Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

SP પ્રેમસુખ ડેલુંનું ઈન્સ્ટાગ્રામ ઉપર ફેક આઈડી! અમદાવાદના ભેજાબાજ શખ્સે જામનગરના SP નું ફેક આઈડી બનાવી પૈસાની માંગણી કરી, સાયબર સેલ દ્વારા તપાસ હાથ ધરાઈ

SP પ્રેમસુખ ડેલુંનું ઈન્સ્ટાગ્રામ ઉપર ફેક આઈડી! અમદાવાદના ભેજાબાજ શખ્સે જામનગરના SP નું ફેક આઈડી બનાવી પૈસાની માંગણી કરી, સાયબર સેલ દ્વારા તપાસ હાથ ધરાઈ

Our Visitor

012990
Total Users : 12990
Total views : 15214
Who's Online : 0

SP પ્રેમસુખ ડેલુંનું ઈન્સ્ટાગ્રામ ઉપર ફેક આઈડી! અમદાવાદના ભેજાબાજ શખ્સે જામનગરના SP નું ફેક આઈડી બનાવી પૈસાની માંગણી કરી, સાયબર સેલ દ્વારા તપાસ હાથ ધરાઈ

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

જામનગરના એસ.પી.ના નામનું ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી તેમાં એસ.પી.ના ફોટોનો ઉપયોગ કરીને અન્ય પાસેથી રૂપિયાની માંગણી કરીને બદનામ કરતાં હોવાનું સામે આવતાં ચકચાર મચી જવા પામી છે જામનગર સાયબર સેલ દ્વારા તપાસ હાથ ધરી છે અને પ્રાથમિક તપાસમાં અમદાવાદનો શખ્સ હોવાનું સામે આવી રહ્યું છે.

અમદાવાદથી તાજેતરમાં જ બદલી પામીને જામનગર એસ.પી.તરીકે આવેલા પ્રેમસુખ ડેલુના નામનું કોઈ શખસોએ ખોટું ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું છે અને તેમાં એસ.પી.ના ફોટાનો ઉપયોગ કર્યો છે.
આ ફેક આઈડીમાં તે અન્ય પાસે રૂ.2 હજાર અને રૂ.5 હજારની માંગણી કરીને બદનામ કરવામાં આવી રહ્યા હતાં. આ અંગેની એસ.પી.ને ધ્યાનમાં આવતાં તેઓએ ઈન્સ્ટાગ્રામને જાણ કરીને ઈન્સ્ટાગ્રામ બંધ કરાવ્યું છે અને આ ઈન્સ્ટાગ્રામનું ફેક આઈડી બનાવનારને શોધી કાઢવા માટે જામનગરની સાયબર સેલને જાણ કરવામાં આવી છે.

જામનગરની સાયબર સેલની ટીમ દ્વારા તપાસ ચલાવી રહી છે. હાલ ફેક આઈડી બનાવનાર અમદાવાદનો શખસ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, એસ. પી. અમદાવાદ ફરજ બજાવી ચુકેલા હોય અને ત્યાં તેમની કડક છાપ હતી. આ ખોટુ ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવનાર પણ અમદાવાદનો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે.

SP પ્રેમસુખ ડેલુંનું ઈન્સ્ટાગ્રામ ઉપર ફેક આઈડી! અમદાવાદના ભેજાબાજ શખ્સે જામનગરના SP નું ફેક આઈડી બનાવી પૈસાની માંગણી કરી, સાયબર સેલ દ્વારા તપાસ હાથ ધરાઈ

Related posts

ભરૂચના અંકલેશ્વરમા ફરી એક વખત સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો, 30 લાખથી વધુનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો, ચૂંટણીમાં પાર્ટીઓ કરવાનો હતો કારસો, 2 ની ધરપકડ

Ritesh Parmar

ગુજરાત પોલીસ માટે દુઃખદ સમાચાર, વડોદરામાં બાઈક ઉપર જઈ રહેલા PSI ને અજાણ્યા વાહને ટક્કર મારવાનો મામલો! PSI નું મોત, મૃતક PSI ના પત્ની પણ વડોદરામાં ASI તરીકે ફરજ બજાવે છે

Ritesh Parmar

હીરાબાની તબિયતમાં સુધારો: રાજકીય અગ્રણીઓનો ખબર પૂછવા જમાવડો, વડાપ્રધાન મોદી અમદાવાદ આવવા દિલ્હીથી રવાના

Ritesh Parmar

Leave a Comment