Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પોલીસ પ્રજાની રક્ષક / ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ મૂકી આત્મહત્યા કરવા જતી પરિણીત યુવતીને સુરત ગ્રામ્યની મહુવા પોલીસે બચાવી લીધી, પતિના પર સ્ત્રી સાથેના અનૈતિક સંબંધ અને દારૂ પીવાની ખરાબ આદત થી પરેશાન હતી યુવતી, મહુવા પોલીસની સમય સૂચકતાના લીધે બચ્યો યુવતીનો જીવ

પોલીસ પ્રજાની રક્ષક / ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ મૂકી આત્મહત્યા કરવા જતી પરિણીત યુવતીને સુરત ગ્રામ્યની મહુવા પોલીસે બચાવી લીધી, પતિના પર સ્ત્રી સાથેના અનૈતિક સંબંધ અને દારૂ પીવાની ખરાબ આદત થી પરેશાન હતી યુવતી, મહુવા પોલીસની સમય સૂચકતાના લીધે બચ્યો યુવતીનો જીવ

Our Visitor

009824
Total Users : 9824
Total views : 11503
Who's Online : 0

પોલીસ પ્રજાની રક્ષક / ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ મૂકી આત્મહત્યા કરવા જતી પરિણીત યુવતીને સુરત ગ્રામ્યની મહુવા પોલીસે બચાવી લીધી, પતિના પર સ્ત્રી સાથેના અનૈતિક સંબંધ અને દારૂ પીવાની ખરાબ આદત થી પરેશાન હતી યુવતી, મહુવા પોલીસની સમય સૂચકતાના લીધે બચ્યો યુવતીનો જીવ

આમતો ઘણા બધા કિસ્સાઓમાં સોશ્યલ મીડિયાને લોકો ખુબજ ખરાબ પ્લેટફોર્મ કહેતું હોય પણ ક્યારેક એવી ઘટના બની જાય છે કે તેનાથી કોઈનો જીવ પણ બચી શકે છે. ત્યારે એવીજ એક આશ્ચર્યજનક ઘટના સુરત ગ્રામ્ય થી સામે આવી છે. જેમાં મહુવા પોલીસની સુજ-સમજ તેમજ સમયસર લીધેલા પગલાને લીધે એક ત્રસ્ત પરિણીત યુવતીનો જીવ બચાવી શકાયો હતો.

તમને જણાવી દઈએ કે, સુરત ગ્રામ્યના મહુવા ખાતેના ઘડોઈ ગામમાં રહેતી એક પરિણીત યુવતીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એક સ્ટોરી મૂકી હતી જેમાં તે પોતાના પતિના અસહ્ય ત્રાસથી કંટાળી પોતાના જીવનને ટૂંકાવવાની વાત કરે છે. તે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના કેપ્શનમાં પોતાના પતિને પોતાની આપવીતી જણાવી લખે છે કે, i love you diku,(એક વર્ષની માસુમ દીકરી ) and husband મારે હવે કઈ જોઈતું નથી, મારામાં હવે જીવવાની હિમ્મત નથી, તે મને બહુજ રડાવી છે,મારા મર્યા પછી તુ ખુશ રહેજે,મારે રાત દિવસ રડ્યા કરતા મરી જવુંજ સારુ છે,i love you mari diku and my husband i love you love you love you

