
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન ભાઈ નાયકની આગેવાની માં ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 155- ઓલપાડ વિધાનસભા માં સમાવિસ્ત કાસલા બુજરંગ, કાસલા ખુદ,કાછોલ અને ઓરમા ગામ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ રાહુલ ગાંધીજી ના ગુજરાત ની જનતાને આપેલા આઠ વચનોની પત્રિકા વિતરણ અને ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો .આ પ્રસંગે ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ જ્યેન્દ્રભાઈ દેસાઈ અને મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

તો બીજીતરફ 155- ઓલપાડ વિધાનસભા વિસ્તારના સ્યાદલા ગામ ખાતે પાટીદાર અને હળપતિ સમાજના આગેવાનો સાથે મિટિંગ યોજી તેમના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી હતી તથા આવનાર વિધાનસભાની ચૂંટણી ના સંદર્ભમાં કોંગ્રેસ પાર્ટીના મેનીફેસ્ટો, તેમજ રાહુલ ગાંધીજીએ આપેલ આઠ વચનો બાબતે ચર્ચાઓ કરી હતી. વધુમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયક સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા ભાજપના ખોટા વચનો ઝુઠા વાયદાઓથી કંટાળી ગઈ છે. અને મોંઘવારી, GST, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, વીજળી, ખેડૂતોને પડતી પારાવાર મુશ્કેલીઓને ભાજપની સરકાર હટાવી શકી નથી. જેથી આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં મતદારોનો મિજાજ બદલાઈ જશે અને ભાજપને સત્તા ઉપરથી પછાડી કોંગ્રેસ પક્ષ સરકાર બનાવશે તેવી આશા દર્શન નાયકે દર્શાવી હતી.