


ગુજરાત રાજ્યના પોલીસવડા વિકાસ સહાય આજે જામનગરની મુલાકાતે આવ્યા હતા ત્યારે જામનગરની એસ.પી. કચેરીમાં તેઓની મુલાકાત દરમિયાન ગાર્ડ ઓફ ઑનર અપાયું હતું. આ વેળાએ રાજકોટ રેંજના આઈ જી અશોક યાદવ ઉપસ્થિત રહ્યા હતાજામનગરમાં ગઈકાલે ૧લી મે ના દિવસે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ત્યારે ગુજરાત રાજ્યના પોલીસવડા વિકાસ સહાય આજે જામનગરની મુલાકાતે આવી પહોંચ્યા છે, તેઓનો સવારે ૧૦.૪૫ વાગ્યે જામનગરની એસ.પી. કચેરીમાં આગમન થયું હતું. ત્યારે તેઓને ગાર્ડ ઓફ ઑનર અપાયું હતું. અને લાલ જાજમ બિછાવી તેઓને વિશેષ રૂપે આવકારવામાં આવ્યા હતા.
આ વેળાએ રાજકોટ રેંજના અશોક યાદ જિલ્લા પોલિસ વડા પ્રેમ:સુખ ડેલુ ઉપરાંત જામનગર જિલ્લાના સ્થાનિક પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને રાજ્યના પોલીસવડા ને વિશેષ આવકાર અપાયો હતો. ત્યારબાદ તેઓએ એસ.પી. કચેરી ખાતે જામનગર જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, અને વિસ્તૃત જાણકારી મેળવી હતી.