે તે આપણા સૌ માટે ગર્વની વાત છે અને તેને સાચવવાની જવાબદારી પણ છે. સમગ્ર ભારતમાંથી લોકો રોજગારી તથા વસવાટ માટે ગુજરાતમાં આવે છે. ગુજરાતના આ મોડેલને ઉચ્ચ કક્ષાએ પહોંચાડવામાં ગુજરાત પોલીસનું પણ મહત્વનું યોગદાન રહ્યુ છે.

છેલ્લા ૧૦-૧૫ વર્ષોથી ટેકનોલોજી ક્ષેત્રે ખુબ જ પ્રગતિ થઈ છે. ટેકનોલોજીનો વ્યાપ વધવાથી તેના સદુપયોગની સાથે સાથે ઘણા લોકો તેનો દુરુપયોગ પણ કરે છે. આવા લોકો સામાન્ય પ્રજાની કોઇ પણ પ્રકારે છેતરપીંડી ના કરે તે હેતુથી અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે પાંચ અલગ અલગ યુનીટ કાર્યરત કરવાનું સરકારે નક્કી કરેલ છે. જેથી સાયબર ક્રાઈમનો ભોગ બનનારની સમસ્યાનું ત્વરિત નિરાકરણ આવે.


અમદાવાદમાં સેવ હ્યુમિનિટી ઓર્ગનાઈજેશન દ્વારા સેલ્ફ ડિફેન્સનો કાર્યક્રમ યોજાયો,<br>9 થી 27 વર્ષની દીકરીઓને સ્વરક્ષણની તાલીમ અપાઈ,હવે પછી કોઈ દીકરી સાથે ગ્રીષ્મા વેકરીયા કે નિર્ભયા જેવું કૃત્ય ના થાય તેના માટે દીકરીઓને મજબૂત બનાવીશુ : પૂનમ પાંચાણી

Related posts

અમરેલી / બાધા આંખડી અને અંધશ્રદ્ધાના નામે 31 નિર્દોષ પશુઓની બલી ચઢાવતા અટકાવી,જીવદયા પ્રેમીએ પોલીસને જાણ કરી દેતા શ્રધ્ધાળુઓ ભાગ્યા

Phone: 9998685264.

ગ્રેડ પે મામલે અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલે આંદોલન શરુ કર્યું, કર્યું અન્નજળનું ત્યાગ

Phone: 9998685264.

રાજકોટ ખાતેના 75 લાખના તોડકાંડના પડઘા, અમદાવાદ ક્રાઈમબ્રાન્ચના પીએસઆઈ સાખરાની કંટ્રોલરૂમમાં બદલી કરાઈ

Phone: 9998685264.

Leave a Comment