
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )
અમદાવાદ.24
સરખેજ વિસ્તારમાં રૂપિયા 4.99 લાખની ચોરીના કેસમાં આરોપી પ્રતીક પાનવેકરને પોલીસે પાછળના ભાગે ઓઇલ લગાડી પટ્ટાથી માર મારતા ગ્રામ્ય કોર્ટ ના જજ તૃપ્તિ.એ.ભાડેજાએ પી.એસ. આઇ. ડી.પી.સોલંકી સહિત પાંચ પોલીસકર્મીઓ સામે ફરિયાદ લઈ આરોપીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.
બનાવની વિગત એવી છે કે, સરખેજ વિસ્તારમાં રૂપિયા 4.99 લાખની ચોરી કરવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપી પ્રતીક પાનવેકરની ધરપકડ કરી હતી.ક્રાઇમ બ્રાન્ચે આરોપીને સરખેજ પોલીસને સોંપ્યા હતા.સરખેજ પોલીસ મથકના પી.એસ. આઈ. ડી.પી.સોલંકી,પોલીસ કોન્સ્ટેબલ સુરેશ ગગુભાઈ સોલંકી,હરિસિંઘ સુરાજસિંઘ ગઢવી તેમજ અન્ય બે પોલીસકર્મીઓ દ્વારા આરોપીને પટ્ટા પટ્ટા થી માર મારવામાં આવ્યો હતો.તેથી પણ સંતોષ ના થતા આરોપીના મોઢામાં રૂમાલ નાંખી પાછળના ભાગે ઓઇલ લગાવીને પટ્ટા પટ્ટાથી થર્ડ ડીગ્રી માર મારતા આરોપીએ ગ્રામ્ય કોર્ટના જજ તૃપ્તિ .એ. ભાડેજા સમક્ષ રજુઆત કરી હતી. જેથી જજ સાહેબે આરોપીની ફરિયાદ લઈ આરોપીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે.
આરોપી તરફથી એડવોકેટ રસિક કોડેકર અને કૈકેશ ઘાસીએ ગ્રામ્ય કોર્ટનાં જજ સમક્ષ સરખેજ પોલીસના અમાનવીય વર્તન સામે ધારધાર દલીલો કરી હતી.
2 comments
Great job sir ji
He is doing good and hard work..