Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાતમાં સત્તા પરિવર્તન માટે કોંગ્રેસ મક્કમતા સાથે મેદાનમા!આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી સુરતના ઓલપાડ, સાયણ, અને કીમમાં કોંગ્રેસ દ્વારા જોરદાર પ્રચાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકની આગેવાનીમાં મતદારોને વિશ્વાસમાં લેવા 8 વચનોના પુસ્તકનું કરાયું વિતરણ

Our Visitor

013346
Total Users : 13346
Total views : 15625
Who's Online : 0

ગુજરાતમાં સત્તા પરિવર્તન માટે કોંગ્રેસ મક્કમતા સાથે મેદાનમા!આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી સુરતના ઓલપાડ, સાયણ, અને કીમમાં કોંગ્રેસ દ્વારા જોરદાર પ્રચાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકની આગેવાનીમાં મતદારોને વિશ્વાસમાં લેવા 8 વચનોના પુસ્તકનું કરાયું વિતરણ

આગામી વિધાનસભાની ચૂંટણીઓની વાત કરીએ તો સત્તાધારી પક્ષ ભાજપ પાસે વિકાસ સિવાય અન્ય કોઈ ઉલ્લેખનીય મુદ્દાઓ નથી. જયારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પ્રજાની વર્તમાન મુશ્કેલીઓ, હાલાકીઓ, તેમજ મોંઘવારી દૂર કરવાનાં વચનોને ચૂંટણીનો મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. જયારે કોંગ્રેસે ચૂંટણીને અનુલક્ષી અત્યારથીજ લોકોને કોંગ્રેસ પક્ષ તરફ રિઝવવા ઘેર ઘેર જઈ પ્રચાર શરુ કર્યો છે. જેમાં આજરોજ સુરત ખાતેના ઓલપાડ, સાયણ, અને કીમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયક દ્વારા રાહુલ ગાંધી દ્વારા અપાયેલા 8 વચનોની પુસ્તકનું ઘેર ઘેર જઈને વિતરણ કરવામાં આવ્યો હતો.

જો વાત કરીયે વિધાનસભા ચૂંટણીની તો કોંગ્રેસ પક્ષ વિજયના નિર્ધાર સાથે લોકો સમક્ષ આરોગ્ય, શિક્ષણ, અને રોજગારીના મુદ્દાને પ્રાધાન્ય આપતું નજરે પડી રહ્યું છે. તો બીજીતરફ સત્તા હાંસલ કરવા ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી દ્વારા પણ ગેરંટી કાર્ડ અને વચનોની લ્હાણી કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલાજ કોંગ્રેસ દ્વારા સંકલ્પ પત્ર બહાર પાડવામા આવ્યા હતા. ત્યારે હવે 8 વચનો સાથે કોંગ્રેસ નાગરિક અધિકાર પત્ર જાહેર કરાયું છે. જેમાં વિના મુલ્યે આરોગ્ય સેવા, ખેડૂતોનું દેવું માફ,વીજળી બિલ માફ, યુવાનોને સરકારી નોકરીઓમાં ભરતી, બેરોજગારી ભથ્થું, 500 રૂપિયામાં રાંધણ ગેસ , અંગ્રેજી સ્કૂલોનું નિર્માણ, અધ્યતન હોસ્પિટલ બનાવવા, તેમજ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાયદો બનાવવા સહિતના વચનો સાથે કોંગ્રેસ પક્ષ ઘેર ઘેર જઈ પત્રિકા વિતરણ કરવાનું શરૂ કર્યુ છે.

જુઓ વિડીયો

સાથો સાથ મોંઘવારી, બેરોજગારી, કથળતી શિક્ષણ વ્યવસ્થા, આરોગ્ય, ડ્રગ્સ, અને ખેડૂતોના પ્રશ્નો પણ પત્રિકા દ્વારા લોકો સમક્ષ રજુ કરવામાં આવશે. જેની શરૂઆત આજથી સુરત ખાતે કરવામાં આવી હતી. સુરત ખાતેના ઓલપાડ, સાયણ અને કીમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયકની આગેવાનીમાં આગામી આવનાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ વિજય મેળવી સરકાર બનાવે તેવા મક્કમ નિર્ધાર સાથે જોરદાર પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.

