Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

શરમજનક કિસ્સો / અમદાવાદની સિવિલમાં દારૂની મહેફિલ, સેનેટરી ઈન્સપેક્ટર સહિત 6 લોકો પકડાયા, દારૂબંધીના લીરેલીરા

શરમજનક કિસ્સો / અમદાવાદની સિવિલમાં દારૂની મહેફિલ, સેનેટરી ઈન્સપેક્ટર સહિત 6 લોકો પકડાયા, દારૂબંધીના લીરેલીરા

Our Visitor

012990
Total Users : 12990
Total views : 15214
Who's Online : 0

શરમજનક કિસ્સો / અમદાવાદની સિવિલમાં દારૂની મહેફિલ, સેનેટરી ઈન્સપેક્ટર સહિત 6 લોકો પકડાયા, દારૂબંધીના લીરેલીરા

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ દારૂની મહેફિલ ઝડપાઈ છે. સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ જ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. ચાલુ ફરજ દરમિયાન કર્મચારીઓ દારુની મહેફિલ માણતાં હતાં. સિવિલ હોસ્પિટલના સેનેટરી ઇન્સ્પેક્ટર મેઘાણીનગરના સોપાન 8ના વૉર્ડનની ઓફિસમાં બેસીને દારૂની મહેફીલ માણી રહ્યા હતા.ત્યારે કેટલાક જાગૃત લોકો ત્યાં પહોંચી ગયા હતા. આ જોઈને સેનેટરી ઇન્સ્પેકટર ત્યાંથી ભાગી રહ્યા હતા. તેમાંથી એક સેનેટરી ઇન્સ્પેક્ટર યુ.એન મહેતા હોસ્પિટલ પાસે ભાગી રહ્યો હતો જેને લોકોએ પકડીને પોલીસને જાણ કરી હતી.સિવિલના સેનેટરી ઈન્સપેક્ટર તુષાર ખરાડી સહિત 6 લોકો દારૂની મહેફિલ માણતાં હતાં.

જુઓ વિડીયો

આ ઘટનામાં જ્યારે લોકોએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી ત્યારે પોલીસ સ્ટેશનની હદનો સવાલ ઉભો થયો હતો. આ વિસ્તાર શાહીબાગમાં આવતો હોવાની વાત જણાતા લોકો શાહિબાગ પોલીસ સ્ટેશન ગયાં હતાં પરંતુ આખરે હદના વિવાદ વચ્ચે શાહીબાગ પોલીસે દારૂની મહેફિલ માણનારા 6 લોકો સામે કાર્યવાહી શરૂ કરી હતી. અમદાવાદ પોલીસે 31મી ડિસેમ્બરે શહેરીજનોને ખાસ વોર્નિંગ આપી હતી. ન્યૂ યર પહેલાં પોલીસે ટ્વિટ કરીને અમદાવાદીઓને કહ્યું હતું કે, અમારી મહેમાનગતિથી સાવચેત રહેવું.જોખમી ડ્રાઈવ, દારૂ પીધેલા ડ્રાઈવર્સ, નિયમો તોડનારાઓ માટે ફ્રી એન્ટ્રી. DJ લોકઅપ દ્વારા સ્પેશ્યલ પરફોર્મેન્સ તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યું છે. ત્યારે આવા છાકટા બનેલા અધિકારીઓ સામે પોલીસ કેટલી કડક થાય છે એ જોવાનું રહ્યું.


શરમજનક કિસ્સો / અમદાવાદની સિવિલમાં દારૂની મહેફિલ, સેનેટરી ઈન્સપેક્ટર સહિત 6 લોકો પકડાયા, દારૂબંધીના લીરેલીરા

Related posts

ગુજરાતમાં ભારે વરસાદને કારણે ૨૪ કલાકમાં ૮ લોકોના મોત ;૧૫ પશુઓ મોતને ભેટ્યા,રોડ રસ્તાઓ બંધ થતા લોકોને હાલાકી

Ritesh Parmar

IAS – IPS ની બદલીના એંધાણ, CMO ઓફિસમાં ભલામણ માટે અધિકારીઓના આંટાફેરા શરુ? સૂત્ર

Ritesh Parmar

અમદાવાદમાં ખાખી શરમાઈ: હાંસોલ પોલીસ ચોકીનો ASI ₹૬,૦૦૦ની લાંચ લેતા ACBના સકંજામાં

Ritesh Parmar

Leave a Comment