Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વડોદરામાં આર્થિક સંકડામણમાં પોતાની બે દીકરીને ઝેર પાઈ જનેતાનો આપઘાતનો પ્રયાસ! આર્થિક સંકડામણમાં જીવ લેવા અને દેવા મજબુર બની જનેતા,બન્ને દીકરીના મોત, માતા સારવાર માટે હોસ્પીટલ ખસેડાઈ

વડોદરામાં આર્થિક સંકડામણમાં પોતાની બે દીકરીને ઝેર પાઈ જનેતાનો આપઘાતનો પ્રયાસ! આર્થિક સંકડામણમાં જીવ લેવા અને દેવા મજબુર બની જનેતા,બન્ને દીકરીના મોત, માતા સારવાર માટે હોસ્પીટલ ખસેડાઈ

Our Visitor

012991
Total Users : 12991
Total views : 15215
Who's Online : 0

વડોદરામાં આર્થિક સંકડામણમાં પોતાની બે દીકરીને ઝેર પાઈ જનેતાનો આપઘાતનો પ્રયાસ! આર્થિક સંકડામણમાં જીવ લેવા અને દેવા મજબુર બની જનેતા,બન્ને દીકરીના મોત, માતા સારવાર માટે હોસ્પીટલ ખસેડાઈ

અત્રે એક જનેતાએ તેની બે સગી દીકરીઓને ઝેર પાઈ મોતને ઘાટ ઉતારીને પોતે ગળે ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે તેને પડોશીઓ દ્વારા બચાવી લેવામાં આવી હતી. તેની હોસ્પીટલમાં સારવાર ચાલી રહી છે. આર્થિક સંકડામણમાં માતાએ બે દીકરીઓને ઝેર પીવડાવી મોતને ઘાટ ઉતારી ખુદે ગળે ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું માતાની સુસાઈડ નોટમાં બહાર આવ્યુ છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટીમાં ભાડાનાં મકાનમાં રહેતા દક્ષાબેન ચૌહાણે ઘરમાં બે દીકરીઓના હાથ-પગ બાંધીને ઝેર પીવડાવી દીધુ હતું.

દીકરીઓ તેમ છતાં ન મરતા માતાએ ગળા દબાવીને બન્ને દીકરીઓને મોતને ઘાટ ઉતારી હતી અને પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. વધુમાં જાણવા મળતી માહિતી મુજબ દક્ષાબેનની મોટી દીકરી ટી.વાય બી.કોમમાં અભ્યાસ કરતી હતી. અને તેને એર હોસ્ટેસ બનવુ હતું. નાની દીકરી શાલીની 9 માં ધોરણમાં ભણતી હતી.

વધુમાં જાણવા મળતી વિગત અનુસાર દક્ષાબેનનાં 15 વર્ષ પહેલા ડીવોર્સ થઈ ગયા હતા. વિરમગામ સાસરૂ હતું તેઓ ભાડાનાં મકાનમાં રહેતા હતા. પોલીસને સુસાઈડ નોટ મળી છે. જેમાં આર્થિક સંકડામણમાં માતાએ આ ખોફનાક પગલુ ભર્યાનું બહાર આવેલ છે.

વડોદરામાં આર્થિક સંકડામણમાં પોતાની બે દીકરીને ઝેર પાઈ જનેતાનો આપઘાતનો પ્રયાસ! આર્થિક સંકડામણમાં જીવ લેવા અને દેવા મજબુર બની જનેતા,બન્ને દીકરીના મોત, માતા સારવાર માટે હોસ્પીટલ ખસેડાઈ

Related posts

ગુજરાત વિધાનસભાની તારીખ થઈ જાહેર! તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા ઉતર્યા મેદાનમાં, ઓલપાડ વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસનો જોરદાર પ્રચાર, દર્શન નાયકની આગેવાનીમાં સાયણ અને લવાછામાં ડોર ટુ ડોર જનસંપર્ક કરાયો

Ritesh Parmar

વાસદ બગોદરા હાઈવે પરથી બાઈક ઉપર પસાર થતાં દંપતીને બેફામ રીતે હંકારી રહેલા કાર ચાલકે ટક્કર મારી, બંનેના કરુણ મોત

Ritesh Parmar

જામનગર /કાલાવાડમાં વિચિત્ર ઘટના, પરીવારે જે વૃદ્ધના અંતિમ સંસ્કાર કર્યા તે વૃદ્ધ ઘરે પાછો આવ્યો,જોઈને લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ

Ritesh Parmar

Leave a Comment