પતિના પર સ્ત્રી સાથેના અનૈતિક સંબંધ અને દારૂ પીને પત્ની સાથે મારઝુડ કરી ત્રાસ આપવાથી કંટાળી જઈ આખરે પત્નીએ આત્મહત્યા કરવાનું નક્કી કરેલ. ત્યારબાદ પતિ જયારે પોતાના કામ અર્થે બહાર જાય છે ત્યારે પરિણીત યુવતી પોતાના ઘરમાં પંખે દુપ્પટો બાંધી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરવાનું વિચારે છે અને સમગ્ર બાબતની પોસ્ટ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર મૂકે છે. આ પોસ્ટની ગંભીરતાથી નોંધ લઈ ઇન્સ્ટાગ્રામ દ્વારા તાત્કાલિક સ્ટેટ સાયબર ક્રાઇમને જાણ કરાઈ હતી. જેથી સાયબર ક્રાઈમે યુવતીનો ઇન્સ્ટાગ્રામ આઇડી અને તેમનો મોબાઈલ નંબર મેળવી લોકેશન ટ્રેસ કર્યો હતો. યુવતીનો લોકેશન ટ્રેસ કરતા સુરત ગ્રામ્યના બજરંગ પેટ્રોલ પંપ, ગામ ઘડોઈ, તાલુકા મહુવા, સુરત હોવાનું સામે આવ્યું હતું.

ત્યારબાદ પોલીસ કંટ્રોલરૂમ સુરત તેમજ એલ. આઈ. બી શાખા દ્વારા આ મેસેજને સુરત ગ્રામ્યના પોલીસ અધિક્ષકને ફોરવર્ડ કરવામાં હતો. જેથી સુરત ગ્રામ્યના SP હિતેશ જોયસર સાહેબે તાત્કાલિક મહુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે. એ. બારોટ નાઓનો કોન્ટેકટ કરી સમગ્ર બાબતની હકીકત અને ગંભીરતાની જાણ કરી તાત્કાલિક અસરે કાર્યવાહી કરી યુવતીને આત્મહત્યા કરતા રોકી તેનો જીવ બચાવવા તમામ પ્રયાસો હાથ ધરવાની સલાહ સૂચના આપી હતી .

સુરત ગ્રામ્યના SP સાહેબ શ્રી હિતેશ જોયસરની અતિ મહત્વની સલાહ અને સૂચનાના અનુંસંધાનમાં મહુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે. એ. બારોટે ક્ષણિક ભરનો પણ વિલંબ કર્યા વગર પરિણીત યુવતી કે જે પોતાના પતિના અસહ્ય ત્રાસથી કંટાળી આત્મહત્યા કરવા મજબુર બની હતી. તે પરિણીત યુવતીને આત્મહત્યા કરવાથી બચાવવાં પોલીસ ઇન્સ્પેક્ટર જે. એ. બારોટે મહુવા પોલીસ સ્ટેશનથી SHE ટીમ તેમજ અન્ય બીજી પોલીસની ટીમો બનાવી યુવતીના લોકેશનના આધારે ઘડોઈ ગામે મોકલી આપી હતી. ઘડોઈ ગામમાં પહોંચી મહુવા પોલીસે યુવતીના ઘરે પહોંચવા યુવતીને અવારનવાર તેમના મોબાઈલ ઉપર ફોન કર્યા હતા તેમ છતાં યુવતીએ ફોન ઉપાડ્યો ન હતો. જેથી મહુવા પોલીસના મનમાં અનેક સવાલો ઉત્પન્ન થયાં હતા કે પોલીસ યુવતી સુધી પહોંચવામાં ક્યાંક મોડી તો નથી પડી ગઈ, યુવતીએ આત્મહત્યા તો નથી કરી લીધી, આવા અનેક સવાલો મહુવા પોલીસની SHE ટીમના મનમાં ઉદભવી રહ્યા હતા.

