Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પોલિસ સાચા અર્થમાં પ્રજાની સેવક બની રહી છે:ઓલપાડ પોલિસ ઈન્સ્પેક્ટર સી આર જાદવનો નવતર પ્રેરણાદાઈ અભિગમ

પોલિસ સાચા અર્થમાં પ્રજાની સેવક બની રહી છે:ઓલપાડ પોલિસ ઈન્સ્પેક્ટર સી આર જાદવનો નવતર પ્રેરણાદાઈ અભિગમ

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 4387

પોલિસ સાચા અર્થમાં પ્રજાની સેવક બની રહી છે:ઓલપાડ પોલિસ ઈન્સ્પેક્ટર સી આર જાદવનો નવતર પ્રેરણાદાઈ અભિગમ

અહેવાલ – રીતેશ પરમાર

પોલિસ સ્ટેશનમાં મે આઈ હેલ્પ યુ? અને પોલિસ આપણી સેવામાં જેવા સુત્રો લખેલા પાટીયા દરેક નાગરીકોને મદદની આશા અપેક્ષાઓ પૂરી થશે તેવી હૈયાધારણા આપે છે. પરંતું કમનશીબી એ છે કે મોટા ભાગના લોકોને ખરાબ અનુભવ થતા હોય છે, જેના કારણે નાગરીકો અને પોલિસ વચ્ચે વિશ્વાસની ખાઈ વધારે ને વધારે ઉંડી થતી જાય છે. ગુજરાતની સદ્દનશીબી છે કે લાગણીશીલ,ઉમદા વિચારો ધરાવતા અને માનવતાવાદી અભિગમ ધરાવતા શ્રી વિકાસ સહાય રાજ્યના પોલિસ વડા તરીકે આપણને મળ્યા છે.
નાગરીકો અને પોલિસ વચ્ચે વિશ્વાસ સંપાદન થાય, પોલિસ સાચા અર્થમાં નાગરીકોને સુરક્ષા-સલામતિ માટે સમર્પિત છે અને પોલિસ કર્મચારીઓ પણ માનવતાવાદી અભિગમ ધરાવવા પ્રેરીત થાય તે માટે ઓલપાડ પોલિસ સ્ટેશનના પોલિસ ઈન્સ્પેક્ટર સી આર જાદવે પ્રેરણાદાઈ નવતર અભિગમ શરુ કર્યો છે. પોલિસ કર્મચારીઓ માટે ખાસ સુચનો જારી તેનો અમલ કરવા દરેક પોલિસ કર્મચારીઓને તાલિમ પણ આપી રહ્યા છે.


માનવતાવાદી અને પ્રેરણાદાઈ અભિગમ અંગે ઈન્સ્પેકટર સી આર જાદવ આત્મવિશ્વાસ સાથે કહે છે કે ઓલપાડ પોલિસ સ્ટેશનમાં ફરજ બજાવતા દરેક પોલિસ કર્મચારીઓ નવતર પ્રયોગ નો સમર્પિતતાના અને સેવાના ભાવથી અમલ કરશે, જેના કારણે પોલિસ સાચા અર્થમાં પ્રજાની મિત્ર સાબિત થશે, ઉપરાંત પોલિસ અને નાગરીકો વચ્ચે વિશ્વાસ સંપાદન થશે.
ઓલપાડ પોલિસ સ્ટેશનમાં ફરજ બજાવતા દરેક પોલિસ કર્મચારી માટે ખાસ નિયમો અમલમાં મૂક્યા છે.
ફરજ પરના પોલિસ કર્મચારી પોલીસ સ્ટેશનનાં પગથિયુ ચડનાર નાગરીકોને તાત્કાલીક એની સમસ્યા બાબતે પુછી ચા-પાણી લેવા માટે પુછી સૌ પ્રથમ વિશ્વાસ સંપાદન કરશે. જેના કારણે લોકોના માનશનાં પોલિસ પ્રત્યેની નકારાત્મક છાપ ભુંસવા મદદરૂપ થશે.મદદની અપેક્ષા લઈને આવેલા નાગરીકની સંપુર્ણ સમસ્યા એ બોલે ત્યાં સુધી સાંભળવી અને ત્યારબાદ એની સમસ્યાનું સમાધાન કરવા પ્રયાસ કરવા.મહિલાઓ, બાળકો, વૃધ્ધોના પ્રશ્નો માટે લેખિત ફરિયાદનો આગ્રહ ના રાખવો , સામાવાળાને તાત્કાલીક બોલાવી લાવવાથી મોટાભાગે એમના પ્રશ્નોનુ નિરાકરણ થઈ જાય છે.


