Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ભારતીય વાયુસેના વધુ બનશે શક્તિશાળી: કેન્દ્ર સરકારે 56 સી-295 MW વિમાન ખરીદવાને આપી મંજૂરી,

ભારતીય વાયુસેના વધુ બનશે શક્તિશાળી: કેન્દ્ર સરકારે 56 સી-295 MW વિમાન ખરીદવાને આપી મંજૂરી,

Our Visitor

009768
Total Users : 9768
Total views : 11435
Who's Online : 0

ભારતીય વાયુસેના વધુ બનશે શક્તિશાળી: કેન્દ્ર સરકારે 56 સી-295 MW વિમાન ખરીદવાને આપી મંજૂરી,

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

સુરક્ષા મામલાની સમિતિની બેઠકમાં નિર્ણય: 56 વિમાનોને સ્વદેશી ઇલેક્ટ્રોનિક વાયફેયર સૂટની સાથે તૈયાર થશે
નવી દિલ્હીઃ
ભારતીય વાયુસેનાને વધુ મજબૂત કરવાની દિશામાં કેન્દ્ર સરકાર તરફથી સતત પગલા ભરવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે સુરક્ષા મામલાની સમિતિએ બુધવારે ભારતીય વાયુસેના માટે 56 સી-295 એમડબ્લ્યૂ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદવાની મંજૂરી આપી દીધી છે.

આ એવા પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે, જેમાં ભારતની પ્રાઇવેટ કંપની તરફથી સૈન્ય એરક્રાફ્ટ તૈયાર કરવામાં આવશે. કેન્દ્ર સરકારે કહ્યું કે, બધા 56 વિમાનોને સ્વદેશી ઇલેક્ટ્રોનિક વાયફેયર સૂટની સાથે તૈયાર કરવામાં આવશે.

સરકારે કહ્યુ કે, આ કાર્યક્રમ દેશના એયરોસ્પેસ ઇકોસિસ્ટમમાં રોજગાર સર્જનમાં ઉત્પ્રેરકના રૂપમાં કાર્ય કરશે અને તેનાથી પ્રત્યેક્ષ રૂપથી 600 અત્યંત કુશળ નોકરીઓ, 3 હજારથી વધુ પરોક્ષ નોકરીઓ અને વધારાની 3 હજાર મધ્યમ કૌશલ્યની નોકરીઓ સર્જાય તેવી અપેક્ષા છે.

રિપોર્ટ અનુસાર, ભારતમાં આ પ્રકારનો આ પહેલો પ્રોજેક્ટ છે. જેમાં એક ખાનગી કંપની દેશની વાયુસેના માટે લશ્કરી વિમાનો બનાવશે. આ તમામ 56 વિમાનો હાઇટેક ઇલેક્ટ્રોનિક વોરફેર સાધનોથી સજ્જ હશે. જેથી તેઓ યુદ્ધના મેદાનમાં સૈનિકોને કોઈપણ સમસ્યા વિના મદદ કરી શકે.


ભારતીય વાયુસેના વધુ બનશે શક્તિશાળી: કેન્દ્ર સરકારે 56 સી-295 MW વિમાન ખરીદવાને આપી મંજૂરી,

Related posts

રાજકોટમાં યુપી વાળી સ્ટાઈલ, સોપાન હાઈટ્સમાં પ્રમુખ -ઉપપ્રમુખની વરણી માટે મળેલી મિટિંગમાં ડખો થતાં કોલેજના ક્લાર્કને રિવોલ્વર તાકી ખૂનની ધમકી

Ritesh Parmar

ઝાલોદમાં પોલીસ કોન્સ્ટેબલની કરતૂતથી ગુજરાત પોલીસ શરમમાં મુકાઈ, પોલીસે બોલેરો કારમાંથી 1.54 લાખનો દારૂ ઝડપી પાડ્યો, પોલીસ કોન્સ્ટેબલ કરી રહ્યો હતો પાયલોટિંગ, ગુનો નોંધાયો

Ritesh Parmar

ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનના પ્રાંગણમાં સ્વતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી! ધ્વજ વંદન, વૃક્ષારોપણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા

Ritesh Parmar

Leave a Comment