Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

BIG NEWS: અમદાવાદ શહેરના સરદારનગરમાંથી ઝડપાઈ હતી દારૂની ફેકટરી, DGPએ સરદારનગર પોલીસ સ્ટેશનના PI અને PSIને કર્યા સસ્પેન્ડ, પોલીસ બેડામાં હડકંપ

BIG NEWS: અમદાવાદ શહેરના સરદારનગરમાંથી ઝડપાઈ હતી દારૂની ફેકટરી, DGPએ સરદારનગર પોલીસ સ્ટેશનના PI અને PSIને કર્યા સસ્પેન્ડ, પોલીસ બેડામાં હડકંપ

Our Visitor

009824
Total Users : 9824
Total views : 11503
Who's Online : 0

BIG NEWS: અમદાવાદ શહેરના સરદારનગરમાંથી ઝડપાઈ હતી દારૂની ફેકટરી, DGPએ સરદારનગર પોલીસ સ્ટેશનના PI અને PSIને કર્યા સસ્પેન્ડ, પોલીસ બેડામાં હડકંપ

અમદાવાદ શહેરના વિવાદિત પોલીસ સ્ટેશનમાંથી એક ગણાતું સરદારનગર પોલીસ સ્ટેશન ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. થોડા દિવસ પહેલાજ ગુજરાત પોલીસની નામાંકિત પોલીસ એજન્સી સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે સરદારનગર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ છારાનગર ખાતે રેડ કરી દેશી દારૂ બનાવવાની આખે આખી ફેક્ટરી ઝડપી પાડી હતી. જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે દેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ રેડ દરમ્યાન સ્ટેટ મોનીટરીંગ સેલને જાણવા મળ્યું હતું કે સ્થાનિક PI અને બુટલેગર વચ્ચે સીધી સાંઠ ગાંઠ હતી. પોલીસની મહેરબાની થીજ આ વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી વિદેશી દારૂના ધંધાઓ ધમધમી રહ્યા હતા. જેની નોંધ ગુજરાત પોલીસના DGP આશિષ ભાટિયાના ધ્યાનમાં આવતા આ સમગ્ર મામલે તપાસ બેસાડવામાં આવી હતી. તો બીજીતરફ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ હોવાના લીધે આચાર સંહિતા હોવા છતાં કોના આશીર્વાદે આટલા મોટા પ્રમાણમાં દેશી દારૂના ધંધા ચલાવવામાં આવી રહ્યા છે. તે સમગ્ર બાબતે સરદારનગરના PI વી. આર. ચૌધરી અને PSI દરજી કસૂરવાર જણાતા તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

આપ સૌ કોઈ જાણો છો કે ગુજરાતમાં દારૂબંધીના કાયદા માત્ર કાગળ પર જ છે. અને એવામાં આ ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાંથી દારૂની ફેક્ટરી ઝડપાઈ હતી. સ્ટેટ મોનિટરિંગ સેલે દેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી હતી. મળતા અહેવાલ પ્રમાણે આ ફેક્ટરીમાં મહિનામાં એક લાખ લિટર દારૂ તૈયાર થતો હતો, અને તેને શહેરના જુદા જુદા બુટલેગરોને મોટા પાયે સપ્લાય કરવામાં આવતો હતો.

ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયા

શહેરમાંથી દારૂની ફેકટરી ઝડપાઈ
સરદારનગર પીઆઇ અને પીએસઆઈ સસ્પેન્ડ
ચૂંટણી અધિકારીના સસ્પેન્ડ કરવાનો આદેશ
ડીજીપી આશિષ ભાટિયા એક્શન મોડમાં

આ ફેક્ટરી સરદારનગર પોલીસની રહેમનજર ચાલતી હોવાનું સામે આવતા રાજ્યના DGP એક્શન મોડમાં આવ્યા હતા, તેમણે સરદારનગરના PI વી.આર.ચૌધરી અને PSI આર.પી.દરજીને સસ્પેન્ડ કર્યા છે, મળતા અહેવાલ પ્રમાણે બન્ને અધિકારીઓની બુટલેગર સાથે સાઠગાંઠ હતી.બીજી તરફ PI અને PSI સામે પગલાં લેવા માટે ચૂંટણી અધિકારીને ફાઈલ મોકલવામાં આવી હતી, જેની મંજૂરી મળતા DGPએ બન્ને અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.


BIG NEWS: અમદાવાદ શહેરના સરદારનગરમાંથી ઝડપાઈ હતી દારૂની ફેકટરી, DGPએ સરદારનગર પોલીસ સ્ટેશનના PI અને PSIને કર્યા સસ્પેન્ડ, પોલીસ બેડામાં હડકંપ

Related posts

ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપનો પરચમ લહેરયો, કોંગ્રેસનું સુરસુરિયું, આપના સૂપડા સાફ, ગુજરાતમાં ત્રીજું પક્ષ નહી ચાલે – પાટિલ

Ritesh Parmar

અમદાવાદ – ભાવનગર – ધોલેરા રોડ 12 ડિસેમ્બર 2023 સુધી બંધ કરવામાં આવ્યો! એક્સપ્રેસ -વે નિર્માણ કાર્યને લઈ અમદાવાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હુકમ કરાયો

Ritesh Parmar

અમદાવાદ / વટવા વિસ્તારની સ્પર્શ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના માલિક ડો. નિમેષ પ્રજાપતિને બદનામ કરી બ્લેકમેલ કરવાના ષડયંત્રનો પર્દાફાશ,મુખ્ય સૂત્રધાર કોણ?

Ritesh Parmar

Leave a Comment