Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

મોરબી પાલિકાની ગત ચૂંટણીનાં મનદુખમાં પૂર્વ ઉપપ્રમુખ ફારૂક મોટલાણી અને તેના દીકરા ઇમ્તિયાઝની નિર્મમ હત્યા: પાંચ સામે ફરિયાદ,

મોરબી પાલિકાની ગત ચૂંટણીનાં મનદુખમાં પૂર્વ ઉપપ્રમુખ ફારૂક મોટલાણી અને તેના દીકરા ઇમ્તિયાઝની નિર્મમ હત્યા: પાંચ સામે ફરિયાદ,

Our Visitor

013152
Total Users : 13152
Total views : 15395
Who's Online : 0

મોરબી પાલિકાની ગત ચૂંટણીનાં મનદુખમાં પૂર્વ ઉપપ્રમુખ ફારૂક મોટલાણી અને તેના દીકરા ઇમ્તિયાઝની નિર્મમ હત્યા: પાંચ સામે ફરિયાદ,

રીતેશ પરમાર (ક્રાઇમ રીપોર્ટર )

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ મદીના સોસાયટીની અંદર રહેતા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના દીકરા ઉપર રાત્રે સાડા દસેક વાગ્યાના અરસામાં તે વિસ્તારની અંદર રહેતા ડાડો ઉર્ફે રફીક સહિત કુલ મળીને પાંચ શખ્સો દ્વારા છરી અને ધારિયા જેવા તિક્ષ્‍ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો અને બંનેને મોઢા અને છાતીના ભાગે આડેધડ તીક્ષ્‍ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હોય સારવાર મળે તે પહેલાં જ બંનેના મોત નિપજયા હતા જેથી કરીને બેવડી હત્યાનો બનાવ બન્યો હતો આ ઘટનામાં મૃતક નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખના પત્નીએ હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે નામ જોગ ફરીયાદ નોંધાવતા પોલીસે હત્યા સહિતના કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર આવેલ મદીના સોસાયટીમાં રહેતા પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ હાજીફારૂક ઇબ્રાહીમભાઇ મોટલાણી (૫૨) અને તેના દીકરા હાજીઈમ્તિયાઝ ફારૂકભાઇ મોટલાણી (૨૪) ની ઉપર ગઇકાલે રાતે લગભગ સાડા દસેક વાગ્યાના અરસામાં તીક્ષ્‍ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે બંનેને મોઢા અને છાતીના ભાગ તીક્ષ્‍ણ હથિયારના આડેધડ ઘા ઝીકવામાં આવ્યા હતા જેથી બંનેના મોત નિપજયા છે અને બેવડી હત્યાનો બનાવ બનેલ છે અને આ બનાવની જાણ થતાની સાથે જ રાતે એસપી એસ.આર. ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, એલસીબી પીઆઇ વી.બી. જાડેજા, બી ડિવિઝન પીઆઇ વી.એલ.પટેલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતકના ઘરે ગોઠવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરીને આરોપીને પકડવા માટે જુદીજુદી દિશામાં ચક્રોગતિમાન કરવામાં આવ્યા હતા અને બંને મૃતકના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે હોસ્પિટલ ખાતે પણ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજનાં લોકો એકત્રીત થતાં હતા.

હાલમાં બેવડી હત્યાના આ બનાવમાં મૃતકની ફારૂકભાઈના પત્ની રાજીયાબેન ફારૂકભાઇ મોટવાણી (ઉંમર ૫૨)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ડાડો ઉર્ફે દાદુ ઉર્ફે રફીક તાજમામદ જેડા, અગર જાકમ ભટ્ટી, જૂસબ જાક્મ ભટ્ટી, આસિફ સુમરા અને મોઈન હાસમ દાવલિયા ઉર્ફે લાલો પિંજારો રહે, બધા જ મદીના સોસાયટી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત નગરપાલિકાની ચૂંટણી સમયથી જ મનદુખ ચાલતું હતું અને તે બાબતનો આરોપીએ એકસંપ કરીને તેઓના ઘરે આવીને તેના પતિ ફારૂકભાઇ અને દીકરા ઈમ્તિયાઝને આડેધડ છરી અને ધારિયાના મોઢા તેમજ છાતીના ભાગે જીવલેણ ઘા ઝીંક્યા હતા જેથી કરીને તે બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા અને વધુમાં તેને લખાવ્યું છે કે, ડાડો ઉર્ફે રફીક, અસગર અને જૂસબે તેના પતિ અને દીકરાને તીક્ષ્‍ણ હથિયારના ઘા ઝીકયા હતા અને જૂસબે તેને ધોકો માર્યો હતો અને અન્ય આરોપીઓએ તેની મદદગારી કરી હતી આમ પોલીસે મૃતકના પત્નીની ફરિયાદ લઈને હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે.


મોરબી પાલિકાની ગત ચૂંટણીનાં મનદુખમાં પૂર્વ ઉપપ્રમુખ ફારૂક મોટલાણી અને તેના દીકરા ઇમ્તિયાઝની નિર્મમ હત્યા: પાંચ સામે ફરિયાદ,

Related posts

ઉત્તર પ્રદેશ / માત્ર 75 ઘર ધરાવતા ગામમાં 47 લોકો IAS ઓફિસર બન્યા, ઈસરો,અણુ સંશોધન કેન્દ્ર, વિશ્વ બેંક તથા અનેક દેશોના રાજદૂત બની આપી રહ્યા છે સેવા

Ritesh Parmar

અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા,ઘાટલોડિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસની મીલીભગત થી ચાલતા દેશી દારૂના અડ્ડા ઉપર દારૂ પીવા માટે લાઈન લાગી, પોલીસે અજાણ હોવાનો ડોળ કર્યો

Ritesh Parmar

રેલ્વે પોલીસમા નોકરી કરતા કોન્સ્ટેબલનો અકસ્માતનો દાવો ખુદ રેલ્વે ટ્રીબ્યુનલે નકાર્યો! કારણ જાણી વિચારમાં પડી જશો

Ritesh Parmar

Leave a Comment