અહેવાલ – રીતેશ પરમાર
અમદાવાદ શહેરમાં જ્યારથી પોલીસ કમિશ્નર તરીકે જી. એસ. મલિક સાહેબે ચાર્જ લીધો છે, ત્યારબાદ થી દારૂ -જુગાર અને માદક પદાર્થો જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ મેળવવા અમદાવાદ પોલીસ રાત-દિવસ એક કરી રહી છે. જેમાં ખાસ કરીને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરના દેખરેખમાં ચાલતી ખુબજ પ્રામાણિક અને ઈમાનદાર એજન્સીઓ ક્રાઇમબ્રાન્ચ અને પીસીબી ની મહેનત રંગ લાવી છે. જેના લીધે હાલ અસામાજિક પ્રવૃતિઓ આચરતા બુટલેગરો અને ગુનેગારો ઉપર અવાર નવાર ગુનાઓ નોંધી તેમને જેલના સળિયા દેખાડવામાં આવી રહ્યા છે.
પોલીસકર્મીની નોકરી કે કંપની ખાતે અને રખેવાળી (ફરજ ) બીજે કરે છે
પરંતુ અમુક ભ્રષ્ટ પોલીસકર્મીઓ જાણે નહી સુધરવાની પ્રતિજ્ઞા લીધી હોય તેમ સારી એજન્સીઓમાં ફરજ બજાવવા છતાં અમદાવાદ શહેરના અમુક જુદા જુદા પોલીસ સ્ટેશનમાં વહીવટદાર બની જતા હોય છે. અને હાલમાં પણ અમુક પોલીસકર્મીઓ પોલીસ કમિશ્નર જી એસ મલિક સાહેબની જાણ બહાર વહીવટદાર બની ગેરકાયદેસર દારૂ જુગારના અડ્ડાઓ ચલાવવાની પરમિશન આપતાં નજરે પડી રહ્યા છે. જો આ અંગે સૂત્રોની માહિતી અનુસાર વાત કરીએ તો હાલમાં જ એક પોલીસકર્મીની અમદાવાદની એક પોલીસ એજન્સીમાંથી “કે” કંપનીમાં બદલી કરવામાં આવી હતી.એવુ કહેવાય છે કે જે કોઈ પોલીસકર્મી ફરજ દરમ્યાન વધુ બેદરકારી દાખવે તેની બદલી “કે” કંપનીમાં કરાય છે. તો બીજીતરફ સૂત્રોનું માનીએ તો એમનું કહેવું છે કે જે પોલીસકર્મી કોઈ પોલીસ સ્ટેશનમાં વહીવટદાર હોય એ પોલીસકર્મી સામે વાંધાજનક અરજીઓ અથવા ફરજમાં વધુ પડતી બેદરકારી સાબિત થાય તો એવા પોલીસકર્મીઓની બદલી પણ ખાસ કરીને “કે”કંપનીમાં કરવામાં આવતી હોય છે.
પોલીસકર્મી ઉચ્ચ અધિકારીઓની આંખમાં ધૂળ ઝોખવાનું કામ કરી રહ્યો છે? સૂત્ર
અમે જે પોલીસકર્મીની વાત કરી રહ્યા છે એ પોલીસકર્મી કે જે અગાઉ અમદાવાદ શહેરની સારી એજન્સીમાં ફરજ બજાવતો હતો તે સમય દરમિયાન પોલીસ એજન્સીના જ એક પોલીસ ઇન્સ્પેક્ટર સાથે તેમના ખુબજ સારા સંબંધો હતા. પરંતુ થોડા મહિના પહેલા જ પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી અમદાવાદ પૂર્વના એક પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી. જે એક પ્રખ્યાત કવિ ના નામ થી ઓળખાય છે.પોલીસ ઇન્સ્પેક્ટરે આ પોલીસ સ્ટેશનનો ચાર્જ લેતા ની સાથે વહીવટદાર તરીકે નામચીન પોલીસ એજન્સીમાં ફરજ બજાવતા પોતાના માનીતા આ પોલીસ કર્મચારીને વહીવટદાર તરીકે રાખી દીધો હતો. આ પોલીસકર્મીની પ્રખ્યાત એજન્સીમાં ફરજ હતી તે દરમ્યાન પણ આ જ પોલીસ સ્ટેશનમાં રચ્યો પચ્યો રહેતો હતો.અને બુટલેગરો સાથે મિટિંગો કરી દારૂના અડ્ડાઓ ચલાવવાની કામગીરી જ કરતો રહેતો હતો.થોડા દિવસ અગાઉ જ પીસીબી દ્વારા રનિંગ રેડમાં ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. એ દારૂનો જથ્થો આ પોલીસ સ્ટેશન ખાતેના કોઈ બુટલેગરનો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. તે બાદ આ પોલીસકર્મીની બદલી “કે” કંપનીમાં કરી દેવાઈ હતી. તેમ છતાં આજદિન સુધી આ પોલીસકર્મી કાયદા કે પોલીસતંત્રનો ડર રાખ્યા વગર ઉચ્ચ અધિકારીઓની આંખમાં ધૂળ ઝોખવાનું કામ કરી રહ્યો છે તેવું આ વિસ્તારના સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. અને હાલમાં પણ પ્રખ્યાત કવિ ના નામ થી જાણીતા પોલીસ સ્ટેશનના બુટલેગરો સાથે મેળાપીપણા કરી દેશી દારૂના અડ્ડાઓ બે રોકટોક ધમધમાવી રહ્યો છે.
પોલીસકર્મીઓની કે કંપનીમાં બદલી એ માત્ર દેખાવ પૂરતી? સૂત્ર
આવા બેદરકાર પોલીસકર્મીઓની બદલી ભલે “કે” કંપનીમાં કરવામાં આવતી હોય પણ એ માત્ર દેખાવ પૂરતી જ છે એવુ સૂત્રો જણાવી રહ્યા છે. આવા તો અનેક પોલીસકર્મીઓની બદલી શિક્ષાત્મક રૂપે “કે” કંપનીમાં કરાઈ છે પણ આવા પોલીસકર્મીઓ કાયદાનો ડર કે પરવાહ કર્યા વગર વહીવટદાર બની ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃતિઓ ચલાવવા બુટલેગરોની મદદ કરતા આવ્યા છે. આ પોલીસકર્મીના વહીવટદાર બન્યા બાદ જાણીતા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓના ઘણા વિડીયો વાયરલ થયા છે. અને એકાદ દિવસ પહેલા પણ સોશ્યલ મીડિયામાં દેશી દારૂના અડ્ડાનો વિડીયો વાયરલ કરાયો છે. એ વિડીયો કોણે વાયરલ કર્યો અને કયા બુટલેગરનો છે અને ક્યારનો છે એની કોઈ પુષ્ટિ નથી કરતુ. પરંતુ આવા અમુક પોલીસકર્મીઓના લીધે સમગ્ર પોલીસને બદનામ થવાનો વારો આવે છે.જોવાનું રહ્યું કે જે પોલીસકર્મીઓની ફરજ ક્યાંક બીજે હોય અને રખેવાળી અન્ય પોલીસ સ્ટેશનમાં કરતા હોય એવા પોલીસકર્મીઓ સામે પોલીસતંત્ર કેવા પગલા ભરશે એતો આવનાર સમય બતાવશે.