Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત / ઓલપાડ ખાતે હળપતિ સમાજના શપથ! કોંગ્રેસને આપશે સાથ, ગુજરાત પ્રદેશના મહામંત્રી દર્શન નાયકે કહ્યું કોંગ્રેસની સરકાર બનતાજ સમાજના પડતર પ્રશ્નોનું થશે જલ્દ નિરાકરણ

સુરત / ઓલપાડ ખાતે હળપતિ સમાજના શપથ! કોંગ્રેસને આપશે સાથ, પ્રદેશ પ્રમુખ દર્શન નાયકે કહ્યું કોંગ્રેસની સરકાર બનતાજ સમાજના પડતર પ્રશ્નોનું થશે તરત નિરાકરણ

Our Visitor

012990
Total Users : 12990
Total views : 15214
Who's Online : 0

સુરત / ઓલપાડ ખાતે હળપતિ સમાજના શપથ! કોંગ્રેસને આપશે સાથ, પ્રદેશ પ્રમુખ દર્શન નાયકે કહ્યું કોંગ્રેસની સરકાર બનતાજ સમાજના પડતર પ્રશ્નોનું થશે તરત નિરાકરણ

સુરત ઓલપાડ કોંગ્રેસ સમિતિ દ્વારા આવનાર વિધાનસભાની ચૂંટણીઓની પૂરજોશ તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. છેવાડા અને ગામડાઓમાં રહેતા ગરીબ લોકો સાથે જન- સંવાદ ડોર ટુ ડોર મંત્રણા, તેમજ સાંકેતિક બંધનું એલાન કરી મોંઘવારી સામે વિરોધ આંદોલનો કરીને જનતા માટે લડવાનું કામ કોંગ્રેસ કરી રહી છે. જેમાં સુરત ઓલપાડ કોંગ્રેસ સમિતિ દ્વારા અવારનવાર પ્રજાલક્ષી અને પ્રજાના હિત માટે કોંગ્રેસના ગુજરાત પ્રદેશના મહામંત્રી દર્શનભાઈ નાયક લડાયક ભૂમિકા નિભાવી રહ્યા છે. જો વાત હોય ખેડૂતોના પ્રશ્નોની કે, વેપારીઓની તેમજ મજુરવર્ગના હકો અને ન્યાય માટે દર્શનભાઈ નાયક સતત લડત આપતાં નજરે પડ્યા છે.

ત્યારે હાલ આવનાર વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષને ભારે મજબૂતી મળે અને આ વખત સત્તાપલટ થાય તેવા નિશ્ચય સાથે ગ્રાઉન્ડ લેવલ ઉપર કોંગ્રેસના નેતાઓ, મંત્રીઓ અને સક્રિય કાર્યકર્તાઓ પોતાનું કાર્ય નિષ્ઠા પૂર્વક કરતા નજરે પડી રહ્યા છે. તો બીજી તરફ વધતી મોંઘવારી, જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓના ભાવ પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ ખાણીપીણી ની ચીજ વસ્તુઓના ભાવ થી પ્રજા ત્રસ્ત થઈ ચુકી છે. જે સંદર્ભમાં આજરોજ સુરતના ઓલપાડ 155 વિધાનસભા વિસ્તારના ભટ્ટ ગામ ખાતે હળપતિ સમાજના યુવાનો અને આગેવાનો સાથે મળી તેમને જાતી ના દાખલા માં પડતી અગવડતા,રેશનિંગ નું અનાજ મળવા બાબતે,100 ચો. વાર ના પ્લોટ ફાળવવા બાબતે,સરકારી નોકરી રોજગારી સહિતના પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી હતી.

હળપતિ સમાજના આગેવાનો યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ ના મહામંત્રી અને ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક સમક્ષ તેમને પડી રહી તકલીફો, પારાવાર નુકશાન, અને અન્ય ઘણી બધી મુશ્કેલીઓની રજુઆત કરી હતી. રજૂઆતો સાંભળી નેતા દર્શન નાયકે હળપતિ સમાજને આશ્વાસન આપ્યું હતું કે, કૉંગ્રેસ ની સરકાર બનતા જ આ તમામ પ્રશ્નો નો યોગ્ય નિરાકરણ લાવવાની જવાબદારી કોંગ્રેસ પક્ષ લેશે. હળપતિ સમાજના તમામ યુવાનો અને આગેવાનો દ્વારા આવનારી વિધાનસભા ની ચૂંટણી માં કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર ને જીતાડવા માટે પુરે પૂરો સહકાર આપવાની ખાત્રી આપવામાં આવી.આ પ્રસંગે ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિ ના પ્રમુખ જ્યેન્દ્ર ભાઈ દેસાઈ,સુનિલભાઈ રાઠોડ,ખેડૂત આગેવાન નવીનભાઈ પટેલ,ઈશ્વરભાઈ પટેલ,વિજય ભાઈ રાઠોડ,જયેશભાઇ સુરતી,અલ્પેશભાઈ રાઠોડ સહિત હળપતિ સમાજના યુવાનો અને આગેવાનો હાજર રહ્યા હતા.


સુરત / ઓલપાડ ખાતે હળપતિ સમાજના શપથ! કોંગ્રેસને આપશે સાથ, ગુજરાત પ્રદેશના મહામંત્રી દર્શન નાયકે કહ્યું કોંગ્રેસની સરકાર બનતાજ સમાજના પડતર પ્રશ્નોનું થશે જલ્દ નિરાકરણ

Related posts

સુરત સાયબર ક્રાઈમ પોલીસ ઉપર તોડ કર્યાનો આક્ષેપ, સૌરાષ્ટ્રના બે યુવાનોને ત્રણ દિવસ સુધી ગોંધી રાખ્યા, 5 લાખનો તોડ?

Ritesh Parmar

વડોદરા / કારેલીબાગ વિસ્તારમાંથી ચોરી થયેલ 21 મોબાઈલના ગુનાના ભેદ ઉકેલાયા, કારેલીબાગ પોલીસે મોબાઈલનો કબ્જો મેળવી મૂળ માલિકને પરત કર્યા, પોલીસની કાર્યવાહીના લીધે ફરિયાદીઓ ના ચહેરા ઉપર સ્મિત દેખાયો જુઓ વિડીયો

Ritesh Parmar

છારાનગર પોલીસ દમન કેસમાં કોર્ટે ચાર પોલીસ અધિકારીઓ સામે વોરંટ જારી કર્યો, અંતે પોલીસે વિવાદિત પીએસઆઈ મોરીની કરી બદલી
સ્થાનિક લોકો બદલી નહિ પણ ડિસમિસની કરી રહ્યા છે માંગણી

Ritesh Parmar

Leave a Comment