કેટલાક બનાવો સમાજમાં એવા બને છે કે તે અંગે ગુનો નોંધવાથી સામાજીક રીતે વ્યક્તિઓ કે પરિવારો વચ્ચે દુશ્મનાવટ સર્જાય છે, જેના લાંબાગાળે પરિણામો બહું જ વિપરીત આવે છે. મા બાપને દીકરા દીકરી પરેશાન કરતા હોય, પતિ પત્નિ ના ઝગડા, ભાઇ બહેનના ઝગડા હોય તો તેવા સંજોગોમાં ગુનો નોંધવાની બદલે બંને પક્ષોને બોલાવી સમજાવટથી સમસ્યાનો સુખદ અંત લાવી શકાય.
પોલિસ માટે સખ્ત નિયમ એ પણ બનાવ્યો છે કે ફરિયાદી કે અરજદાર પર ગુસ્સે ના થવુ, એને ઉતારી ના પાડવા , એમની સાથે ખરાબ વર્તન કરવુ નહી.કોઈપણ નાગરીકનુંઅપમાન કરવું કે તેને હડધૂત ન કરવા. પોલીસ સ્ટેશનથી જતી વખતે એના ચહેરા પર સ્મિત અને સંતોષની લાગણી થાય એ રીતે કાર્યવાહી કરવી.
અરજદાર- ફરિયાદી ને સાંભળવાથી અને સાથે સાથે સામાવાળાને સાંભળવાથી 90% કિસ્સાઓમાં સત્ય બહાર આવી જાય છે.
હાલના સંજોગોમાં નાગરીકની પોલિસ પાસે અપેક્ષાઓ વધી રહી છે, જે પોલિસ ચોક્કસ મદદ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરે છે, એટલે લોકોને તકલીફ પડે એટલે ભગવાન પછી પોલીસને જ સૌપ્રથમ યાદ કરે છે , કોઈને પોલીસ સ્ટેશન આવવાનો શોખ થતો નથી 10થી 20% લોકોને બાદ કરતા 80 થી 90 % લોકો પ્રથમ વાર પોલીસ સ્ટેશને ન્યાયની અપેક્ષાએ પગ મુકતા હોય છે.
ખાસ તો ફરિયાદી કે અરજદારને સાંભળી ગુનો બનતો હોય તો દાખલ કરવો , ગુનો ના બનતો હોય અને એ હેરાન પરેશાન હોય તો એને એની સમસ્યા માટે કાયદાકીય રસ્તો સમજાવવો. સિવીલ મેટર, ગ્રાહક સુરક્ષા તકરાર, ચેક બાઉન્સ, પાણી- વીજળી- કોર્પોરેશન- પંચાયત ને લગતા પ્રશ્ન માટે સબંધિત કચેરી જેવી બાબતોમાં ખાસ ધ્યાન રાખવું.
પોલિસે દરેક કિસ્સામાં સંવેદનશીલ બની માનવતા ભર્યુ વલણ રાખવુ.
ઓફીસ સ્ટાફે પ્રજાજનોને તથા અન્ય કચેરી તરફથી માગ્યા મુજબના દાખલા, માહિતી કાયદાકીય જોગવાઈ મુજબ સમય મર્યાદામા પુરી પાડવી.ચોકી- બીટ ઇન્ચાર્જ શ્રી ઓએ અરજી તથા ગુનાઓની તપાસ સત્યના માર્ગે સમય મર્યાદામા પુર્ણ કરવી.
સરકારી વાહનો (પીસીઆર, મોબાઈલ) એ તાત્કાલીક કવીક રિસ્પોન્સ આપી તાત્કાલીક જગ્યાએ પહોંચવુ. પ્રોહી જુગાર નાર્કોટિક્સ ની બદીને જડમૂળથી નાબુદ કરવા તમામ પ્રયાસ કરવા. લીસ્ટેડ બુટલેગર પર રોજેરોજ રેડ કરી કાયદેસર કાર્યવાહી કરવી.LIB – વોચર્સ એ વિસ્તારની તમામ ગતિવિધિઓથી વાકેફ રહી ઉપરી અધિકારીઓને વિના વિલંબે માહિતી આપવી.
કોર્ટ ડ્યુટી તથા સમન્સ વોરન્ટ ફરજ બજાવનારે કોર્ટ તરફથી કોઈ પ્રશ્નો ઉભા ના થાય અને સમન્સ વોરન્ટ બજવણી 100% સુધી લઈ જવી અને વગર બજેલ સમન્સ વોરન્ટ મા નિવેદન અવશ્ય લેવા , કોર્ટમા મોકલવાના તમામ પત્રો, રિપોર્ટ, ચાર્જ શીટ, F I R, મુદદામાલ અભિપ્રાય સમય મર્યાદામા મોકલી આપવા.
ખાસ કરીને ગુનાનો દર ઘટાડવા અને ગુનેગારોને પકડવા માટે નાઇટ રાઉન્ડ દરમિયાન ચોરી ઘરફોડ ના થાય તે માટે સઘન પેટ્રોલિંગ ફરવુ, બંધ મકાનો તરફ વધુ પેટ્રોલિંગ રાખવુ, શંકાસ્પદ ઇસમો – વાહનચાલકો ને રોકી પુછપરછ કરવી, સંતોષ કારક જવાબ ન આપે તો કાયદેસર કાર્યવાહી કરવી.
કોઈને પણ પોલીસ સ્ટેશન- ચોકી – બીટ ખાતે બેસાડી ન રાખવા, સામેથી એમને આવવાનુ કારણ પુછી જલદી છુટા કરવા.આપણે સહુ સાથે મળી શ્રેષ્ઠ પોલીસ બનીએ.
ગુજરાત પોલીસની આગવી અને વિશિષ્ટ છબી બનાવીએ.

