Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત જીલ્લા પંચાયતના નાયબ જીલ્લા વિકાસ અધિકારી સામે ગાંધીનગર અગ્રસચિવને ફરીયાદ કરતા નેતા દર્શન નાયક, અધિકારી પોતાની સરકારી ગાડી ઉપર બીનઅધિકૃત રીતે લાલ-વાદળી ફ્લેશર લાઈટનો ઉપયોગ કરે છે, કસૂરવાર અધિકારી સામે શિક્ષાત્મક પગલા ભરવા રજુઆત

Our Visitor

013355
Total Users : 13355
Total views : 15635
Who's Online : 0

સુરત જીલ્લા પંચાયતના નાયબ જીલ્લા વિકાસ અધિકારી સામે ગાંધીનગર અગ્રસચિવને ફરીયાદ કરતા નેતા દર્શન નાયક, અધિકારી પોતાની સરકારી ગાડી ઉપર બીનઅધિકૃત રીતે લાલ-વાદળી ફ્લેશર લાઈટનો ઉપયોગ કરે છે, કસૂરવાર અધિકારી સામે શિક્ષાત્મક પગલા ભરવા રજુઆત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી દર્શન નાયક દ્વારા ગાંધીનગર અગ્રસચિવને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં સુરત જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા અધિકારી કેન્દ્ર પરિવહન દ્વારા બહાર પડાયેલ કાયદા અને પરિપત્રનો દુરુપયોગ કરતા હોવાનું જણાવવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારના નીતિનિયમો તથા પરિપત્રોનું સુરત જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી બિન અધિકૃત રીતે સરકારી વાહન ઉપર લાલ-વાદળી ફ્લેશર લાઈટનો ઉપયોગ કરી રહ્યા હોવાની ફરીયાદ દર્શન નાયક દ્વારા કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને લડાયક નેતા જે હંમેશા પ્રજાના હિત માટે સરકાર હોય કે કોઈપણ સંસ્થા હોય પણ દર્શન નાયક કોઈપણ સમયે પ્રજાના હિતેચ્છુ અને સેવક બની તેમના પડતર પ્રશ્નો માટે હર હંમેશ આક્રમકતા સાથે લડતા આવ્યા છે. બીજીતરફ ખેડૂતોના ન્યાય માટે અને બીજી કોઈપણ એકમો સંસ્થાઓ, કંપનીઓમા ચાલતી ગેરકાનૂની પ્રવૃતિઓ સામે દર્શન નાયકે સરકારના દ્વાર ખખડાવી તમામ બાબતો ઉપર સરકારને જાગૃત કરી ન્યાય મેળવ્યો છે.
ત્યારે સુરત જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી ખુદ નીતિનિયમો વિરુદ્ધ જઈ પોતાની સરકારી ગાડી ઉપર લાલ- વાદળી લાઈટનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી રહ્યા હોવાનું સામે આવતા દર્શન નાયકે ગુજરાત સરકારના અગ્રસચિવને પત્ર લખી સુરત જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી સામે તાત્કાલિક કડક અને શિક્ષાત્મક પગલા લેવાની માંગ કરી છે.

અગ્રસચિવને લખેલા પત્રમાં દર્શન નાયક દ્વારા કઈ વાતોનો ઉલ્લેખ કરાયો હતો

કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારનાં નિતનિયમો તથા પરીપત્રોનું પાલન કરવાની અને કરાવવાની સરકારનાં તમામ અધિકારીઓની જવાબદારી હોય છે.

કેન્દ્રીય પરિવહન મંત્રાલય દ્વારા આઈ.એ.એસ તથા આઈ.પી.એસ.સહિતનાં સરકારનાં ઉચ્ચ અધિકારીઓ કયા પ્રકારની લાલ-વાદળી ફલેશર લાઈટનો ઉપયોગ કરી શકે તેનો આદેશ જાહેર કર્યા હતો.જેનુ તમામ સરકારી અધિકારીઓએ પાલન કરવાનું હતું,પરંતુ સુરત જીલ્લા પંચાયતનાં નાયબ જીલ્લા વિકાસ અધિકારી શ્રી પીયુશ સી.પટેલ દ્વારા સરકાર તરફથી ફાળવવામાં આવેલ સરકારી વાહન નંબર જી.જે.૦૫.જીવી.૧૫૮૯ (GJ -05 – GV – 1589) ઉપર બિનઅધિકૃત રીતે સરકારી વાહન ઉપરલાલ-વાદળી ફલેશર લાઈટનો ઉપયોગ કરી કેન્દ્રીય પરિવહન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આદેશનું ઊલંઘન કરવામાં આવેલ હોવાનાં સમાચાર સ્થાનિક દૈનિક સમાચારપત્રોમાં અહેવાલ પ્રસિધ્ધ થયેલ છે.જો સરકારનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા જ છડેચોક સરકારનાં આદેશોનું ઊલંઘન કરવામાં આવે તે વાત ન્યાય સંગત નથી.

ઉપરોકત બાબતે હકીકત તપાસી જો સુરત જીલ્લા પંચાયતનાં નાયબ જીલ્લા વિકાસ અધિકારી શ્રી પીયુશ સી.પટેલ કસુરવાર જણાય તો તેમની સામે કેન્દ્રીય પરિવહન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આદેશનાં નિતનિયમોનો ભંગ કરવા બદલ શિક્ષાત્મક પગલા લઈ અન્ય સરકારી અધિકારીઓ પોતાનાં હોદ્દાનો દુર ઉપયોગ ન કરે એવો દાખલો બેસે એવી કાર્યવાહી કરવા લોકહિતમાં માગણી દર્શન નાયક દ્વારા કરવામાં આવી છે.

સુરત જીલ્લા પંચાયતના નાયબ જીલ્લા વિકાસ અધિકારી સામે ગાંધીનગર અગ્રસચિવને ફરીયાદ કરતા નેતા દર્શન નાયક, અધિકારી પોતાની સરકારી ગાડી ઉપર બીનઅધિકૃત રીતે લાલ-વાદળી ફ્લેશર લાઈટનો ઉપયોગ કરે છે, કસૂરવાર અધિકારી સામે શિક્ષાત્મક પગલા ભરવા રજુઆત

Related posts

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પ્રશંસનીય કામગીરી, દહેગામ અને અમદાવાદ ખાતેથી મહિલાના પર્સને બ્લેડ મારી સોનાના દાગીના અને મોબાઈલની ચોરી કરનાર શાતીર મહિલાની ધરપકડ કરી 2.97 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

Ritesh Parmar

આતો કેવો ચમત્કાર ભાવનગરના પીપરલા ગામે નાગ પાંચમના દિવસે નાગ આપે છે દર્શન, લોકોની વચ્ચે બેસે છે બે નાગનું જોડું,

Ritesh Parmar

રથયાત્રા દરમ્યાન અમદાવાદના પોલીસ કોન્સ્ટેબલે બેભાન થઈને ઢળી પડેલા 12 વર્ષના બાળકનો જીવ બચાવ્યો, બાળકને પોતાના ખબે ઉચકી એક કિલોમીટર સુધી દોટ લગાવી, 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી દેવદૂત બન્યો પોલીસ જવાન

Ritesh Parmar

Leave a Comment