Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

નલ સે જલ યોજના અંતર્ગત કરવામાં આવેલ પાણીની ટાંકીનું નિર્માણ 14 મહિના થી બંધ! ઓલપાડના કુદસડ ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા, બેદરકારો સામે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરે કડક કાર્યવાહી : દર્શન નાયક :

નલ સે જલ યોજના અંતર્ગત કરવામાં આવેલ પાણીની ટાંકીનું નિર્માણ 14 મહિના થી બંધ! ઓલપાડના કુદસડ ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા, બેદરકારો સામે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરે કડક કાર્યવાહી : દર્શન નાયક :

Our Visitor

003000
Total Users : 3000
Total views : 3677
Who's Online : 0

નલ સે જલ યોજના અંતર્ગત કરવામાં આવેલ પાણીની ટાંકીનું નિર્માણ 14 મહિના થી બંધ! ઓલપાડના કુદસડ ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા, બેદરકારો સામે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરે કડક કાર્યવાહી : દર્શન નાયક :

સુરત જિલ્લાના ઓલપાડ ખાતેના કુદસડ ગામ ખાતે પડતી પીવાના પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખી આશરે 14 મહિના પહેલા સરકારી જાહેરાત કરી 2 કરોડના ખર્ચે કુદસડ ગામ ખાતે “નલ સે જલ” યોજના અંતર્ગત તાત્કાલિક પાણીની ટાંકીનું નિર્માણ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. એના તેના અંતર્ગત ટાંકીનું નિર્માણ પણ શરુ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ થોડું નિર્માણ કાર્ય શરુ કર્યાબાદ અચાનક પાણીની ટાંકીનું કામ અધવચ્ચે બંધ કરી દેવામાં આવ્યું હતું. જે આજથી 14 મહિના પહેલા જેટલો સમય વીતી ગયા તેમ છતાં નિર્માણ કાર્ય પુન શરુ કરવામાં આવ્યો નથી. જેના લીધે આજદિન સુધી સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુદસડ ગામમાં પીવાના પાણીની ખુબજ વિકટ સમસ્યા પડી રહી છે. સ્થાનિક લોકોને પીવાના પાણી માટે જ્યાં ને ત્યાં વલખા મારવા પડે છે. જેથી આ સમસ્યાની રજુઆત સ્થાનિક લોકો દ્વારા અવાર નવાર કરવામાં આવી હતી. તેમ છતાં સ્થાનિક કોર્પોરેટરો કે કોઈ સત્તાધારી પક્ષના નેતાઓ દ્વારા કુદસડ ગામના નાગરિકોને પડતી પાણીની સમસ્યા બાબતે કોઈ નિરાકરણ કરી આપવામાં આવ્યો નથી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયક

તો બીજીતરફ ઓલપાડ કોંગ્રેસ સમિતિ દ્વારા આવનાર વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ડોર ટુ ડોર જનસંપર્ક કરી લોકોની સમસ્યા જાણવાનું એજેન્ડા હાથ ધર્યું હતું. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને આવનાર વિધાનસભાની ચૂંટણીમાં ઓલપાડ ખાતેના પ્રબળ સંભવિત ઉમેદવાર શ્રી દર્શનભાઈ નાયક જયારે ચૂંટણી પ્રચાર માટે કુદસડ ગામની મુલાકાત લીધી ત્યારે તેમની સમક્ષ ત્યાંની સ્થાનિક મહિલાઓએ સત્તાધારી પક્ષ ભાજપના નેતાઓની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને કુદસડ ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા બાબતે દર્શનભાઈ નાયકને રજુઆત કરી હતી. મહિલાઓની ઉગ્ર રજુઆત અને ગામમાં પડતી પીવાના પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખી દર્શનભાઈ નાયકે તાત્કાલિક ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રજુઆત કરી છે. પત્રમાં દર્શન નાયક દ્વારા મુખ્યમંત્રીનું ધ્યાન દોરી સરકારી જાહેરાત દ્વારા 2 કરોડના ખર્ચે પીવાના પાણીની ટાંકીના બંધ નિર્માણ કાર્યને ફરી પુન શરૂ કરવા માંગણી કરી છે. તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરી છે કે આખરે આ કુદસડ ગામમાં નિર્માણધિન પાણીની ટાંકીનું કામ અધવચ્ચે કોના ઈશારે કરવામાં આવ્યો છે. શુ આ કાર્યમાં કોઈ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું છે? આખરે કેમ 14 મહિનાથી કાર્ય બંધ કરી દેવામાં આવ્યો છે. કોની બેદરકારીથી આખરે કુદસડ ગામના નાગરિકોને આટલી વિકટ પરિસ્થિતિમાં થી પસાર થવું પડી રહ્યું છે? આ તમામ બાબતોની તપાસ કરવામાં આવે અને કસૂરવારો સામે કાયદેસરના કડક પગલા ભરવામાં આવે તેવી માંગ દર્શનભાઈ નાયક દ્વારા કરવામાં આવી હતી.

