Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમરેલી જિલ્લાના ખાંભામાં લૂંટારુઓ એ લીધો મહિલાનો જીવ! ઘરમાં લૂંટ કરવા આવેલા લૂંટારુઓનો પ્રતિકાર કરતા પતિ-પત્ની ઉપર જીવલેણ હુમલો, પત્નીનું મોત પતિ ગંભીર

અમરેલી જિલ્લાના ખાંભામાં લૂંટારુઓ એ લીધો મહિલાનો જીવ! ઘરમાં લૂંટ કરવા આવેલા લૂંટારુઓનો પ્રતિકાર કરતા પતિ-પત્ની ઉપર જીવલેણ હુમલો, પત્નીનું મોત પતિ ગંભીર

Our Visitor

013148
Total Users : 13148
Total views : 15389
Who's Online : 4

અમરેલી જિલ્લાના ખાંભામાં લૂંટારુઓ એ લીધો મહિલાનો જીવ! ઘરમાં લૂંટ કરવા આવેલા લૂંટારુઓનો પ્રતિકાર કરતા પતિ-પત્ની ઉપર જીવલેણ હુમલો, પત્નીનું મોત પતિ ગંભીર

અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ધોળા દિવસે પણ ચોરી અને લૂંટફાટ ની ઘટનાઓ ખૂબ જ મોટી માત્રામાં વધી રહી છે. ત્યારે અમરેલી જિલ્લાની અંદર આવેલા ખાંભા તાલુકાના સમઢીયાળા ગામની અંદર એક ચોંકાવનારી દુર્ઘટના આપણી સામે આવી છે. તેમજ આ ગામની અંદર આજે વહેલી સવારે અથવા તો રાત્રિના સમયે અજાણ્યા યુવકો લુટ અને ચોરીના ઇરાદે એક દંપતી ના ઘરે ઘૂસી ગયા હતા.
દરમિયાન ચોર અને લૂંટારો દ્વારા પતિ પત્નીના ઘરની અંદર ઘૂસીને પતિ-પત્ની ઉપર ખૂબ જ જીવલેણ પ્રહાર કર્યો હતો, આ પ્રકારની કરુંન ઘટનાની અંદર પત્નીનું ઘટના સ્થળ ઉપર મૃત્યુ થયું છે. જ્યારે પતિ ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રત બન્યા છે. અને અત્યારે તેના પતિ ની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના બનતાની સાથે જ આખા ગામની અંદર ભારે માતમ છવાઈ ગયો હતો. તેમજ આખી ઘટના બનતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી.

આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરવામાં આવે તો, અમરેલી જિલ્લાની અંદર આવેલા ખાંભા તાલુકાના સમઢીયાળા ગામની અંદર રહેતા કમલાબેન શેલડીયા અને હરજીભાઈ શેલડીયા ઘરની અંદર ખૂબ જ ખુશીથી રહ્યા હતા, ત્યારે ગઈકાલે રાત્રિના સમયે અથવા તો આજે વહેલી સવારે લૂંટના ઇરાદે અમુક લોકો તેના ઘરની અંદર ઘૂસી આવ્યા હતા, અને પતિ-પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેની અંદર કમળાબેનનું ઘટના સ્થળ ઉપર મૃત્યુ થયું હતું.

આ સમગ્ર ઘટના ની અંદર હરજીભાઈ ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમજ માહિતી મળી રહી છે કે, આખી ઘટના બનતા પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો. અને જરૂરી પંચનામાની કાર્યવાહી પછી આગળની જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી.

ચોર લૂંટારો અને પકડવા માટે પોલીસે અલગ અલગ પ્રકારની ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે. જ્યારે કમળાબેન ના મૃત્યુને કારણે આખા પટેલ પરિવાર ની અંદર માતમ સવાઈ ગયો છે. અત્યારે રાજકોટની અંદર હરજીભાઈ ની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. તેમજ અત્યારે આ ઘટના વિષય વધુમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

અમરેલી જિલ્લાના ખાંભામાં લૂંટારુઓ એ લીધો મહિલાનો જીવ! ઘરમાં લૂંટ કરવા આવેલા લૂંટારુઓનો પ્રતિકાર કરતા પતિ-પત્ની ઉપર જીવલેણ હુમલો, પત્નીનું મોત પતિ ગંભીર

Related posts

જુઓ આ લુખ્ખાની લુખ્ખાગીરી, વિકલાંગ યુવકની ટી સ્ટોલ ઉપર કરી ધમાલ, યુવકનું માથું ફોડી પોલીસ સાથે કરી દાદાગીરી, જુઓ વિડીયો

Ritesh Parmar

શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીની મહત્વની જાહેરાત, ગુરુવારથી ખુલશે પ્રિ-સ્કૂલ, આંગણવાડી, અને બાલમંદિર

Ritesh Parmar

તબીબને કહ્યું તમે ખોટી ડીગ્રી ધરાવો છો કહીને બે મહિલા પત્રકારે 50 હજાર રૂપિયાની માંગણી કરી, ચકલાસી પોલીસે ત્રણ સામે ગુનો નોંધ્યો

Ritesh Parmar

Leave a Comment