Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતમાં ખેલાયો ખૂની ખેલ, 7 જેટલા હુમલાખોરોએ તલવાર અને ચપ્પાના અસંખ્ય ઘા મારી માથાભારે શખ્સને મોતને ઘાટ ઉતાર્યો, લોકોમાં ભયનો માહોલ

સુરતમાં ખેલાયો ખૂની ખેલ, 7 જેટલા હુમલાખોરોએ તલવાર અને ચપ્પાના અસંખ્ય ઘા મારી માથાભારે શખ્સને મોતને ઘાટ ઉતાર્યો, લોકોમાં ભયનો માહોલ

Our Visitor

013346
Total Users : 13346
Total views : 15625
Who's Online : 0

સુરતમાં ખેલાયો ખૂની ખેલ, 7 જેટલા હુમલાખોરોએ તલવાર અને ચપ્પાના અસંખ્ય ઘા મારી માથાભારે શખ્સને મોતને ઘાટ ઉતાર્યો, લોકોમાં ભયનો માહોલ

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

           સુરત શહેરમાં અવારનવાર હત્યાં, લૂંટ,બળાત્કાર, ખંડણી, ચોરી, અને મારામારીના બનાવો  સામે આવી રહ્યા છે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ છે. જેના લીધે સુરત વાસીઓના જીવ પડીકે બંધાયા છે. કોણ જાણે કોની સાથે કઈ વારદાત થઈ જશે એવું ભય મનમા રાખી સુરતના નાગરિકો જીવી રહ્યા છે. બીજી તરફ કાપોદ્રામા અંગત અને જૂની અદાવતમાં ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં 7 જેટલાં હુમલાખોરો દ્વવારા એક શખ્સને રહેંસી નાખી તેની હત્યાં નીપજાવી હોવાનું સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉત્પન્ન થયો હતો.

         ઘટના વિશે વધુ મળી રહી માહિતી અનુસાર બુધવાર રાત્રે કાપોદ્રા વિસ્તારમાં માથાભારે શખ્સ દિલીપની સરાજાહેર હત્યાં થઈ હતી. રાતે દસેક વાગ્યાના અરસામાં માથાભારે શખ્સ દિલીપ કાપોદ્રા સ્થિત સ્નેહ મુદ્રા સોસાયટી નજીક પાલિકાના પાર્કિંગ પ્લોટમાં ઉભો હતો, તે દરમ્યાન 7 જેટલાં માથાભારે તત્વો દિલીપની હત્યાં કરવાનાં ઇરાદે તલવાર અને ચપ્પા લઈ તેની સામે ધસી આવ્યા હતા. દિલીપ કંઈ સમજે તે પહેલા તેની ઉપર હિંસક હુમલો કરવા તૂટી પડ્યા હતા.

માથાભારે દિલીપને ઉપરાઉપરી ચપ્પુ અને તલવારના ઘા ઝીંકી દેતા તે સ્થળ ઉપર જ ઢળી પડ્યો હતો. જૂની અદાવતનુ વેર વાળવાના ઇરાદે દિલીપને મોતને ઘાટ ઉતારી અજાણ્યા હુમલાખોર તત્વો પળવારમાં ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ખાનગી હોસ્પિટલના તબીબોએ દિલીપને મૃત જાહેર કર્યો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે હત્યાંનો ગુનો નોંધી અજાણ્યા હુમલાખોરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

સુરતમાં ખેલાયો ખૂની ખેલ, 7 જેટલા હુમલાખોરોએ તલવાર અને ચપ્પાના અસંખ્ય ઘા મારી માથાભારે શખ્સને મોતને ઘાટ ઉતાર્યો, લોકોમાં ભયનો માહોલ

Related posts

સુરત / કતારગામના વેપારીની વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા! સ્યુસાઈડ નોટમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહ્યું, મારાં પરિવારને ન્યાય અપાવજો! ગુનેગારોને ભારે સજા અપાવજો, મિત્રો દુઃખની ઘડીમાં મારાં પરીવાર સાથે રહેજો

Ritesh Parmar

મોડાસા : ઘઉંની બોરીઓની આડમાં સંતાડીને ટ્રકમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો SMC એ ઝડપી પાડ્યો! 10.50 લાખના દારૂ સાથે 2 ની ધરપકડ

Ritesh Parmar

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણપતિ દાદાની મૂર્તિઓના વિસર્જન માટે ઝોન વાઈસ કુંડ બનાવી કરવામાં આવી ખાસ વ્યવસ્થા! જાણો સંપૂર્ણ વિગત અને લિસ્ટ

Ritesh Parmar

Leave a Comment