ગામે ગામ જઈ વિલેજ વિઝિટેશનમા સરપંચને કહી ગામના લોકો મહિલાઓ બાળકો ભગા કરી તેઓની સાથે વાતો શેર કરવામાં આવે
જેમકે
દેશ સેવા કરવા માટે ખાલી આર્મી નેવી એર ફોર્સ પોલીસ કે યુનિફોર્મ સર્વિસમા જોડાવુ જરુરી નથી રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ રાખવા સૌથી પહેલા બંધારણને સન્માન આપો, કાયદાને માન આપો , રાષ્ટ્ર ગાન – તિરંગાને માન આપો , રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન ન કરો, દેશ સામે આવતા પડકારોને રોકવા તમામ પ્રયાસ કરો, આતંકવાદ, ડ્રગ્સ, ટ્રાફિકીંગ રોકવા તમામે પ્રયત્ન કરવા.
Every citizen should be a soldier.
એવરી સોલ્જર ઇઝ સીટીઝન ઇન યુનિફોર્મ
એવરી સીટીઝન ઇસ સોલ્જર વિધાઉટ યુનિફોર્મ
નેશનલ યુનિટી – જાતિવાદ પ્રાંતવાદ ભાષાવાદ ભુલીને રાષ્ટ્રવાદ યાદ રાખો.
ભાઈચારાથી રહેવુ. મળીને રહિશુ તો દેશ મજબુત બનશે.
સાયબર ક્રાઈમ જાગ્રુતિ અભિયાન :
જોબ ફ્રોડ , લોટરી ફ્રોડ , લોન ફ્રોડ , કસ્ટમર કેર ફ્રોડ , ક્યુ આર કોડ સ્કેન , ટ્રેડીંગ એપથી ફ્રોડ, વિડીઓ કોલીંગ બ્લેક મેલ, ક્રેડીટ કાર્ડ બંદ થઈ જશે , બેંક ખાતુ, બંદ થઈ જશે , લાઈટ બીલ ભરેલ નથી ઓનલાઈન ભરો , ઓનલાઈન કોરોના રસી , વગેરે અસંખ્ય રીતે ઠગાઈ થાય તો ડરો નહિ, અસ્વસ્થ ના થાઓ , પોલીસ સ્ટેશન ફરિયાદ કરો, આપની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે, આપની કોઈ વિગતો મેડીયા કે અન્ય કોઈને આપવામાં નહિ આવે, સાયબર અપરાધીઓને સરંડર ના થાઓ એમની કોઈ પણ માંગણી સ્વીકાર કરો નહિ, ટોલ ફ્રી નંબર 1930 પર ફોન કરી કમ્પ્લેન લખાવો. તાત્કાલિક 1930 પર ફરિયાદ લખાવવાથી આપણા રુપિયા જે તે એકાઉંટમાં રોકાઈ જાય છે અને એ આપણને પોલીસની મદદથી પાછા મળે છે.


