
અહેવાલ – રીતેશ પરમાર
ઇસનપુર વિસ્તારમાં સ્થાનિક પોલીસ અને વહીવટદારોના છુપા આશીર્વાદથી બુટલેગરો બેફામ બની દારૂના અડ્ડા ચલાવી રહ્યા છે? સૂત્ર
ઇસનપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસની મીલીભગત ના લીધે બુટલેગરો બન્યા બેફામ? સૂત્ર
ઇસનપુર પોલીસ સ્ટેશનની પાછળ જ જાહેરમાં ધમધમતા દેશી દારૂના અડ્ડાને પોલીસ કોન્સ્ટેબલ બંધ કરાવવા જતા બુટલેગરે પોલીસ ઉપર હુમલો કરી બિભત્સ ગાળો બોલીને કર્યો અપમાન?
બુટલેગરોની હિમ્મત જુઓ સામાન્ય વ્યક્તિ કે જાગૃત નાગરિક કે પત્રકાર નહી પરંતુ પોલીસ ઉપર પણ હુમલાઓ કરે છે?
ઇસનપુરમા અગાઉ પણ બુટલેગરોએ પત્રકારને કારમાં ઉઠાવી જઈ ઢોર માર માર્યો હતો, તો હવે પોલીસ સાથે પણ હાથ ચાલાકી?
આવુજ તંત્ર રહેશે તો આવનાર સમયમાં આ માથાભારે બુટલેગરો નિર્દોષ લોકો અથવા જાગૃત નાગરિક /પત્રકાર અથવા પોલીસ ઉપર જીવલેણ હુમલાઓ કરી નુકશાન પહોંચાડી શકે તેવી સંભાવનાઓને નકારી શકાય નહી?
ખુદ પોલીસકર્મીએ ફરિયાદી બની કંટ્રોલમાં વર્ધી લખાવવા છતાં સ્થાનિક પોલીસ 2 કલાક સુધી પણ ફરકવા ના પહોંચી તો પછી વિચારો કે સામાન્ય નાગરિકોની ફરિયાદનું સ્થાનિક પોલીસ કેવી રીતે નિરાકરણ કરતી હશે?
આવા અનેક સવાલો ઘણા સમય થી ઇસનપુર વિસ્તારના લોકોના મનમાં ઉત્પન્ન થયા છે. તેમ છતાં સ્થાનિક પોલીસના વહીવટદારો બુટલેગરો પાસેથી મસમોટા હપ્તાઓ લઈ ગેરકાયદેસર પ્રવૃતિઓ આચરવાની ખુલ્લી છૂટ આપી રહ્યા છે તેવું સૂત્રો જણાવી રહ્યા છે?
જો પોલીસ ખુદ પોલીસનું જ ના સાંભળતી હોય તો સામાન્ય લોકોની તો વાતજ ક્યાં રહી! આ સમગ્ર મામલે જો ઉચ્ચ પોલીસ અધિકારીઓ કોઈ એક્સન ના લેતો આવનાર સમયમાં આવા માથાભારે બુટલેગરો પોલીસ ઉપર પણ હુમલાઓ કરતા નહી ખચખચાય..
અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. માથાભારે તત્વો અને આવારા તત્વો અમદાવાદની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા હોવાના અનેક બનાવો શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમા નોંધાઈ રહ્યા છે. ક્યાંક ખુલ્લેઆમ હત્યાંઓ તો ક્યાંક બંદૂકની અણીએ લૂંટ ચલાવવમાં આવી રહી છે. કેટલાક લુખ્ખા તત્વો તલવારોથી કેક કાપી દહેશત ફેલાવી રહ્યા છે. તો કેટલાક અસામાજિક તત્વો દારૂની પેટીઓ સાથે રીલ્સ બનાવી સોશ્યલ મીડિયામાં અપલોડ કરી જાણે પોલીસને ચેલેન્જ કરી રહ્યા હોય તેવું દેખાઈ આવે છે.આ તમામ બાબતોને ધ્યાનમાં લઈએ તો જાણે આવા અસામાજિક તત્વોને પોલીસ કે કાયદાનો જાણે ડર જ ના રહ્યો હોય તેવું સ્પષ્ટ થાય છે. બીજી તરફ દારૂના અડ્ડા ચલાવતા બુટલેગરો પણ હવે પોલીસ, પત્રકાર, અને જાગૃત નાગરીકો ઉપર જીવલેણ હુમલાઓ કરી રહ્યા હોવાના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. જો હવે વાત કરીએ અમદાવાદ શહેરના ઇસનપુરની તો ત્યાં પણ એક મહિલા બુટલેગરે પોલીસકર્મી ઉપર હુમલો કરી બિભત્સ ગાળો આપી અપમાન કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેની એક ઓડિયો કલીપ સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થઈ છે.
