Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ઘોર કળયુગ / પોતાની 9 વર્ષની દીકરીને ઉંધી લટકાવી દીવાલે માથું ભટકાવતો હેવાન પિતા! કામ સરખું ના કરે તો આપતો ગરમ ચીપિયાના ડામ, માસુમ દીકરી ઉપર અસહ્ય ત્રાસ ગુજારનાર પાપી પિતા ઉપર ફરિયાદ દાખલ

ઘોર કળયુગ / પોતાની 9 વર્ષની દીકરીને ઉંધી લટકાવી દીવાલે માથું ભટકાવતો હેવાન પિતા! કામ સરખું ના કરે તો આપતો ગરમ ચીપિયાના ડામ, માસુમ દીકરી ઉપર અસહ્ય ત્રાસ ગુજારનાર પાપી પિતા ઉપર ફરિયાદ દાખલ

Our Visitor

013160
Total Users : 13160
Total views : 15405
Who's Online : 1

ઘોર કળયુગ / પોતાની 9 વર્ષની દીકરીને ઉંધી લટકાવી દીવાલે માથું ભટકાવતો હેવાન પિતા! કામ સરખું ના કરે તો આપતો ગરમ ચીપિયાના ડામ, માસુમ દીકરી ઉપર અસહ્ય ત્રાસ ગુજારનાર પાપી પિતા ઉપર ફરિયાદ દાખલ
પ્રતિકાત્મક તસ્વીર

પોતાના સગા બાપે જ પોતાની દીકરીને ચીપિયાથી ડામ આપ્યા અને ઢોર માર મારી તેની એક આંખનો ખૂણો પણ ફાડી નાખ્યો હતો, તો ચાલો જાણીએ આ સમાચાર વિષે વિગત વાર.

9 વર્ષની બાળકી પર તેનાં પિતાએ અસહ્ય ત્રાસ ગુજાર્યો
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના એક ગામની 9 વર્ષની ભાણી ઉપર તેના ચાંદલોડિયામાં રહેતા પિતાએ અસહ્ય ત્રાસ ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. પિતાએ દીકરીને ઘરનું કામ ન કરતાં તેણીને માર મારી શરીર ઉપર ડામ આપ્યા હતા. કામ સરખું ન કર્યુ તો મારા પપ્પાએ ફેંટો મારી, લોખંડનો ચીપિયો ગરમ કરી ડામ આપ્યા, ઉંધી લટકાવી મને મારતા, દીવાલે માથું પણ પછાડતા હતા.

પ્રતિકાત્મક તસ્વીર

છેલ્લા ત્રણ મહિનાથી મારા પપ્પા દરરોજ મને આ રીતે મારતા હતા.” ખૂણેથી ફાટી ગયેલી આંખ તેમજ શરીર પર ઈજાઓ અને ચીપીયાના ડામ સાથે 9 વર્ષની બાળકીએ તેના પિતાએ તેના પર ગુજારેલા ત્રાસની આપવીતી સંભળાવી. આ ઘટનાની બાળકીના મામાને જાણ થતાં બાળકીના મામાએ ચાંદલોડિયા પહોંચીને બાળકીની કડી તેમજ ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી.

