અહેવાલ – રીતેશ પરમાર
મહિલા પોલીસ કોન્સ્ટેબલ વૈશાલીબેન પોતાની ફરજ બજાવવા પોલીસ સ્ટેશન જવા માટે એકટીવા લઈને નીકળ્યા હતા ત્યારે સરકારી મહિલા છાત્રાલયની સામે એલીસબ્રિજથી કલગી તરફ જવાના રોડ પર એકટીવા સ્લીપ થઈ ગયુ હતું વૈશાલીબેન રોડ પર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. રોડ પર હાજર લોકોએ તાત્કાલીક વૈશાલીબેનને હોસ્પીટલ ખસેડયા હતા. જયા તેઓને ટુંકી સારવાર બાદ ફરજ પર હાજર રહેલ ડોકટરે મૃત જાહેર કર્યા હતા. હાલ એમ ડીવીઝન ટ્રાફીક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
31 વર્ષિય વૈશાલીબેન સોલંકી મૂળ ભાવનગરના હતા એલિસબ્રીજ પોલીસ લાઈનમાં પતિ અને સંતાનો સાથે રહેતા હતા.વૈશાલીબેન વર્ષ 2014 માં પોલીસ ખાતામાં ભરતી થયા હતા અને ત્રણ માસથી સાબરમતી રિવર ફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા હતા.