ટ્રાફિક નિયમોનુ પાલન :
આપ કલ્પના કરો કે
આપ સવારે નોકરી ધંધા પર ઘરેથી નીકળો અને અને સાંજે ઘરે આપના મા બાપ પત્નિ, બાળકો આપની રાહ જોતા હોય અને આપ ઘરે પહોંચો જ નહી તો શુ થાય ? અકસ્માતમાં અપના હાથ પગ ફ્રેક્ચર થઈ જાય અને આપે આજીવન ખાટલામાં પડ્યા રહેવુ પડે તો ?
આપ વાહન લઈને જતા હોય અને આપના હાથે એવા વ્યક્તિનુ અકસ્માતમાં મોત થઈ જાય કે જેના પર એનુ ઘર ચાલતુ હોય તો ?
આપ ઘરેથી નીકળો તો એક્સીડ્ન્ટ રોજ થતા નથી પણ હેલ્મેટ પહેરવુ , સીટ બેલ્ટ બાંધવા, સ્પીડ લીમીટ વગેરે તકેદારી રાખવાથી અને ટ્રાફિકના નિયમોનુ પાલન કરવાથી આપ પણ બચી શકો છો અને આપ અન્ય લોકોને પણ બચાવી શકો છો તથા રોડ પરની ટ્રાફિક અંધાધુંધી પણ રોકી શકો છો.
વિશ્વમાં પ્રથમ ટ્રાફિક લાઈટ 10 ડીસેમ્બર 1868 ના રોજ લંડનમાં બ્રીટીશ હાઉસ ઓફ પાર્લીયામેંટની સામે સ્થાપિત કરવામાં આવી હતી.
5 ઓગસ્ટ 1914 ના રોજ અમેરિકામાં પ્રથમ વાર ટ્રાફિક લાઇટનો ઉપયોગ શરુ થયો હતો.
એશિયા ખંડમાં 1949 માં ઇઝરાઈલમાં સ્થાપિત કરવામાં આવી હતી.
The first traffic light in South India was installed at Egmore Junction, Chennai in 1953.
આટલા વર્ષોના ઇતિહાસ બાદ શુ આપણે એવા દેશપ્રેમી અને સમજદાર નાગરિક ના બની શકીએ કે આપણે લાલ, લીલા, પીળા સિગ્નલ જોઈ ટ્રાફિક નિયમોનુ સ્વત: પાલન કરીએ, કે આજે પણ આપણને આ નિયમો ટ્રાફીક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ રોડ પર ઉભા રહી હાથના ઇશારાથી જ સમજાવશે.
સમજદાર કો ઇશારા કાફી હોતા હૈ.
જો આપણે નિયમોનુ અક્ષરશ: પાલન કરીશુ તો આ પોલીસ અને જવાનોનો અન્ય જગ્યાએ જરુરિયાત મુજબ ઉપયોગ કરી શકીશુ અને કાયદો અને વ્યવસ્થા જાળવણીની વ્યવસ્થા વધુ સારી રીતે કરી શકીશુ.
ગુડ ટચ બેડ ટચ :
સારો સ્પર્શ (Good Touch) – જો કોઈ તમને સ્પર્શ કરે, અને એ સ્પર્શ તમને સારો લાગે કે સામાન્ય લાગે તો તેને સારો સ્પર્શ એટલે કે ગુડ ટચ કહેવાય.
