Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વલસાડ /વિફરેલા સાંઢે મચાવ્યો તાંડવ, વાહનચાલકો, રાહદારીઓ, પશુઓ સહીત આખા ગામને માથે લીધું જુઓ વિડીયો

વલસાડ /વિફરેલા સાંઢે મચાવ્યો તાંડવ, વાહનચાલકો, રાહદારીઓ, પશુઓ સહીત આખા ગામને માથે લીધું જુઓ વિડીયો

Our Visitor

013079
Total Users : 13079
Total views : 15316
Who's Online : 0

વલસાડ /વિફરેલા સાંઢે મચાવ્યો તાંડવ, વાહનચાલકો, રાહદારીઓ, પશુઓ સહીત આખા ગામને માથે લીધું જુઓ વિડીયો

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

વલસાડ(ગુજરાત): આજકાલ આખલા(Bull)નો ત્રાસ ઘણો વધી ગયો છે. જેનો ભોગ ઘણા લોકો બને છે. આ દરમિયાન, જિલ્લાના હનુમાન ભાગડા(Hanuman Bhagda) ગામમાં આખલાએ તાંડવ મચાવતા ગામમાં ભયનો માહોલ છવાયો હતો. તોફાને ચડેલો આખલો બે દિવસથી હનુમાન ભાગડા ગામમાં આતંક મચાવી રહ્યો હતો. રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો, પશુઓ(animals), રાહદારીઓ સહિત અનેક લોકોને અડફેટમાં લીધા હતા.
આખલાએ મચાવેલા આતંકને કારણે સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. જોકે, વલસાડ(valsad)ની અગ્નિવીર ગૌ સેવા દળની ટીમ(Agniveer Gau Seva team) દ્વારા આ તોફાની આખલાને પકડી અને બાંધી દેવામાં આવતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

મળતી માહિતી મુજબ, વલસાડ તાલુકાના હનુમાનભાગડા ગામમાં છેલ્લા બે દિવસથી એક આખલો તોફાને ચડ્યો હતો. આ આખલાએ ગામમાં અફરાતફરીનો માહોલ સર્જી દીધો હતો. આ તોફાની આખલાએ શ્વાન, રાહદારીઓ અને અન્ય પશુઓને પણ અડફેટે લીધા હતા. આ ઉપરાંત, કેટલીક જગ્યાએ ઘરના બારણામાં પાર્ક કરેલી બાઇક, મોટરકારને પણ નુકસાન પહોચાડ્યું હતું.
છેલ્લા બે દિવસથી આખલાએ મચાવેલા તોફાનને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો. આથી, ગામના સરપંચ દ્વારા જિલ્લા ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓને જાણકારી હતી. માણસો મોકલવાની વાતો કર્યા બાદ કલાકો સુધી કોઈને પણ મોકલવામાં આવ્યા ન હતા.

જોકે, આ ઘટના અંગે વલસાડની અગ્નિવીર ગૌ સેવા દળની ટીમને જાણ થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને કલાકોની ભારે મહેનત બાદ હડકાયેલા આખલાનું હેમખેમ રેસ્ક્યુ કરી પકડીને બાંધી દેવામાં આવ્યો હતો. આમ, બે દિવસ સુધી તોફાને ચડેલા આખલાએ ગામમાં આતંક મચાવ્યો હતો. આથી લોકો ઘરની બહાર નીકળતા કે રસ્તા પરથી પસાર થતા ડર અનુભવતા હતા. જોકે, આખરે જીવ દયા સંસ્થાના કાર્યકરોએ આ તોફાની આખલાને પકડી પાડતાં ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.


વલસાડ /વિફરેલા સાંઢે મચાવ્યો તાંડવ, વાહનચાલકો, રાહદારીઓ, પશુઓ સહીત આખા ગામને માથે લીધું જુઓ વિડીયો

Related posts

સુરત / કામરેજ અને ઓલપાડને ગ્રામ્ય પોલીસની જગ્યાએ સુરત શહેર પોલીસ તાબા હેઠળ લેવા ભલામણ! ચોરી, લૂંટફાટ, અને ટ્રાફિકની સમસ્યા વધતા અલગથી પોલીસ સ્ટેશન બનાવવા માંગ, લોકહિતમાં નિર્ણય લેવા મુખ્યમંત્રી પાસેથી માંગણી કરતા દર્શન નાયક

Ritesh Parmar

ક્રાઈમ સીટી સુરતમાં ખેલાયો ખૂની ખેલ, પૈસાની લેતી દેતી બાબતે ખેતલાઆપા ટી સ્ટોલના માલીકની ચપ્પુના ઘા મારી કરપીણ હત્યાં!

Ritesh Parmar

બાંગ્લાદેશમાં સતા પલ્ટો અમેરિકાનું ષડયંત્ર: ટાપૂ ન આપ્યો એટલે મને હટાવી : શેખ હસીના

Ritesh Parmar

Leave a Comment