Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાતમાં ભારે વરસાદને કારણે ૨૪ કલાકમાં ૮ લોકોના મોત ;૧૫ પશુઓ મોતને ભેટ્યા,રોડ રસ્તાઓ બંધ થતા લોકોને હાલાકી

ગુજરાતમાં ભારે વરસાદને કારણે ૨૪ કલાકમાં ૮ લોકોના મોત ;૧૫ પશુઓ મોતને ભેટ્યા,રોડ રસ્તાઓ બંધ થતા લોકોને હાલાકી

Our Visitor

013351
Total Users : 13351
Total views : 15631
Who's Online : 1

ગુજરાતમાં ભારે વરસાદને કારણે ૨૪ કલાકમાં ૮ લોકોના મોત ;૧૫ પશુઓ મોતને ભેટ્યા,રોડ રસ્તાઓ બંધ થતા લોકોને હાલાકી

ગુજરાત રાજ્યભરમાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે. તેમજ રાજ્યમાં ગઈકાલે વરસાદથી ૮ લોકોના મોત થયા છે. તથા ૨૪ કલાકમાં ૧૫ પશુઓ મોતને ભેટ્યા છે. તેમજ પંચાયત હસ્તકના ૧૦૬ રોડ બંધ કરવામાં આવ્યા છે. સૌથી વધુ તાપી જીલ્લામાં ૫૭ રોડ બંધ કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં ૨૨, સુરતમાં ૧૭ રોડ બંધ થયા છે. સાથે જ વલસાડમાં ૭, કચ્છ જિલ્લામાં ૧ રોડ બંધ છે.

બનાસકાંઠા, પંચમહાલ જિલ્લામાં ૧-૧ રોડ બંધ છે તથા ખેડાના ૫ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. સુરેન્દ્રનગરના ચુડાના ૬ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. તેમજ પોરબંદરના ૩ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. સાથે જ ગીર સોમનાથના 3 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે.
રાજ્યમા વરસાદના કારણે ગઈકાલે એક જ દિવસમાં ૮ લોકોના મોત થયા છે. તેમાં ૨૧ લોકોને નાની મોટી ઇજા થઈ છે. તથા રાજ્યમાં ૧૩ ગામોમાં વિજ પુરવઠો ખોરવાયો છે. રાજ્યમાં વરસાદના કારણે ૧૦૬ રોડ રસ્તા બંધ થયા છે. આજે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ જ્યારે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસે તેવી સંભાવના છે. વડોદરા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદ પડી શકે. ૧ જૂલાઈના સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી છે. જ્યારે માછીમારોને આગામી ચાર દિવસ માટે દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. પવનની ગતિ ૪૦-૪૫ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે.


ગુજરાતમાં ભારે વરસાદને કારણે ૨૪ કલાકમાં ૮ લોકોના મોત ;૧૫ પશુઓ મોતને ભેટ્યા,રોડ રસ્તાઓ બંધ થતા લોકોને હાલાકી

Related posts

ન્યુઝ પોર્ટલની રીપોર્ટર નકલી PSI બની સ્પામાં કરતી હતી તોડ, ઉમરા, અને ખટોદરામાં ચાલતા સ્પામાં પોતાના સાગરીતો સાથે મળી ધાકધમકી આપી તોડપાણી કરતી ટોળકીને એસઓજી પોલીસે ઝડપી પાડી

Ritesh Parmar

અમદાવાદ / નરોડા પોલીસની હદમાં ચાલતા જુગારધામ પર ડીજી વિજિલન્સની ટીમ ત્રાટકી, લાખોના મુદ્દામાલ સહીત 12 થી વધુ જુગારીઓ ઝડપાયા

Ritesh Parmar

🔥 બુટલેગરોના કાળજા ધ્રુજાવતી કાર્યવાહી! અમદાવાદમાં રૂ. 2.33 કરોડના વિદેશી દારૂ પર ફર્યું બુલડોઝર, 68 હજારથી વધુ બોટલો માટીમાં મળી!

Ritesh Parmar

Leave a Comment