ખરાબ સ્પર્શ (Bad Touch) – જ્યારે તમને કોઈ ખરાબ રીતે સ્પર્શ કરે જેમાં તમને ખરાબ અનુભવ થાય કે અસામાન્ય લાગે તો તેને ખરાબ સ્પર્શ એટલે કે બેડ ટચ કહેવાય. જો કોઈ અજાણી કે જાણીતી વ્યક્તિ અંગોને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે તો તેને પણ ખરાબ સ્પર્શ કહેવાય.
બાળકોને તેમની શારીરિક રચના વિશે પણ જણાવે – આપણે બાળકને સમજાવી શકીએ છીએ કે આપણા શરીરમાં ઘણા અંગ એવા હોય છે જે બધાને દેખાય છે પરંતુ ઘણા અંગ એવા હોય છે જેને ફક્ત આપણે જ જોઈ શકીએ તથા તે અંગને અડી શકીએ છીએ. જેને આપણે પ્રાઇવેટ પાર્ટ અથવા ગુપ્ત અંગ કહીએ છીએ. તે પ્રાઇવેટ પાર્ટ વિશે બાળક કે બાળકીને સમજ આપો તથા ત્યાં કોઈને અડવા નહીં દેવાનું, તેના વિશે સમજ આપો.
બાળકોને પોતાના શરીરના માલિક બનાવો – જ્યારે બાળક 3 થી 4 વર્ષનું થાય ત્યારે તેને સમજાવો કે, તેનું શરીર ફક્ત તેનું જ છે. તેના શરીર પર તેનો અધિકાર છે કોઈ અન્ય દ્વારા શરીરને અડવામાં આવે તો તેનો વિરોધ કરો, અને તરત જ આવીને એ માતા-પિતા જાણ કરે એવી સમજ આપો.
બાળકોને ના પાડવાનું શીખવો – બાળકોમાં આત્મવિશ્વાસનો સંચાર કરવો જરૂરી છે. બાળકોના મનનો ભય દૂર કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિ ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયત્ન કરી રહી છે તો ડર્યા વિના તેનો સામનો કરો. મોટા અવાજે બુમો પાડીને આસ-પાસના લોકોને ભેગા કરો.
બાળકોના વ્યવહાર પર નજર રાખો – બાળકોની સાથે જ્યારે કંઈ ખોટું થાય છે ત્યારે તેના વ્યવહારમાં પરિવર્તન જોવા મળે છે. તેવામાં તમારે તેના મનને વાંચવાનો પ્રયત્ન કરવો જોઈએ તેમજ તેની સાથે ખૂલીને વાત-ચીત કરો.
બાળકોને ટ્રેનિંગ આપો, ગુડ ટચ-બેડ ટચનો ભેદ સમજાવો
દુનિયાભરમાં થયલા એક સંશોધન મુજબ અંદાજિત 85 ટકા કિસ્સામાં બાળકોના સગા સબંધી, મિત્રો અને જાણીતા અને વિશ્વાસપાત્ર વ્યક્તિ જ જાતીય શોષણ કરે છે.
બાળકોમાં થતાં જાતિય શોષણનું પ્રમાણ અંદાજે 30 ટકાથી 85 ટકા છે

