
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )
કોમનમેનની માફક લોકોને મળતા સૌ આશ્ર્ચર્યચકિત, વહિવટી તંત્રમાં મચી ગઈ દોડધામ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સરળ-સહજ વ્યક્તિત્વ અને જનસેવક તરીકેની અનોખી સંવેદનાનો વધુ એક પરિચય વડોદરા જિલ્લાના સુખાલીપુરાના ગ્રામજનોને શુક્રવારે સવારે થયો હતો.
સુખાલીપુરા ગામમાં હજુ તો લોકો પોતાની દિનચર્યા શરૂ કરે ત્યાં સુધીમાં ત્યાં તો તેમને એક સુખદ આશ્ચર્યનો અનુભવ થયો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અચાનક વડોદરાની અંદર એકતા નગર ઝૂંપડપટ્ટીમાં ઓચિંતી મુલાકાત લીધી હતી. બહું ભાગ્યેજ આવું જોવા મળતું હોય છે જેમાં કોઈ સીએમ કોઈ વિસ્તારની ચાલી કે ઝૂંપડપટ્ટીમાં જઈ ત્યાંના લોકોની સમસ્યા જાણે પરંતુ આવું બન્યું હતું આજે જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી વડોદરા શહેરની ઝૂંપડપટ્ટીમાં સ્થાનિકો સાથે ત્યાંના લારી, ગલ્લાવાળા તેમજ સામાન્ય દુકાનદારો સાથે વાત ચીત કરતા જોવા મળ્યા હતા.

મુખ્યમંત્રીનો આ કોઈ કાર્યક્રમ નહોતો પરંતુ અચાનક જ તેમને આ મુલાકાત લીધી હતી સ્થાનિક પ્રશાસનને જાણ કર્યા વિના તેઓ સીધા જ આ ઝૂંપડપટ્ટીમાં પહોંચી ગયા હતા અગાઉ પણ તેઓ અમદાવાદમાં બાંકડા પર બેસીને સામાન્ય માણસની જેમ સ્થાનિકો સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા.
જો કે, આ વખતે તેઓ ઝૂંપડપટ્ટીમાં પહોંચ્યા હતા. તેઓ ખુદ એક પાયાના કાર્યકર છે. જેથી અહીં તેમને સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
સ્થાનિક પ્રશાસન, ધારાસભ્યો, પ્રતિનિધીને કહેવામાં નહોતું આવ્યું કે તેઓ અહીં આવી રહ્યા છે. તેમને સ્લમ વિસ્તારના લોકોને ખુદ જઈને સાંભળ્યા હતા.
ભૂપેન્દ્ર પટેલે ફેસબૂક પર લખ્યું હતું કે, આજે વડોદરાના પ્રવાસ દરમિયાન એકતાનગર સેવા વસ્તી તેમજ સુખીપુરા ગામની આકસ્મિક મુલાકાત લઈ પ્રજાજનોની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો.







Total Users : 13079
Total views : 15316
Who's Online : 0