Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વડોદરામાં ગાયો પકડવા આવેલી પોલીસ ઉપર ગોપાલકોનો પથ્થરમારો, PSI ચાવડા ઘાયલ, પોલીસે પરિસ્થિતિ ઉપર કંટ્રોલ મેળવવા કર્યો લાઠીચાર્જ

વડોદરામાં ગાયો પકડવા આવેલી પોલીસ ઉપર ગોપાલકોનો પથ્થરમારો, PSI ચાવડા ઘાયલ, પોલીસે પરિસ્થિતિ ઉપર કંટ્રોલ મેળવવા કર્યો લાઠીચાર્જ

Our Visitor

012991
Total Users : 12991
Total views : 15215
Who's Online : 0

વડોદરામાં ગાયો પકડવા આવેલી પોલીસ ઉપર ગોપાલકોનો પથ્થરમારો, PSI ચાવડા ઘાયલ, પોલીસે પરિસ્થિતિ ઉપર કંટ્રોલ મેળવવા કર્યો લાઠીચાર્જ

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

રાજ્યમાં રખડતાં ઢોરોની સમસ્યા વધી રહી છે. આ સમસ્યા અટકાવવા માટે અલગ-અલગ શહેરની મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તો બીજી તરફ રખડતા ઢોરે લોકોને અડફેટે લીધા હોવાની ઘટનાઓ પણ સામે આવી છે અને આ ઘટનામાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યા હોવાનું પણ સામે આવે છે. ત્યારે વડોદરા ગોરવા વિસ્તારમાં એક ગાય દ્વારા વૃદ્ધને અડફેટે ચડાવવામાં આવ્યા હતા અને આ ઘટનામાં વૃદ્ધને ઈજા થઈ હતી.

આ ઘટનાને લઇ ગોરવા પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલીક અસરથી કાર્યવાહી કરવામાં આવી હતી. ગોરવા પોલીસે પોલીસ સ્ટેશન નજીક આવેલા રબારીવાસમાંથી જે ગાયોની નીકળતી હતી તેમાંથી 12 ગાયોને કોર્ડન કરીને એક સ્કૂલના કંપાઉન્ડમાં મૂકી દેવામાં આવી હતી.

પોલીસે ગાયને કોર્ડન કરી હોવાની જાણ ગૌપાલકોને થતા તેઓ તેમની ગાયોને છોડાવવા માટે તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. તો બીજી તરફ પોલીસ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની ટીમને પણ ગાયોને લઈ જવા માટે ફોન કરી દેવામાં આવ્યો હતો પરંતુ રોષે ભરાયેલા લોકોએ તેમની ગાયો અને વાછરડાને છોડાવવા માટે પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. આ ઘટનામાં લોકોએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો કે, ગૌપાલકોનું ટોળું વધી જતાં પોલીસ દ્વારા તાત્કાલીક અસરથી હળવો લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો.

જોકે આ ઘટનામાં જે પથ્થરમારો થયો હતો ત્યારે ડી-સ્ટાફના PSI ચાવડાને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ ઉપરાંત બે ગૌપાલકોને પણ ઇજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ ગૌપલકોમાં જે લોકો ઈજાગ્રસ્ત થયા હતા તેમને અન્ય ગૌપાલકોએ રોડ પર સુવડાવી દીધા હતા અને રસ્તા પર ચક્કાજામ શરૂ કર્યો હતો. ગૌપાલકોએ તેમની ગાય અને વાછરડા છોડાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા પરંતુ પોલીસની કાર્યવાહીને કારણે કોર્પોરેશનની ટીમ ગાય અને વાછરડાને લઇને રવાના થઇ ગઇ હતી. તો બીજી તરફ પોલીસે સમગ્ર મામલે હોબાળો કરી રહેલા ગૌપાલકોમાંથી બે લોકોની અટકાયત કરી હતી.

મહત્ત્ત્વનું છે કે, ગોરવા વિસ્તારમાં ગાયે જે વૃદ્ધને અડફેટે લીધા હતા તેમનું નામ ઇન્દ્રસિંહ રાણા છે અને તેઓ 70 વર્ષના છે. તે ગોરવા વિસ્તારમાં આવેલી ગુલમહોર સોસાયટીમાં પરિવારની સાથે રહે છે. આ ઘટનામાં ઇન્દ્રસિંહ રાણાને થાપાના ભાગે ફ્રેક્ચર થયું હતું. આ ઘટનાને લઇને ગોરવા પોલીસે વૃદ્ધની ફરિયાદ લઇને પશુ માલિક સામે ગુનો નોંધ્યો હતો અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.


વડોદરામાં ગાયો પકડવા આવેલી પોલીસ ઉપર ગોપાલકોનો પથ્થરમારો, PSI ચાવડા ઘાયલ, પોલીસે પરિસ્થિતિ ઉપર કંટ્રોલ મેળવવા કર્યો લાઠીચાર્જ

Related posts

અમરેલી / સાવરકુંડલા -લીલીયા વચ્ચેના રેલ્વે ટ્રેકને ક્રોસ કરી રહેલા ચાર સિંહોને ટ્રેનના પાઈલોટે ઇમર્જન્સી બ્રેક મારી બચાવ્યા

Ritesh Parmar

સુરત / મહુવા પોલીસની સતર્કતાને લીધે ઇંગ્લિશ દારૂની હેરાફેરી નિષ્ફળ! તસ્કરો પીકઅપ વાહનમાં ઇંગલિશ દારૂનો જથ્થો સુરત પહોંચાડે તે પહેલાજ મહુવા પોલીસે દબોચી લીધા, 5,61,900 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો

Ritesh Parmar

મધ્યપ્રદેશ / ભારત દેશના જવાન CRPF માં ફરજ બજાવતા સુરેશ સાંસીનું ચાલતી ટ્રેનમાં દુઃખદ નિધન, પરિવારજનોમાં માતમ છવાયું

Ritesh Parmar

Leave a Comment