જુઓ વિડીયો

વધુમાં દર્શનભાઈ નાયકે જણાવ્યું હતું કે, આપણા મા.પ્રધાનમંત્રી શ્રી દ્વારા ગુજરાતનાં ૧૦૦ % એ ૧૦૦% ઘરો માં નળ દ્વારા પાણી પહોંચાડનાર રાજ્ય તરીકે આપણા ગુજરાત રાજ્યની જાહેરાત કરી છે. પરંતુ ગત રોજ ઓલપાડ તાલુકાના કુદસડ ગામનાં વિસ્તારમાં આવેલ સમૂહ વસાહતનાં નેહરૂ નગર ખાતે વાસ્મો દ્વારા સહાયીત નલ સે જલ યોજના અંતર્ગત આશરે ૨ કરોડ રૂપિયાની પાણીની ટાંકી બનાવવામાં આવનાર કામ મંજુર થઈ ગયેલ હોવા છતાં છેલ્લા 14 મહિનાથી આ પાણી ની ટાંકી બનાવવાનું કામ બંધ હાલતમાં પડ્યું છે એવી માહિતી ત્યાંના સ્થાનિક નાગરિકો દ્વારા મને જાણવા મળેલ છે.આ ટાંકી બનાવવા માટે વપરાશમાં લેવામાં આવનાર સ્ટીલ અને PVC પાઇપો ખુલ્લામાં રઝળતી હાલતમાં પડ્યા છે. અને છેલ્લા કેટલાય મહિનાથી કામ બંધ હોવાને કારણે એમજ પડ્યા રહેલ હોવાનું સ્થળ મુલાકાત દરમ્યાન જોવા મળેલ છે. આ કુદસડ ગામનાં અનેક વિસ્તારમાં લોકોને આજે પણ પાણીની ખૂબ અગવડ પડી રહી છે. તથા નાગરિકો એ પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા હોવાની રજુઆત અમને સ્થાનિકો દ્વારા કરવામાં આવેલ છે.

જુઓ છેલ્લા 14 મહિનાથી બંધ છે પાણીની ટાંકીનું નિર્માણ કાર્ય

વધુમાં દર્શન નાયક દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી તેમનું ધ્યાન દોર્યુ હતું અને રજુઆત કરતા જણાવ્યું હતું કે, આપ શ્રી ઉપરોક્ત બાબતને ગંભીરતા થી લઈ કુદસડ વિસ્તારમાં આવેલ નેહરૂ નગર ખાતે પાણીની ટાંકી બનાવવાનાં કામ કયા કારણોસર આશરે છેલ્લા ૧૪ મહિનાથી બંધ છે? શુ આ કામ કરવામાં કોઈ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે? આ કામ માં કોઈ એજન્સી દ્વારા સરકારી નાણાનો વ્યય કરવામાં આવી રહ્યો છે? શુ કોઈ મનસ્વી રીતે આ કામ બંધ કરવામાં આવ્યું છે?

ઉપરોકત તમામ પ્રશ્નો ઉઠવા સ્વભાવિક છે.જેથી આપ શ્રી દ્વારા સદર બાબતને ગંભીરતા થી લઈ ઓલપાડ તાલુકાના કુદસડ વિસ્તારમાં પાણી ની ટાંકીના કામમાં કરવામાં આવેલ કામની બેદરકારીની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જવાબદાર સામે કાયદેસર ની દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવે તેમજ આ ટાંકી નું કામ ઝડપથી શરૂ કરી બને તેટલું જલ્દી આ કામ પૂર્ણ કરવામાં આવે કે જેથી આ કુદસડ ગામનાં વિવિધ વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકો ને પાણી ની સમસ્યા માંથી ઉગારી શકાય.


નલ સે જલ યોજના અંતર્ગત કરવામાં આવેલ પાણીની ટાંકીનું નિર્માણ 14 મહિના થી બંધ! ઓલપાડના કુદસડ ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા, બેદરકારો સામે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરે કડક કાર્યવાહી : દર્શન નાયક :

Related posts

15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિતે ગુજરાત પોલીસના કર્મનીષ્ઠ પોલીસકર્મીઓને એવોર્ડ એનાયત કરાશે, આ છે નામની યાદી

Phone: 9998685264.

સલામ છે પોલીસ જવાનને / મકાન આગની ચપેટમાં આવી ગયું અને અંદરથી નાના બાળકના રડવાની અવાજ સંભળાઈ! પોલીસકર્મીએ કંઈપણ વિચાર્યા વગર જીવના જોખમે બાળકને કપડાંમાં લપેટી પોતાની છાતીએ લગાડી બહાર દોટ લગાવી,બાળક અને માતા બંનેના જીવ બચાવ્યા

Phone: 9998685264.

વટવામાં સ્થાનિક પોલીસ રહેમ નજર હેઠળ ધમધતી દારૂની ભઠ્ઠીઓ પર વિજિલન્સ ત્રાટકીઃ પાંચ ઝડપાયા, દેશી દારૂનો મોટો જથ્થો તેમજ દારૂ બનાવવાની સમગ્ર સાધન સામગ્રી જપ્ત કરાઈ, સ્થાનિક પોલીસની પોલ ખુલી

Phone: 9998685264.

Leave a Comment