
દહેગામ કપડવંજ રોડ દહેગામ ખાતે આવેલા વાત્રિકા અલ્ટીમેટ ફિલ્મસિટી માં ફોટોગ્રાફર એસોસિએશન ગાંધીનગર દ્વારા પ્રી વેડિંગ ફોટોગ્રાફી અને સિનેમેટોગ્રાફી ના વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પુના ની સિમ્બાયસીસ યુનિવર્સિટી માંથી બેચલરની ડિગ્રી હાંસલ કરનાર ગાંધીનગર ના રિધમ ગજ્જર દ્વારા ફોટોગ્રાફી વર્કશોપ લઈને આજના યુગ માં ચાલતા નવા ટ્રેન્ડ વિશે શીખડાવામાં આવ્યું હતું. અને મોડેલ ની ફોટોગ્રાફી કરી ને લાઈટિંગ પધ્ધતિ, કંપોજિશન, વગેરે નું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તો બીજીતરફ ગાંધીનગર ના 2 યુવા મિત્રો પ્રણવ ત્રિવેદી, અને જયેશ વાઘેલા દ્વારા સિનેમેટોગ્રાફી નું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
આં વર્કશોપ માં 70 થીવધુ મિત્રો જોડાયા હતા. આં વર્કશોપ ને સફળ બનાવા માટે વાત્રિકા અલ્ટીમેટ ફિલ્મસિટી ના શ્રી આશિષભાઇ નો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો.







Total Users : 12989
Total views : 15213
Who's Online : 0