હાલ આ મામલે વધુ મળતી માહિતી અનુસાર અમદાવાદના ઇસનપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક મહિલા બુટલેગરે પોલીસ કોન્સ્ટેબલ ઉપર હુમલો કરી તેને બિભત્સ ગાળો આપી પોલીસનો અપમાન કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં પોલીસ કોન્સ્ટેબલ ચેતન રમેશભાઈ ચૌહાણ કંટ્રોલ મેસેજ કરી મદદ માંગી હતી. પરંતુ પોલીસ કોન્સ્ટેબલને કંટ્રોલ મેસેજ કર્યા બાદ પણ કલાકો સુધી કોઈ મદદ મળી ન હતી. જેના લીધે સ્થાનિક પોલીસની ભૂમિકા ઉપર પણ અનેક સવાલ ઉઠવા પામ્યા છે. પોલીસ કોન્સ્ટેબલ ચેતનની ઓડિયો કલીપ વાયરલ થઈ છે જેમાં તે 2 વખત કંટ્રોલમા મેસેજ કરી બુટલેગર વિરુદ્ધ ફરિયાદ કરવાનું જણાવી રહ્યો છે. તેમ છતાં સ્થાનિક પોલીસ ખુદ પોલીસકર્મીની મદદ કરવા ના પહોંચતા પોલીસ તંત્ર સામે અનેક સવાલ ઉભા થયા હતા.
ઘટના વિશે વધુ મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ચેતન ચૌહાણ ઇસનપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોતાની ફરજ દરમ્યાન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા ગયા હતા. ત્યાં પોલીસ સ્ટેશનની બિલકુલ પાછળ જ માધુરી નામની મહિલા બુટલેગર જાહેરમાં દેશી દારૂનો અડ્ડો ચલાવી દારૂનો વેચાણ કરી રહી હતી. જેથી પોલીસકર્મીએ મહિલા બુટલેગરને દારૂનો ધંધો બંધ કરવાનું કહ્યું હતું. અને ત્યારબાદ મામલો બીચકતા મહિલા બુટલેગરે પોલીસ કોન્સ્ટેબલ ચેતન ઉપર હુમલો કરી દીધો હતો અને બિભત્સ ગાળો બોલીને પોલીસકર્મીનો અપમાન કર્યો હતો. એક તરફ તો પોલીસકર્મી આક્ષેપ કરી રહ્યો છે કે હું પેટ્રોલિંગ કરવા નીકળ્યો ત્યારે મને પોલીસ સ્ટેશનની બિલકુલ પાછળ જાહેરમા મહિલા બુટલેગર દેશી દારૂ વેચતા દેખાઈ હતી. જેથી મે મહિલાને કહ્યું કે તમે આવી રીતે ખુલ્લેઆમ દારૂ કેમ વેચો છો, આ બધું હાલ ઘડીયે બંધ કરો નહિતર હું પોલીસ બોલાવી તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરીશ. આટલુ સાંભળતા મહિલા બુટલેગર ઉશ્કેરાઈ જતા પોલીસ કોન્સ્ટેબલ ચેતન ચૌહાણ સાથે ઝપાઝપી કરી ગંદી ગાળો બોલી હતી. આવો આક્ષેપ પોલીસ કર્મીએ મહિલા બુટલેગર સામે કર્યો હતો. તો બીજીતરફ પોલીસકર્મી સામે પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે તે દારૂ પીધેલ હાલતમા હતો અને અડ્ડા ઉપર હપ્તો ઉઘરાવવા આવ્યો હતો. આ સમગ્ર બાબતે કોના આક્ષેપ સાચા છે ને કોના ખોટા એતો પોલીસ તપાસમાં બહાર આવશે. પરંતુ એક વાત તો નક્કી છે કે સ્થાનિક પોલીસની મિલીભગત સિવાય પોલીસ સ્ટેશનની બિલકુલ પાછળ દારૂનો અડ્ડો કેવી રીતે ચાલી શકે? આવા અનેક સવાલો સ્થાનિક લોકોના મનમાં ઉત્પન્ન થયા છે.





Total Users : 25
Total views : 93
Who's Online : 0