Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસકર્મી જ બન્યા વહીવટદાર? સૂત્રો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસકર્મી જ બન્યા વહીવટદાર? સૂત્રો

Our Visitor

009768
Total Users : 9768
Total views : 11435
Who's Online : 2

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસકર્મી જ બન્યા વહીવટદાર? સૂત્રો

ગુજરાતમાં દારૂ બંધી છે આ માત્ર એક કાગળ પર રહેલી વાત છે. રાજ્યમાં લાખો કરોડો રૂપિયાનો દારુ ઝડપાઈ રહ્યો છે. પોલીસ ચોકીઓ ગોઠવીને દારુની હેરાફેરીને રોકવાના પ્રયત્નો કરે છે. ત્યારે ખુદ પોલીસ જ દારૂબંધીનો ભંગ કરે છે એની પણ કોઈ નવાઈ નથી. અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જી. એસ. મલિક તરફથી એક યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, દારૂ જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ ના થાય તે માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે તકેદારી રાખવી પડશે. જ્યાં જ્યાં દારૂ જુગારના અડ્ડાઓ ધમધમતા હોય ત્યાં ક્રાઈમ બ્રાન્ચ પોલીસ રેડ કરે અને ગેરકાયદેસર પ્રવૃતિઓ આચરતા બુટલેગરો અને ગુનેગારોને દબોચી ગુનાખોરી અટકાવવા સતત કાર્યવાહી કરે. જે બાદ થી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે દારૂના અડ્ડાઓ ઉપર તબાહી બોલાવી દીધી છે. પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા અમુક પોલીસકર્મીઓ અમદાવાદ શહેરના ઈમાનદાર પોલીસ કમિશ્નર શ્રી જી એસ મલિક સાહેબની આંખમાં ધૂળ ઝોકવાનું કામ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

એક તરફ જયારે અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જી એસ મલિક દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને સખત આદેશ કરાયો છે કે અમદાવાદ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં ચાલતી દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર રેડ કરી બુટલેગરો અને અસામાજિક તત્વો સામે તબાહી બોલાવી દો.ત્યારે બીજી તરફ ખુદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસમાં ફરજ બજાવતા અમુક પોલીસકર્મીઓ પોતે વહીવટદાર બની દારૂના અડ્ડા ચલાવવાની પરમિશન આપી રહ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જો સૂત્રો ની વાત કરીએ તો અમદાવાદ શહેરના પૂર્વ અને અન્ય બીજા પોલીસ સ્ટેશનમાં ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ ખુદ વહીવટદાર બની દારૂના અડ્ડા ચલાવવા બુટલેગરો સાથે સાંઠ ગાંઠ કરી પોતાની ફરજ સાથે ગદ્દારી કરી રહ્યા હોવાની માહિતી મળી રહી છે. એટલે કહી શકાય કે પાળેલી બિલાડી જ ઘરનું દૂધ પી જાય તો પછી ઘરની રખેવાળી કોણ કરશે. જો ખુદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મી જ બુટલેગરોને છાવરસે તો પછી દારૂબંધી ની અમલવારી કઈ રીતે થઈ શકશે.

પોલીસ કમિશ્નરની જી એસ મલિક સાહેબની દેખરેખમા ચાલતી પોલીસ એજન્સીઓ ક્રાઈમ બ્રાન્ચ અને PCB મા ફરજ બજાવતા પોલીસકર્મીઓ આખરે કેવી રીતે વહીવટદાર બની શકે. શુ એમને પોલીસ કમિશ્નરના હુકમનો કોઈ ડર નથી? જે એજન્સીઓ પોલીસ કમિશ્નર ની સીધી દેખરેખમા ચાલતી હોય એવા એજન્સીના પોલીસકર્મીઓ કેમ પોતાના ફરજ થી ગદ્દારી કરી શકે? એવા અનેક સવાલો લોકોના મનમાં ઉત્પન્ન થયાં છે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે અગાઉ પણ PCB અને ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ વહીવટદાર બની બુટલેગરો સાથે સાંઠ-ગાંઠ કરીને દારૂ જુગારની પ્રવૃતિઓ ચલાવવા છૂટો દોર આપતાં આવ્યા છે. અને હાલમા પણ વાત કરીએ અમદાવાદ શહેરના અમુક પોલીસ સ્ટેશનની તો સૂત્રો થી માહિતી મળી રહી છે કે અમુક પોલીસકર્મી અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી એસ મલિકના આદેશનો અનાદર કરી અને કાયદાનો ડર રાખ્યા વગર વહીવટદાર બન્યા છે.

અમદાવાદના ઈમાનદાર પોલીસ કમિશ્નર જી એસ મલિકની દેખરેખમા ચાલતી ક્રાઈમ બ્રાન્ચ કે જેને નંબર વન પોલીસ એજન્સી માનવામાં આવે છે. આ એજન્સીમાં ફરજ બજાવનાર પોલીસકર્મી પોલીસ કમિશ્નર જી એસ મલિકની આંખમાં ધૂળ ઝોકવાનું કામ કરી રહ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. હવે જોવાનું રહ્યું કે સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તેમાં કેટલી વાસ્તવિકતા છે. જો આ માહિતી ઉપર થી પોલીસ કમિશ્નર જી એસ મલિક સાહેબ તપાસ હાથ ધરે તો જ સત્ય હકીકત બહાર આવશે.


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસકર્મી જ બન્યા વહીવટદાર? સૂત્રો

Related posts

વડોદરામાં ગાયો પકડવા આવેલી પોલીસ ઉપર ગોપાલકોનો પથ્થરમારો, PSI ચાવડા ઘાયલ, પોલીસે પરિસ્થિતિ ઉપર કંટ્રોલ મેળવવા કર્યો લાઠીચાર્જ

Ritesh Parmar

તાપી જિલ્લામાં મિઢોંણાં નદી ઉપર નવ નિર્મિત બ્રિજ તૂટવા બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી કસૂરવાર સામે તાત્કાલિક તપાસ કરી પગલાં ભરવા માંગ કરતા કોંગ્રેસના નેતા : દર્શન નાયક

Ritesh Parmar

ઓઢવ ટ્રાફિક પોલીસની દાદાગીરી સામે આવી! ટ્રાફિક પોલીસે વાહનચાલક સાથે કર્યું અસભ્ય વર્તન, સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ

Ritesh Parmar

Leave a Comment