3 મહિના પહેલાં જ બાળકીને તેનાં તેની સાથે લઈ ગયા હતાં
કડી તાલુકાના એક ગામના વ્યક્તિની બહેનના લગ્ન હાલ અમદાવાદ ચાંદલોડિયામાં રહેતા રમેશભાઈ (નામ બદલેલ છે )સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. પરંતુ પતિ-પત્નીને મનમેળ ન આવતાં તેમણે થોડાક વર્ષો અગાઉ છૂટાછેડા લીધા હતા. જેના લીધે બહેનની દીકરી મામા સાથે રહેતી હતી અને તેમની બહેનના લગ્ન બીજી જગ્યાએ કર્યાં હતા. જેમાં આજથી ત્રણ મહિના પૂર્વે તેમની ભાણી પિતા રમેશભાઈ ભાઈ પરિવારની સમજૂતી મુજબ સોંપવામાં આવી હતી. જ્યાં તેમના કૌટુંબિક ભાઈ કે જેઓ વસ્ત્રાલ, અમદાવાદ ખાતે રહેતા હતા તેમણે ફોન કરીને કહેલું કે તમારી ભાણીને તેના પિતા અસહ્ય ત્રાસ આપે છે અને માર મારે છે. જેના પગલે દીકરીના મામા અને પરિવારજનો ચાંદલોડિયા ખાતે તેમની ભાણીને લેવા ગયેલા હતા પરંતુ તેમની ભાણી મળી આવી ન હતી. મામા તેમની ભાણી ચાંદલોડિયા ખાતે ન મળી આવતાં બીજા દિવસે કુટુંબી સગા સંબંધીઓ સાથે ચાંદલોડિયા ખાતે ગયા હતા. પરંતુ ઘરને લોક મારેલું હોવાથી મામાએ ભાણીના પિતા રમેશભાઈને ફોનથી જાણ કરી હતી. ત્યારે રમેશભાઈએ કહેલું કે અમે પરિવાર સાથે અમારા ગામે છીએ, તો તમે લોકો ત્યાં આવો. બાદમાં મામા સહિતના પરિવારજનો ત્યાં પહોંચતાં તેમની ભાણી કે ભાણીના પિતા તેમજ તેમના પરિવારજનો મળી આવ્યા ન હતા. જ્યાં મામાએ રમેશભાઇને ફોન કરીને કહ્યું હતું કે અમને અમારી ભાણીની ખબર અંતર પૂછવી છે.

મામાએ ભાણીને પૂછતા ભાણી બોલતા બોલતા રડવા લાગી જો, તે આવવા માગતી હશે તો અમે અમારી સાથે લઈ જઈશું તેમ જણાવ્યું હતું, જેથી મામા પરિવાર સાથે આખો દિવસ ત્યાં રહ્યા હતા. ​​​​ત્યાં તેમના સગા સંબંધી તેમની ભાણીને લઈને આવ્યા હતા. ભાણીને જોતાં જ બાળકીના શરીર ઉપર ઈજાઓ થઈ હોવાનું માલુમ થયું હતું, તેની આંખો તેમજ શરીરના અન્ય ભાગે ઈજાઓના નિશાન જોવા મળ્યાં હતા. ત્યારે મામાએ ભાણીને આ બધું શું થયું છે પૂછતાં ભાણીએ રડતા અવાજે કહ્યું હતું કે પપ્પા મને ઘરનું કામ કરાવતા અને ઘરનું કામ બરાબર ન કરું તો મને માર મારતા હતા. ઉપરાંત રોટલી શેકવાનો ચીપીયો ગરમ કરીને ડામ આપતા હતા. જેના પગલે મામા તેમની ભાણીને તેમના ગામ લઇ ગયા હતા.

માસુમ બાળકીના મામાએ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવી અને હાલ આ સિવાય તેમણે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં બાળકીના પિતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.


ઘોર કળયુગ / પોતાની 9 વર્ષની દીકરીને ઉંધી લટકાવી દીવાલે માથું ભટકાવતો હેવાન પિતા! કામ સરખું ના કરે તો આપતો ગરમ ચીપિયાના ડામ, માસુમ દીકરી ઉપર અસહ્ય ત્રાસ ગુજારનાર પાપી પિતા ઉપર ફરિયાદ દાખલ

Related posts

શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના! ભવિષ્ય ઘડનારાઓ ભૂલ્યા ભાન,
શિક્ષક-શિક્ષિકાની બિભત્સ પ્રેમલીલાથી વાલીઓનો હલ્લાબોલ, સ્કૂલને કરાઈ તાળાબંધી

Ritesh Parmar

સજા પામેલા P.I. બી.પી. સોનારાને ખાતાકીય તપાસ બાદ 3 વર્ષ માટે PSI બનાવી દેવાયા,
વાંકાનેર C.P.I. તરીકે ફરજ બજાવતા સોનારાને હુકમની કરવામાં આવી બજવણી

Ritesh Parmar

થર્ટી ફર્સ્ટને ધ્યાનમાં રાખી વડોદરા પોલીસની ડ્રાઈવમાં ભાજપના મહિલા કોર્પોરેટરનો પુત્ર દારૂ પીધેલો ઝડપાયો, પીધેલા પુત્રને છોડાવવા કોર્પોરેટરે પોલીસ સાથે માથાકૂટ કરી, પોલીસકર્મીનું જેકેટ ફાટ્યું

Ritesh Parmar

Leave a Comment