Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

12 થી 18 સપ્ટેમ્બર યોજાશે શક્તિ ભક્તિ અને આસ્થાનો મહાકુંભ માં અંબાજીનો ભાદરવી પૂનમ મહામેળો

12 થી 18 સપ્ટેમ્બર યોજાશે શક્તિ ભક્તિ અને આસ્થાનો મહાકુંભ માં અંબાજીનો ભાદરવી પૂનમ મહામેળો

Our Visitor

013150
Total Users : 13150
Total views : 15393
Who's Online : 3

12 થી 18 સપ્ટેમ્બર યોજાશે શક્તિ ભક્તિ અને આસ્થાનો મહાકુંભ માં અંબાજીનો ભાદરવી પૂનમ મહામેળો

પાલનપુર – બનાસકાંઠા જિલ્લામાં આવેલ વિશ્વપ્રસિદ્ધ માં અંબેના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે. જેમાં ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આ પવિત્ર દિવસોમાં માં અંબાના દર્શનાર્થે પધારે છે. આ દરમિયાન દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની યાત્રા સુખદ અને યાદગાર બની રહે એ માટે ગુજરાત સરકાર, બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ સુચારૂ આયોજન કરીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે આગામી તા. ૧૨ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન કરાયું છે. જેમાં આગોતરા આયોજન માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને કલેકટર વરૂણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી.

બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શ્રધ્ધા, સેવા અને આસ્થાના મહાકુંભ સમાન અંબાજી ભાદરવી પૂનમના મેળાના આયોજન અને વ્યવસ્થા અંગે પાલનપુર ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગના અધિકારીઓની બેઠક યોજાઇ હતી. કલેકટરએ વિવિધ સુવિધાઓ વિશે વિસ્તૃત અને ઝીંણવટભરી સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી. કલેકટરએ અધિકારીઓને સંબોધતા જણાવ્યું કે, ગયા વર્ષે આ મેળાને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો, તેવી જ રીતે આ વર્ષે દૂરદૂરથી લાખો પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે. અંબાજી આવતા પદયાત્રિકોને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી મળે અને સરસ દર્શન થાય તે માટે આપણે સૌ સેવાભાવના સાથે કાળજીપૂર્વક કામગીરી થાય તે પ્રકારનું આયોજન કરીએ.

આ બેઠકમાં અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક એસ. મોદીએ અંબાજી ખાતે અંબાજી આવતા સંઘો અને સેવા કેમ્પોની ઓનલાઇન નોંધણી, અંબાજી મંદિર પરિસર અને ગબ્બર ખાતે દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ સહિત વિવિધ વ્યવસ્થાઓ, નિ:શુલ્ક ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા, વીજળી, આરોગ્ય, એસ.ટી.બસ સુવિધા, CCTV કેમેરાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી તથા સ્વચ્છતા અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી તમામ અધિકારીઓને અવગત કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, નિવાસી અધિક કલેકટર સી.પી.પટેલ, પ્રોબેશનરી આઇ.એ.એસ. અધિકારી અદિતિ વર્સને, યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


12 થી 18 સપ્ટેમ્બર યોજાશે શક્તિ ભક્તિ અને આસ્થાનો મહાકુંભ માં અંબાજીનો ભાદરવી પૂનમ મહામેળો

Related posts

ગોધરાકાંડ / સાબરમતી ટ્રેન હત્યાકાંડમાં આરોપી રફીક હુસેન ભટુકને આજીવન કેદની સજા! 19 વર્ષ બાદ ઝડપાયો હતો આરોપી, વિશેષ કોર્ટે ફટકારી સજા,પુરાવા અને સરકારી વકીલ R. C. કોડેકરની ઉગ્ર દલીલોને ધ્યાનમાં રાખી અપાયો ચુકાદો

Ritesh Parmar

અમદાવાદ PCB નો તરખાટ! ચાંદખેડામાં ઇંગ્લિશ દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો, એક બુટલેગર અને કાર સહીત કુલ 11,62,620 નો મુદ્દામાલ જપ્ત કર્યો

Ritesh Parmar

સુરત રેન્જ IG વી ચંદ્રશેખરના માર્ગદર્શન હેઠળ વલસાડ SP ની પ્રસંશનીય કામગીરી, વલસાડ SOG ને મળી સફળતા, આરોપી બોગસ પાસપોર્ટના આધારે વિદેશ જાય તે પહેલાં જ કરાઈ ધરપકડ

Ritesh Parmar

Leave a Comment