નાના નાના ઝગડા :
સૌ ભેગા મળીને ભાઈચારાથી રહો , કોઇ પ્રત્યે રાગ દ્વેશ ના રાખો, પ્રેમથી રહો નાની નાની વાતો ભુલી જાઓ, મોટુ મન રાખો અને માફ કરતા શીખો.
સીસીટીવી : સીસીટીવીના ઘણ બધા ફાયદા છે. નજીવી કિંમત છે જે લાખો કરોડોની પ્રોપર્ટી સાચવે છે, ફરજિયાત છે.
ચોરી ઘરફોડ અટકાવી શકાય, એંટ્રી એક્ઝીટ પોઇંટ પર કેમેરા લગાવવાથી લોકોની અવર જવર ચોક્કસ સમય પર જાણી શકાય. ખોટા આક્ષેપમાંથી બચી શકાય, ચોર કે શંકાસ્પદ ઇસમો કેમેરામાં કેપ્ચર કરી શકાય. પોલીસ તપાસમાં સહાયરુપ થઈ શકે. ઘર કે ઓફિસથી દુર રહીને પણ જગ્યાનુ મોનિટરીંગ કરી શકાય.
પરપ્રાંતિય લોકો :
આપના વિસ્તારમાં કામ કરતા લોકોને કામ પર રાખતા પહેલા કે ઘર ભાડે આપતા પહેલા તેઓના આધાર કાર્ડ/ ચુંટણી કાર્ડ વતનના પાકા સરનામા, હાલના સરનામા, મોબાઈલ નંબર સાથે ગુજરાત પોલીસની વેબ સાઈટ પર રહેલ ફોર્મ ભરી પોલીસ સ્ટેશન જમા કરાવવા.
જાહેરનામા વિશે સરળ સમજુતી આપવી.
વ્યાજખોરી:
સરકારની ઘણી બધી યોજનાઓ છે જે લોન આપે છે, ધંધા રોજગારમાં મદદ કરે છે અને સબસીડી પણ મળે છે તથા વ્યાજદર પણ નજીવો હોય છે. જાણકારીના અભાવે પૈસાની તાતી જરુરિયાત પડતા ઉંચા વ્યાજે પૈસા લઈ વ્યાજની કુંગાલમાં ફસાય છે અને આજીવન દેવામાં ડુબી જાય છે જેના ભાગરુપે કેટલાક ઘર છોડી ભાગી જાય છે, કેટલાક ગુનાખોરી તરફ વળે છે તો કેટલાક આપઘાત કરે છે. વ્યાજખોરોની ચુંગાલમાંથી બચવા સરકારી યોજનાઓ તથા બેંક લોન વિશે માહિતગાર કરવા અને લાયસંસ ધરાવતા ન હોય તેઓ પાસેથી વ્યાજે રુપિયા લેવા નહિ અને આ રીતે કોઇ વ્યાજે રુપિયા આપતા હોય તો પોલીસને જાણ કરે અને પોલીસ એ લોકો વિરુધ્ધ કડક પગલા લેશે.
શી ટીમ:
શાળા,કોલેજમા જઈ મહિલાઓ ,બાળકો, સીનીયર સીટીઝન વિશે મદદરુપ કામગીરી કરવી જોઈએ. અભયમ 181 વિશે માહિતગાર કરવા જોઈએ.
દારુ જુગાર નશાકારક વસ્તુના વેચાણ વિશે લોકો ગુપ્ત રીતે માહિતી આપે જેથી પોલીસ વધુ ને વધુ અસરકારક કામગીરી કરે શકે.
અંતમાં ,
ભગવાન દરેક જગ્યાએ પહોંચી શકતા નથી એટલે ભગવાને મા બાપ અને ગુરુના રુપે ધરતી પર અવતરણ કરેલ છે એ સાક્ષાત ભગવાન જ છે , એમને ક્યારેય કોઈ દુખ ના આપવુ અને દુનિયભરના સુખ તેમને આપવા માટે બાળકો એ ખુબ ભણવુ , ખુબ રમવુ અને આવનારા દસ, વીસ વર્ષ માટે પોતાની કારકિર્દીનુ આયોજન કરી સખત મહેનત કરી પરિવાર, સમાજ, દેશનુ નામ રોશન કરવુ.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

પોલિસ સાચા અર્થમાં પ્રજાની સેવક બની રહી છે:ઓલપાડ પોલિસ ઈન્સ્પેક્ટર સી આર જાદવનો નવતર પ્રેરણાદાઈ અભિગમ

Related posts

ગુજરાતના પવિત્રધામ ડાકોરમાં આજે આમલકી એકાદશી! સુવર્ણ પાલખીમાં ભગવાનની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે

Phone: 9998685264.

ભાજપ વાળા હાર ભાળી ગયા એટલે મને ખોટી રીતે બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું છે :વખતસિંહ ચૌહાણ
દહેગામ કોંગ્રસના ઉમેદવાર સામે ગંભીર આક્ષેપો કરતી પત્રિકા ફરતી થતા ચકચાર

Phone: 9998685264.

અંબાજી / ભાદરવી પૂનમમાં દર્શનાર્થીઓના બંદોબસ્તમાં તૈનાત પોલીસ કર્મચારીઓની હાલત કફોડી, અવ્યવ્યસ્થાના અભાવે હેરાનગતિ,

Phone: 9998685264.

Leave a Comment