અમદાવાદ SOG પોલીસને મળી વધુ એક સફળતા, અમદાવાદમાંથી ગેરકાયદેસર કફ સીરપની હેરાફેરી ઝડપી પાડી, બે શખ્સોની ધરપકડ
અમદાવાદ: રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે નશાકારક પદાર્થોનું વેચાણ (Trafficking in illegal cough syrup in ahmedabad) વધી રહ્યું છે, ત્યારે અમદાવાદ શહેરમાં ફરી એકવાર કોડેન ફોસ્ફેટ ધરાવતી નશાકારક કફ સીરપની હેરાફેરી ઝડપાઇ છે. (Two persons arrested with of intoxicating cough syrup)
ગેરકાયદેસર કફ સીરપની હેરાફેરી: SOG ક્રાઇમ દ્વારા ન્યુ રાણીપ વિસ્તારમાંથી ગેરકાયદેસર કફ સીરપની હેરાફેરી ઝડપી પાડી છે. બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે દ્વારા ન્યુ રાણીપ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન ટીમે ખુલ્લી જગ્યામાંથી કફ સીરપનો મોટો જથ્થો ઝડપીને બે શખ્સોની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી 86 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
બાતમીના આધારે પાડ્યા દરોડા: એસઓજી ક્રાઇમે આ મામલે ન્યુ રાણીપ વિસ્તારમાં આનંદ પાર્ટી પ્લોટની પાસે અક્ષર 42 ફ્લેટની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાંથી ગોવિંદ પ્રજાપતિ અને શિવરાજસિંહ રાજપુત નામના બે શખ્સોને ઝડપ્યા હતા. તેઓના કબજામાંથી કોડેન ફોસ્ફેટ ધરાવતી કફ સીરપની બોટલો કબજે કરી છે. આરોપીઓ સાથે આ ગુનામાં સામેલ એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી છે.
કફ સીરપની 239 બોટલો કબજે: એસઓજી ક્રાઇમે 28,000થી વધુની કિંમતની કફ સીરપની 239 બોટલો કબજે કરી છે. પકડાયેલા આરોપીઓ સામે એનડીપીએસની એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીના એક દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી છે.
Post Comment