Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટ / કુવાડવામાં બે પરિવારને બંધક બનાવી 10.87 લાખની લૂંટ, બુકાનીધારી ગેંગે આપ્યો લૂંટને અંજામ, પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ / કુવાડવામાં બે પરિવારને બંધક બનાવી 10.87 લાખની લૂંટ, બુકાનીધારી ગેંગે આપ્યો લૂંટને અંજામ, પોલીસે તપાસ હાથ ધરી

Our Visitor

013153
Total Users : 13153
Total views : 15396
Who's Online : 1

રાજકોટ / કુવાડવામાં બે પરિવારને બંધક બનાવી 10.87 લાખની લૂંટ, બુકાનીધારી ગેંગે આપ્યો લૂંટને અંજામ, પોલીસે તપાસ હાથ ધરી

બુકાનીધારી ગેંગનું પગેરું દબાવવા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હાથ ધરી તપાસ : શનિવારે મોડીરાત્રે ઘાતક હથિયારો સાથે છ શખ્સોએ આતંક મચાવ્યો.

રાજકોટ શહેરમાં પોલીસ તંત્રની ઘાક દિવસને દિવસે ઓસરી રહી છે. જેના કારણે લુખ્ખા તત્વો અને ગુનેગારો બેફામ બન્યા છે ત્યારે શનિવારે મોડીરાત્રે કુવાડવા ગામે શિવધારા સોસયટી છ બુકાનીધારી લુંટારૂઓએ બે મકાનમાં ત્રાટકી પરિવારને બંધક બનાવી 10.87 લાખની માલમત્તાની લુંટ ચલાવી પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંકયો છે.ત્યારે પોલીસે લુંટારૂ ગેંગનું પગેરૂ દબાવવા સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.

આ ઘટના અંગેની જાણવા મળતી સિલસિલાબંધ વિગતો મુજબ કુવાડવા શિવધારા સોસાયટી શેરી નં.1માં રેતા મીનાબેન ભરત વરમોરા (ઉ.40)એ કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં છ અજાણ્યા બુકાનીધારી શખ્સોના નામ આપ્યા છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવતી પોતાના બે બાળકો અને પતિના મિત્ર જીતેશ નારણ ઉધરેજીયા સાથે રહે છે અને ચાંદી કામની મજુરી કરે છે. જ્યારે પતિનું કેન્સરની બિમારીથી અવસાન થયા બાદ પતિનો મિત્ર સાથે રહે છે.
શનિવારે રાત્રે જમીને ફરિયાદી અને જીતેશ સુઈ ગયા બાદ રાત્રે બે વાગ્યે કોઈએ દરવાજો ખટખટાવતા બન્ને જાગી ગયા હતા અને દરવાજો ખોલતા છ બુકાનીધારી શખ્સો ધોકા, પાઈપ અને ડીસમીસ સાથે ઘરમાં ઘુસી આવ્યા હતા અને ફરિયાદીને અવાજ કરતી નહી નકર મારી નાખી શું તેવી ધમકી આપ્યા બાદ તેના કાનમાંથી 15 હજારના સોનાના બુટીયા અને બન્નેના મોબાઈલ ફોન પડાવી લીધા હતાં. ત્યારબાદ મીનાબેન અને તેના મિત્ર જીતેશને નવેરામાં પુરી દઈ રૂમમાં આવેલ કબાટનો માલસામાન વેરવીખેર કરી તિજોરીમાંથી 50,000 રોકડ અને ગલ્લામાંથી 10 હજાર સોનાનો ચેઈન મળી 1.07 લાખની લુંટ ચલાવી હતી.
થોડીવાર બાદ જીજ્ઞેશ ઉધરેજીયા નવેરામાંથી ઉપર ચડી ફરિયાદીને બહાર કાઢયા હતા. આ વખતે ઘર પાસે લોકોનું ટોળુ ભેગુ થઈ ગયું હોય તપાસ કરતાં પાડોશી બસ્તીરામ જુમરરામ ચૌધરીના મકાનમાં પણ બુકાનીધારી શખ્સો ત્રાટકયા હોવાનું જાણવા મળ્યું હતું.

પાડોશી બસ્તીરામ ચૌધરીના મકાનમાં લુંટારૂ ગેંગે દરવાજો તોડી ઘરમાં પ્રવેશી કબાટની તિજોરીમાં રાખેલ શેઠના રૂા.9,80,000ની રોકડ આધાર કાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ સહિતની ચીજવસ્તુની લુંટ ચલાવી નાસી ગયા હતાં.કુવાડવા ગામમાં મધરાત્રે બે પરિવારને બંધક બનાવી બુકાનીધારી ગેંગે આતંક મચાવ્યાની જાણ થતા પીઆઈ કે.જે.રાણા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ સીસીટીવી ફુટેજના આધારે લુંટરૂ ગેંગનું પગેરૂ દબાવવા તપાસ હાથ ધરી છે.

લૂંટારું ગેંગ સ્થાનિક હોવાનું તપાસમાં ખુલ્યું
કુવાડવા ગામે બે પરિવારને બંધક બનાવી રૂા.10.87 લાખની રોકડ અને દાગીનાની લુંટ ચલાવવાના ગુનાની પોલીસે તપાસ હાથ ધરતાં લુંટારૂ સ્થાનિક હોવાનું જાણવા મળી રહ્યું છે અને આ ગેંગ કાઠીયાવાડી ભાષા બોલતા હોય અગાઉ આવા ગુનામાં પકડાયેલ ગેંગ છે.તેથી પોલીસે આ ગેંગને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.


રાજકોટ / કુવાડવામાં બે પરિવારને બંધક બનાવી 10.87 લાખની લૂંટ, બુકાનીધારી ગેંગે આપ્યો લૂંટને અંજામ, પોલીસે તપાસ હાથ ધરી

Related posts

સગીર પુત્રી પર બળાત્કાર ગુજારનાર નરાધમ પિતાને આજીવન કેદ

Ritesh Parmar

ભારતીય વાયુસેના વધુ બનશે શક્તિશાળી: કેન્દ્ર સરકારે 56 સી-295 MW વિમાન ખરીદવાને આપી મંજૂરી,

Ritesh Parmar

ગુજરાતમાં વધુ એક લંપટ ભુવાનું કારસ્તાન સામે આવ્યું! તાપીમાં યુવતી સાથે વિધિ કરવાનાં બહાને જંગલમાં લઈ જઈ શારીરિક અડપલા કર્યા, યુવતીએ સમયસર પોલીસને જાણ કરી દેતા હવસખોર ભુવાની ધરપકડ

Ritesh Parmar

Leave a Comment