સરકાર બનાવવા કોંગ્રેસ પક્ષ દ્વારા કયા 8 વચનો આપ્યા છે તેની સંપૂર્ણ માહિતી..

(1)પ્રત્યેક વ્યક્તિને 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર યોજના,વિના મુલ્યે તમામ દવાઓ

(2)ખેડૂતોનો 3 લાખ સુધીનું દેવું માફ ,વીજળી બિલ માફ ,ઘર વપરાશની 300 યુનિટ વીજળી માફ

(3) ગુજરાત ના 10 લાખ યુવક -યુવતી ઓને સરકારી નોકરી માં ભરતી ,સરકારીનોકરી માં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ

(4) દૂધ ઉત્પાદકોને પ્રતિ લિટરે 5 રૂપિયા ની સબસીડી ,500 રૂપિયામાં ઘરેલુ ગેસ સિલિન્ડર

(5) 3000 અંગ્રેજી માધ્યમની સરકારી સ્કૂલો સ્થપાશે , દીકરીઓ માતે kG થી PG સુધી મફત શિક્ષણ

(6) કોરોનમાં મૃત્યુ પામેલ પ્રત્યેક વ્યક્તિના પરિવારને રૂપિયા 4 લાખ નું વળતર , આધુનિક સુવિધાઓથી સજ્જ અદ્યતન હોસ્પિટલો બનાવવામાં આવશે

(7) બેરોજગાર યુવાનોને માસિક 3000 રૂપિયા નું બેરોજગારી ભથ્થું , સરકારી કર્મચારીઓ માટે જૂની પેંશન યોજના લાગુ

(8) ભ્રસ્ટાચાર વિરુદ્ધ કાયદો ,ડ્રગ્સ માફિયા સામે કડક કાર્યવાહી અને ગુનેગારોને જેલ ભેગા કરવા સહિતના વચનોની
ની પત્રિકાનું વિતરણ કરવામાં આવી હતી. જેમાં ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયેન્દ્ર ભાઈ દેસાઈ સહીત મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

ગુજરાતમાં સત્તા પરિવર્તન માટે કોંગ્રેસ મક્કમતા સાથે મેદાનમા!આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી સુરતના ઓલપાડ, સાયણ, અને કીમમાં કોંગ્રેસ દ્વારા જોરદાર પ્રચાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકની આગેવાનીમાં મતદારોને વિશ્વાસમાં લેવા 8 વચનોના પુસ્તકનું કરાયું વિતરણ

Related posts

ખુદ ભાજપના કાર્યકર્તાઓએ કોરોના ગાઈડલાઈન્સના ધજાગરા ઉડાડ્યા, શુ નિયમ માત્ર પ્રજા માટેજ છે? ડીજે ના તાલે ઝુમી રહેલા કાર્યકર્તાઓ સામે કાર્યવાહી કરાશે કે કેમ? આવા અનેક સવાલો ઉદભવ્યા, જુઓ વિડીયો

Ritesh Parmar

સરદારનગર પોલીસ મથકના PSI દરજીને મેટ્રો કોર્ટે રીતસરના ખખડાવ્યા,PSI એ એક ગુનામાં ટ્રાન્સફર વોરંટ મેળવી ત્રણ ગુનામાં આરોપીને રજૂ કરતા કોર્ટ ખફા

Ritesh Parmar

સુરતમાં વધુ એક સ્પા -મસાજના નામે ચાલતું વેશ્યાલય ઝડપાયું, ચાર મહિલા સહીત પાંચ લોકોની ધરપકડ કરતી સુરત પોલીસ

Ritesh Parmar

Leave a Comment