મહુવા પોલીસ ત્યારબાદ ઘડોઈ ગામના સરપંચના ઘરે પહોંચી ગઈ હતી. અને સરપંચને યુવતી વિશે સમગ્ર હકીકત વિશે વાકેફ કરતા સરપંચે યુવતીને ઓળખતા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ મહુવા પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મી દ્વારા યુવતીના મોબાઈલ ઉપર ફોન કરતા યુવતીએ ફોન ઉપાડી લીધો હતો. ત્યારબાદ પોલીસે યુવતીની વાત ગામના સરપંચ સાથે કરાવતા યુવતી સરપંચના કહેવાથી પોલીસ સાથે વાત કરવા રાજી થઈ હતી. ત્યારબાદ મહુવા પોલીસ અને ગામના સરપંચ અને વડીલો દ્વારા યુવતીનો કાઉન્સલિંગ કરતા જાણવા મળ્યું હતું કે આ યુવતીનું નામ શ્રુતિબેન હિરલભાઈ નાયકા (ઉંમર 23 ) છે. પતિ હિરલભાઈ નાયકા વાયરમેનનો કામ કરે છે અને દારૂ પીવાની ટેવ ધરાવે છે. આટલુંજ નહી પરંતુ હિરલભાઈના કોઈ અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધ પણ છે. જેના લીધે હિરલભાઈ પોતાની પત્ની સાથે પર સ્ત્રીના પ્રેમ સંબંધોના લીધે પોતાની પત્ની સાથે મારઝુડ કરતો હોય છે. ઘરની પરિસ્થિતિ પણ સારી ના હોવાના લીધે જીવન નિર્વાહ કરવો ખુબજ મુશ્કેલ બની ગયું હતું. જેનાથી કંટાળી જઈ શ્રુતિબેન નાયકાએ આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું.

યુવતીનું કાઉન્સલિંગ કર્યાબાદ મહુવા પોલીસ અને સરપંચ વડીલોની હાજરીમા મહુવા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર જે. એ. બારોટે પતિ પત્નીને સારી રીતે સમજણ આપી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર બારોટે આત્મહત્યા કરવા મજબુર બનેલી પરિણીત યુવતી શ્રુતિબેનને ફરી બીજીવખત આવું પગલું ન ભરવા ખુબજ ભારપૂર્વક સમજણ આપી હતી. ત્યારબાદ મહુવા પોલીસે માનવીય અભિગમ અપનાવી ખરાબ પરિસ્થિતિ માંથી પસાર થતા શ્રુતિબેનને એક મહિનાનું કરિયાણું અને હાથ ખર્ચ આપી માનવતા દર્શાવી હતી. જેથી જ કહેવાય છે ને કે પોલીસ પ્રજાની સાચી રક્ષક છે. ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના એકાઉન્ટ ઉપર પોસ્ટ મૂકી આત્મહત્યા કરવા જતી યુવતીને સમયસર પહોંચી મહુવા પોલીસે બચાવી લઈ પોલીસ પ્રજાની રક્ષક છે તે કહેવતને સાર્થક કરી બતાવી હતી.


પોલીસ પ્રજાની રક્ષક / ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ મૂકી આત્મહત્યા કરવા જતી પરિણીત યુવતીને સુરત ગ્રામ્યની મહુવા પોલીસે બચાવી લીધી, પતિના પર સ્ત્રી સાથેના અનૈતિક સંબંધ અને દારૂ પીવાની ખરાબ આદત થી પરેશાન હતી યુવતી, મહુવા પોલીસની સમય સૂચકતાના લીધે બચ્યો યુવતીનો જીવ

Related posts

જો તમારી પાસે વિદેશ યાત્રા કરવા બજેટ ઓછું છે તો જાણીલો કયા કયા દેશોમાં છે ભારતીય રૂપિયાનો જલવો! પરીવાર સાથે સસ્તામાં કરી શકો છો વિદેશ યાત્રા

Ritesh Parmar

જામનગર/ બુટલેગરોના અસહ્ય ત્રાસથી કંટાળી દલિત યુવાને ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી, આપઘાત પહેલા વિડીયો બનાવી પોલીસથી કરી ન્યાયની માંગણી! અગાઉ મૃતકે બુટલેગરો વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ પણ કરી હતી!

Ritesh Parmar

ગુજરાત રાજ્યમાં ચાલતી ગેરકાયદેસર દારૂ-જુગારની બદી ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલે બોલાવ્યો સપાટો! બુટલેગર અને જુગારના સંચાલકોમાં ફફડાટ ફેલાયો! દારૂના 118 તેમજ જુગારના 47 ગુના નોંધી કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો

Ritesh Parmar

Leave a Comment